જન્મદિવસ પણ ડાર્ક હોય છે !

0

..અને દુર્યોધને..સોયની ટોચ જેટલી જમીન પણ આપવાનિ ના પાડી હતી ! દુર્યોધનની શરત એ હતી કે , પાંડવોના વનવાસના છેલ્લા વર્ષના અગ્નાતવાસ ના પુરા થતાં પહેલાંજ પાંદવોનો અગ્નાતવાસ ભંગ થઈ ચુક્યો હતો “વિરાટ યુધ્ધ” વખતે, અને એટલે પાંડવો ફરી ૧૩ વર્ષનો વનવાસ અને એક વર્શનો અગ્નાતવાસ ભોગવે ..પછી બીજી બધી વાત !

છ્તાંય શશ્રીકૃષ્ણએ મહાભારત યુધ્ધને અટકાવવાના છેલ્લા સંધિ પ્રસ્તાવ માં પાંડવો તરફથી માત્ર પાંચ ગામડાં માંગ્યા હતાં…વરકાસ્થા, અવિસ્થા, વારણાવ્રત ,મકાન્દી..અને બિજું કોઇ પણ એક ગામ !

…ખૈર, નિયતીએ વર્ષો પહેલા મને પણ આવી પસંદગી આપી હતી જીવનની શરૂઆત કરવા માટે…એક જીવન ..એક મૃત્યુ…એક વાર્તા …એક જ પ્રયત્ન…અને..એક જ શિરસ્તો અને એ સિવાય જે ઠિક લાગે એ રીત !

અને દુર્યોધનની ની જેમ ગુમાન/અભિમાન/વટ/હોશિયારીમાં રહીને મેં પણ ના કહી દિધું હતું ! … કે ..ટિપિકલ શિરસ્તાઓ..રીતો..રિવાજો,મર્યાદાઓ,આડંબર વગેરે થી મને ધૃણા થઈ રહી છે..અને હું એનો વધ કરવા લાયક બનવા ઇચ્છુ છું અને કરીશ ! ;) ;)

…અને દુર્યોધન જેવી ચરબીનો મને મહારથી કર્ણ જેવો બદલો આપવામાં આવ્યો છે ! ;) ..અને એનાથી હું ખુશ છું, ખરેખર. ;)

જન્મદિવસોનો રંગ સેપિયા હોય છે ! એ પોતાનિ સાથે ભુતકાળની તમામ બાબતો લઈને આવતો હોય છે… દોસ્તો/હિતેચ્છુઓ પોતપોતાના તરફ્થી અઢળક/નવીન/લાગણિસભર શુભેચ્છાઓ પાઠવે છે…મેસેજ અને એસ.એમ.એસ. રાતના બાર વાગતા ની સાથે જ આવી જાય છે ! અને હું વિચારે ચઢી જાવ છું અને નક્કી નથી થઈ શકતું કે આવનારા જન્મદિવસ સુધી મારે શું કરવું ?? દુર્યોધનની ની જેમ કે કર્ણ ની જેમ જીવવું ?! ..અને/પણ..એમ જ બિજો જન્મ દિવસ આવી જાય છે અને બસ..એમ જ બધું.

…ક્યારેક એવા જન્મદિવસો હતા કે જ્યારે એ કોઇ ઉત્સવની જેમ ઉજવાતો અને હું બાળપણની અસીમ મઝાઓ લુંટ્યા કરતો હતો..પછી જન્મદિવસો તરફ બેધ્યાન રહેવાના દિવસો હતાં..એ પછી…અમદાવાદ ગીતામંદીરની આસપસ સસ્તી/ગંદી/સાંકડી હોટેલો અને લારીઓ ઉપર ચોવિસ કલાકમાં ૧૦-૧૫ રુપિયામાં અડધું ભાણું જમીને જન્મદિવસ ઉજવવાના પણ અમુક તબક્કાઓ હતાં..એ પછી ગ્રાંડ ભગવતીમાં જઈને એકલા એકલા જમીને ચુપચાપ બહાર નીકળી જવાના દમામી દિવસો હતાં…વચ્ચે વચ્ચે ખાલી પેટ લઈને “ફન રિપબ્લિક” માં આવતાં કપલ્સ અને બાળકોને જોઇને ખુશ થઈને થોડિક પાણીપુરી ખાઈને ખુશ થઈ જવાના પણ જન્મદિવસો હતાં…પછી સ્ટવ આવ્યો …ગેસ અવ્યો..થોડાંક વાસણો આવ્યાં…બ્લેક કોફિની અમિરાત આવી અને ટેબલ ખુરશીનો દમામ આવ્યો અને…વેલ…જન્મદિવસોને સદંતર ભુલી જ જવાના પણ જન્મદિવસો આવી ગયાં હતાં !..

..પણ છુટી ગયેલા જન્મદિવસોની સ્મૃતિઓ ની ભુતાવળ નો કોઇ ઉપાય નથી મળતો….અને …આજે પણ નથી. અફસોસ કે સ્મૃતિઓની કોઇ ઉત્તરક્રિયાઓ નથી હોતી..એમને મોક્ષ નથી આપી શકાતો…એમનું પિંડદાન નથી થઈ શકતું અને…”ચાણોદ” નર્મદામાં નાહિ નથી નખાતું !

..એકવાર મોડીરાત્રે રિક્ષામાં એના ડ્રાઈવરે મને મારા બેફામ મિજાજ અને સિગરેટ પીવાની અદા(!) જોઇને …કોઇ ગેસ્ટહઊસની જગ્યાએ “કાલુપુર” ની આસપાસની એક ચોક્કસ જગ્યાએ એક “રેડલાઈટ” હોટેલમાં ઉતારી દિધો હતો..અને લુચ્ચું હસીને બખ્શિશ માંગી હતી..અને મેં જરાક તબિયતથી બે-ચાર ગાળો આપી હતી અને… મને સત્કારવા ઉભેલી સ્ત્રીઓએ મને ગુજરાતી-હિંદી મિશ્રિત ભાષામાં શબ્દષઃ ગાળો આપી હતી….અને મેં એ સ્ત્રીઓને ગાળો આપી હતી અને…ચાલતી પકડી હતી અને…રેલ્વેસ્ટેશને જઈને ચહલકદમી કરી હતી તે છેક સવાર પડવા સુધી… એ સાંભળેલી ગાળો…મેં સંભળાવેલી ગાળો…અને એક બે કોડીના રિક્ષાવાળાએ મારા વિશે બાંધી લિધેલા અનુમાનોની કડવાશ પણ આવી જાય છે દરેક જન્મદિવસે !

…લાલ દરવાજા એ.એમ.ટિ.એસ. ના સ્ટેન્ડ આગળ વર્ષો પહેલા એક ભાઈ લારીમાં શાક-પુરી/દાળ-ભાત-ખિચડી વેચતાં સવાર સવારમાં અને…અમુ દિવસોની મારી અવરજવર ઉપરથી મારા “ભીખારીપણાંને” પારખી જઈને….મને એકદિવસે મફતમાં જમવાની ઓફર આપી હતી..અને મારા એવી ઓફરના ઇનકાર બદલ મારા લબરમુછિયા ખભા ઉપર જોરથી પછાડેલો હાથ અને આંખોમાં આંખો નાંખીને કહેલું… “અ’લા યાર ..એમ ન’ઈ…પછી આપજે…” – કહીને એમણે પણ જન્મદિવસોની મારી તવારીખમાં મારું નામ બુક કરાવી લીધું છે.. અને મને ખબર નથી કે એ આડેધ વયના વ્યક્તિ કોણ હતાં….અને શકવર્તી નિખિલ કુમાર હજુ’ય ક્યારેક એ ભાઈને શોધવા/જોવા …સવારમાં લાલદરવાજા જતાં રહે છે…પણ બુંદ સે ગઈ હોજ સે નહિ આતી – નો કોઇ ઉપાય ક્યાં છે !?

મણિનગર,જવાહર ચોક – એક નાના સાયબર કાફેમાં હું સાંજના ૬-૭ વાગ્યાથી રાતના ૨-૩ વાગ્યા સુધી કામ કરતો..અને ક્યારેક સવાર પણ પડતી…અને પછિ હું ચાલીને..પાછળા દોડતાં અને ક્યારેક અમુક લોકોને કરડી જતાં કુતરાંઓથી બચીને …છેક “નિગમ” સુધી ચાલીને જતો..અને એ દિવસોમાં ….એક વયોવૃધ્ધ મુરબ્બી હતાં..મને સલાહ આપતાં..એ રોજ જમી-પરવારીને કાફેમાં આવતાં… કે “..તુ સારા ઘરનો લાગે છે…અહિં (સાયબર કાફે) માં કંઈ નથી…એ લોકો તને કંઈ આગળ જવા નહિ દે….તું એક કામ કર….લે..જો..આ જાહેરખબર આવી છે…એપ્લાય કર… ” !! ક્યારેક દુનિયાદારી શિખવવા પ્રયત્ન કરતાં અને આઈડીયા આપતાં કે….”વચ્ચેની આવક” કેવી રીતે કરી શકાય ! , એ મુરબ્બી એન.આર.આઈ હતાં .. અમુક દિવસો સળંગ આવતાં પછી સળંગ ગેરહાજરી પછી ફરી આવતાં…પણ…અને મને કંઈકને કંઈક સલાહ આપતાં કોઇ સ્વાર્થ વગર..એક દિવસે મેં છેવટે કહી જ દીધું કે…. “….બધું બરાબર પણ….મારી પાસે એટલા બચે જ ક્યાં છે (પૈસા) કે બિજા બધાં ટ્રાય કરું….બહુ બહુ તો આ લોકલ જગ્યાઓએ ઇન્ટરવ્યુ આપી શકું…” , એમણે થોડાક રુપિયા બહાર કાઢ્યા અને મારી તરફ ધર્યા…. મેં સવિનય કાનુનભંગની અદાથી (!) , અસ્વિકાર કર્યો….એ ચુપ રહ્યા…મોડી રાત્રે એ જવા માંડ્યા…પાછા આવ્યા…મને કહ્યું …. “…આ તારી ખાનદાની છે…આવું જ રે’વાનું…પ્રામાણિક જ રે’વાનુ દોસ્ત…ચલ….જ’ઉં….” !!!!!

…અને…પોતાનિ જાતને તિસમારખાં સમજતાં નિખિલ કુમારને એ મુરબ્બીનું નામ પણ ક્યારેય યાદ નથી રહ્યું ! અને …આજે પણ અવારનવાર/દરરોજ જવાહર ચોકના રસ્તે આવવું જવું એ ક્રમ થઈ ગયો છે ….એ આશામાં કે જો જે મુરબ્બી જીવતા હોય તો…ઓળખાણ આપું મારી અને માત્ર એટલું જ કહી શકું કે… “અને હું આજેપણ એમ જ બેનામી પૈસા ભેગા નથી કરતો…અને..તમે ખરેખર સારા વ્યક્તિ હતાં/છો..”

..પણ વિશ્વવિજેતા હોવાની ગેરસમજમાં જીવતાં નિખિલ કુમાર…હજુ એ પ્રસંગને પામી નથી શક્યા એ રંજ દરેક જન્મદિવસે રંજાડે છે !

“નિગમ” થી ઘોડાસર થઈને એસ.ટી – જતી બસના એક કંડક્ટરે એકવાર સવાર સવારમાં મને બસમાં જ સિગરેટ પિવા માટે ટોક્યો હતો..રિતસર ધમકાવી નાંખ્યો હતો….નવીનવી દાઢી ઉગાડતાં(!) થયેલા નિખિલ શુક્લ એ …તિરસ્કાર થી એમની તરફ જોયું…અને સિગરેટનો એક વધારે કશ/દમ લીધો અને એ પછી જ..તુમાખીથી સિગરેટ બહાર ફેંકી દિધી…એક પણ અક્ષર નો જવાબ આપ્યા વગર !!! ;) ;) …થોડા દિવસો પછી એ કંડક્ટરે મને કહ્યું..એમ જ ટોક્યો એ પછી જ ..કે… “..અ’જુ (હજુ) ઘણું કરવાનું છે તારે….આ સિગરેતો પી-પી ને શું __એક-બે ગાળો__ કરવાનું છે ?! …. પી તારામાં “છાણ” હોય એટલી સિગરેટ પી…પણ કરીશ શું ?…પેલા કાકા કે’તાતા તું હોશિયાર છે ..એટલે મારો જીવ બ’રે છે…બાકિ મારા પૈસા કઈ બગડે છે !…. પણ ….. ના પી’શ દોસ્ત…મારા છો’રા ને ક’ઊં એમ તને ક’ઊં છું….. ” – અને નકામા/નકારા/તુમાખીનો ઇજારો ધરાવનારા નિખિલ કુમાર…આજે પણ કોઇ જાહેર જગ્યાઓએ કોઇને નડે/કનડે એમ સિગરેટ નથી પી રહ્યાં !!! ;) …. અને હવે બબ્બે બાઇકોની માલીકી ધરાવતાં નિખિલ શુક્લ એ કંડક્ટરને શોધવા માટે જ ક્યારેક અમસ્તાં જ એ બસોની અવર જવર નિરખી રહે છે….પણ…કંઈ નહિ ! ….જન્મદિવસોએ આવા નિસાસાઓ પણ પોતાની શુભેચ્છાઓ પાઠવે છે !

એકવાર એક ” આડેધ માસી” એ મને એમના ઘરના ઉડી ગયેલા ફ્યુઝ બાંધવાનું કહ્યું..હું ગયો..ડિસમીસમ અને તાંબાના વાયરનો ટુકડો માંગ્યો….એ લઈ આવ્યા અને… કંઈક ભણકારા મુજબ જ એમણે મારા જમણા પગ ઉપર પોતાનો પગ મુકીને હડસેલો માર્યો અને “કંઈક દ્વિઅર્થી” વાક્ય બોલ્યા….હું ઝંખવાણો પડ્યો…સંકોચાયો..ચુપચાપ મારો પગ ખેંચીને ટેબલ ઉપર ચઢીને ફ્યુઝ બાંધીને નિકળી ગયો…અને એમનો પંદરેક વર્ષનો છોકરો મારી પાસે પોતાના એન્ડ્રોઇડ ફોન અને કોમ્પ્યુટરના ઇસ્યુઝ લઈને આવતો હતો…અને..જન્મદિવસોને આવી વિચિત્ર યાદગીરિઓ પણ પોતાનો ક્વોટા ધરાવે છે ! અને મને વસવસો છે માત્ર એ વાતનો કે મેં એ આડેધ સ્ત્રીને કંઈક “મણ-મણનું સંભળાવી” કેમ ના દિધું !!

…જન્મદિવસ પણ ડાર્ક હોય છે..બોઝિલ/ભારેખમ/બ્લેક કોમેડી જેવો/મુખ્તસર બનાવો ના રિમાઇન્ડર જેવો…કસક/ચુભન/ટિસ અને નવીનકોર બ્લેડના ઘસરકા જેવો અને…..આફ્ટરશેવ-લોશનના તીખારા જેવો..બાઇકના ગરમ થઈ ગયેલા પિસ્ટન જેવો અને..હેલમેટ પહેરવા છતાં ડામરનિ સડકો પર પછડાતાં અને છેક ખોપડી સુધી અનુભવાતાં ઝટકા જેવો !

..અને ત્યારે જ કોઇ અવકાશીય ખડકની જેમ …અચાનક આ ગુજરાતી-ઓનલાઇનિય લોકો આવી ગયાં હતાં / આવી ગયા છે..જેમણે..પ્રાચિન સંસ્કૃત ભાષાને નવજીવન આપવાના ઉમળકાથી જરાક જ ઓછા ઉમળકાથી મને સત્કારવાની શરૂઆત કરી દીધી છે! ..અને આ જાણ્યા/અજાણ્યા દોસ્તોની શુભેચ્છાઓ કંઈક રાહત આપે છે…વિતેલા દિવસોની ગમગીન/ધુમિલ/ધુંઆંધાર/બોઝિલ/અંધારી/ફાટફાટ યાદગીરીઓ અને બનાવો અને વિતેલા વર્ષોની મગજમારીઓને સહ્ય બનાવે છે…અને એમનો …. આ નિખિલ શુક્લ – આભારી છે …તાઉમ્ર આભારી રહેશે ! :)

“જબ તક બિકા ન થા તો કોઇ પુછતા ન થા,
તુને મુઝે ખરિદકર અનમોલ કર દિયા..” !

:)

[ સાતત્ય ઉપરનું અત્યારનું સ્ટેટસ આ દોસ્તોને નામ ! :) ]

Share.

About Author

મોડીરાત્રીઓ, ધુમાડો, કોફી, કોડિંગ, એક્સપ્લોઇટ્સ, ગઝલો, બાઇકિંગ, જંગલો, પથ્થરો, લોકો, પુસ્તકો, રખડપટ્ટી, લાઈફની મઝા છે. એની દરેક અનુકુળતાઓ અને વિષમતાઓમાં. અને એ બધું અંગત નોટના પાનાઓમાંથી અહીં સુધી ફેલાયું છે. આ લખાણો મારા છે અને એક જ ડ્રાફ્ટમાં લખાયેલા છે, તો કોઇ માહીતીદોષ દેખાય તો ધ્યાન દોરશો. __નિખિલ શુક્લ. ;) :)

Leave a Reply

Powered By Indic IME
%d bloggers like this: