Hitman

0

..અને બહુ નશામાં સંયોગો/બનાવો/ઘટનાઓ બને છે..અચાનક સંયોગોની એક પર્ટન બને છે…એક લાલિમા આકાર લે છે.

…અને મદહોશીની બદહવાસીમાંથી બેફિકરાઈ જન્મતી હોય છે, સમાજ, લોકો , દુનિયાની એક એબ્સ્ટ્રેક્ટ સોગઠાબાજી હોય છે અને “હીટમેન” FPS(First Person Shooter) ગેમના “સાયલન્ટ એસેસિનેશન” નો કોઇ સ્ટેજ હોય છે…અને એમ્યુનિશન કે વેપન્સ સાથે રાખી શકાય એમ નથી હોતા અને…ગેમનું પ્રાઇમ ટારગેટ નજર આગળ હોય છે..અને આપણે તમામ એનિમિઝ ની નજરો અને ગનપોઇન્ટ ઉપર હોઇએ છીએ..અને…હું એ વિલનની બાજુમાંથી પસાર થઈ જાવ છું…ધક્કો મારીને અને…અચાનક બુલેટ્સ ધણધણી ઉઠે છે..અને હું બારણાની તરફ ભાગુ છું..અને..બહાર જઈને…તરત પાછો વળિને ..W,S,A,D,X,C કી-સ્ટ્રોક્સની એક વિચિત્ર પેર્ટન વડે..બારણાને અડોઅડ ઉભો રહિ જાઊં છું…એક સેકંડ…એનિમિઝ બધાં બારણામં થી બહાર ભાગે છે…હું..અચાનક બારણાની બહાર નિકળું છું…પ્રાઇમ ટારગેટની સામે દોડું છું…દુશ્મનોની ભીડને હડસેલી ને ..બુલેટ્સ વાગવા દઈને..અને ..સ્પેશિયલ ટ્રેનિંગ કેમ્પમાં બહુ ગમતી હતી એવી “બેરેટા” અને “હાર્ડબેલર” પિસ્તોલ બંને હાથમાં લઈને પાછો…પ્રાઇમ ટારગેટ તરફ…દોડતાં દોડતાં…બ્લેન્ક-પોઇન્ટ થી પ્રાઇમ ટારગેટ ને શુટ કરી દઊં છું…હેડશોટ..યસ્સ્સ્સ્સ !!

…અને પછી “રાન્દેવુઝ પોઇન્ટ” ઉપર પહોંચવાનિ કોઇ ઉતાવળ મરી પરીવારે છે…હવે બસ કાં તો બચવાનું છે…અથવા લોહી લુહાણ થઈને ઢળી પડીને…ગેમ ઓવર ના મેસેજને જોયા કરવાનો…અને તો પણ સ્ટેજ સક્સેસફુલી કમ્પ્લિટેડ !! કેમ ?!?! કેમકે, એક-બે કલાક ચાલેલી આખી ગેમ માં મેં માત્ર એક જ બુલેટ ફાયર કરી હોય છે !!

..અને…બસ, આ એક જ વિડિયોગેમ મને ગમી છે…હું રમું છું…અને ખરીદીને લાવું છું..પછી ભલે…ખરિદ્યા પછી છ મહિને પહેલીવાર એની ડીવીડીનું પેક ખોલ્યું હોય ! ;)

આજે રમ્યો હતો…એક જ બુલેટ…એક પ્રાઇમ ટારગેટ…અને…લગભગ છ-સાત-આઠ મહિને માંડ એકવાર ગેમ રમવા બેસતો હું ..અને…એક જ અંત…રાન્દેવુઝ પોઇન્ટ પર પહોંચવાનું નહિ…બસ , મરી જવાનું !

..ખૈર…લાઈફ પણ એમ જ ચાલે છે..અને મરણિયા થઈને જીવવાનો એક નશો હોય છે…અને..નશામાં લખાયેલા સ્ટેટસનું કંઈ નક્કી ના હોય !… ;)

“હમ અહલે-જુનું ઠહેરે , હે મૌત હમારી તો,
કુછ ઔર હિ મંઝિલ હે,કુછ ઔર હિ રસ્તે હે…” _?!

Share.

About Author

મોડીરાત્રીઓ, ધુમાડો, કોફી, કોડિંગ, એક્સપ્લોઇટ્સ, ગઝલો, બાઇકિંગ, જંગલો, પથ્થરો, લોકો, પુસ્તકો, રખડપટ્ટી, લાઈફની મઝા છે. એની દરેક અનુકુળતાઓ અને વિષમતાઓમાં. અને એ બધું અંગત નોટના પાનાઓમાંથી અહીં સુધી ફેલાયું છે. આ લખાણો મારા છે અને એક જ ડ્રાફ્ટમાં લખાયેલા છે, તો કોઇ માહીતીદોષ દેખાય તો ધ્યાન દોરશો. __નિખિલ શુક્લ. ;) :)

Leave a Reply

Powered By Indic IME
%d bloggers like this: