મને આ માણસ ગમ્યો છે !

0

મને આ માણસ ગમ્યો છે. બહુ પહેલાથી ગમ્યો છે બહુ શરૂઆતથી એની વાતો, વાતોનો તંતુ, એના ત્વરિત જવાબો અને બુધ્ધિશાળી જવાબો ક્યારેક ગોળગોળ પણ વિરોધીઓને ઉંધા પાડી દે એવા જવાબો મને એનું નકામા કાવાદાવા અને દલીલો તરફની ઉપેક્ષા કરીને મૌન રાખવાનું ગમ્યું છે અને એના વક્તવ્યો પણ એટલાજ ગમ્યા છે મને આ માણસની સ્ટાઈલ (!) ગમી .

એ ખોંખારો ખાઈને કંઈક કહિ શકે છે બિજા બધાંની જેમ વેવલા કારણો/સંદર્ભો આપ્યા વગર કોઇ એક ધર્મ અંગે પણ અને તમામ ધર્મો અંગે પણ એ બોલી શકે છે એનો અવાજ સ્થિર હોય છે. એના મનોભાવો અને ચહેરાની રેખાઓ સ્થીર હોય છે શબ્દો/વાક્યો સળંગ હોય છે મુળ મુદ્દાને પકડીને બિજી બાર લાખ બાણું હઝાર વાતો કરીને/ફરીને પણ એ પાછો મુદ્દા પર આવી જાય એ પણ મને ગમ્યું છે. પોતાને જે ઠીક લાગે છે એના માટેના પુરતા કારણો હોય છે એની પાસે એ પણ ગમ્યું છે કોઇ નવીન બાબતોને બહુ સરળતાથી સ્વીકારવાનું ખુલ્લાપણૂં ગમ્યું છે આ એવો માણસ છે જે “ગ્રાફિક્સ કાર્ડ પાવર્ડ” કોમ્પ્યુટર ને બિલ્ડ કરવામાં મઝા લે છે પણ ડેસ્ક્ટોપ ઉપર વોલપેપર કોઇ ખુશનુમા કુદરતી દ્રશ્યનું રાખે છે ! અને કદાચ એટલા માટે પણ આ માણસ મને ગમે છે કેમકે અમુક સમાનતાઓ છે સ્વભાવની મારી અને એની વચ્ચે ! ખૈર, એ વાત અલગ છે.

લોકોએ મારા ઘણાં વખાણ કર્યા છે ક્યારેક અલગ અલગ બાબતો માટે અને મેં એનું ક્રેડીટ સાચા મનથી મારા ઉછેર કરનાર મારા દાદા (નાના!) ને આપ્યું છે લોકોએ મને કોમ્પ્યુટર સાયંસમાં જીનિયસના હેકરના બિરુદ આપ્યા પણ હું હંમેશા કહું છું કે મને પ્રોગ્રામર બનવાનિ જે મઝા આવી છે એ કોઇ મલ્ટીનેશનલ કંપનીના CTO બનીને પણ નહિ આવી શકે ! કેમ ?! કેમકે એ જ મારી ઔકાત છે.અને “..આદમિ કો અપનિ ઔકાત કભી નહિ ભુલની ચાહિએ” !- અને એટલે આ માણસ પણ ગમ્યો કેમકે એને કાર્યકર્તા હોવાની ઓછપ નથી ગુમાન છે !

પણ વક્તવ્યમાં અચાનક ગળગળા થઈ ગયા પછી પણ સહજતાથી/શાલિનતાથી એ ડુમો ભરાઇ ગયેલા ગળાને માટે ધીમા પણ સતાવાહી અવાજ વડે “હુકમ” આપી શકે પોતાના માટે પાણીનો ગ્લાસ લઈ આવવાનો એ માણસ જે પોતાને “સાહેબ” કહેવડાવવાનું પસંદ નથી કરતો ! એ વાળ ટુંકા રાખે છે સ્વચ્છ / સાદાં અને વ્યવસ્થીત કપડાં પહેરે છે કોઇ ધાર્મિક ચિહ્નો કે દેખાડા નથી કરતો મને એ ગમે છે.

અને તટસ્થતા..તટસ્થતા એ નિર્બળ / કૃશકાય / નમાલા / નકામા / વિર્યહિન લોકોની છટકબારી છે, તટસ્થતા એ સત્ય નથી ! તટસ્થતા એ સોફિસ્ટિકેટેડ અ-સત્ય/ઝુઠ્ઠાણું/બનાવટ છે.

સત્ય ક્યારેય તટસ્થ ન હોઇ શકે ! “અશ્વત્થામા હતાયન્તે …નરો વા કુંજરો વા ” – આ ભાષા નથી સત્યની , ન હોવી જોઇએ. સત્યની એક જ ભાષા હોઇ શકે સત્ય હંમેશા એક જ પક્ષ લઈ શકે. સત્યનો પોતાનો જ પક્ષ !

અને પોતાનિ જાતને તટસ્થતા ના આવરણ હેઠળ સંતાડીને બેઠેલા અને પોતાનું સમર્થન આપવામાંથી છટકતા રહેલા લોકોને જોઇને હવે સુગ ચડે છે . આ એજ લોકો છે જેમણે વોટ કર્યા પછી આંગળીઓના ફોટા મુકીમુકીને મગજની માં-બેન ને ફરવા મોકલી દીધી હતી. ;) પણ બોલી નથી શકતા કે અમે આ વ્યક્તિના સમર્થક છીએ કે સમર્થક નથી કેમકે સમર્થ લોકોના સમર્થકો પણ સમર્થ હોય એવું ક્યા જરૂરી હોય છે ?!

પણ મને આ માણસ ગમ્યો છે મેં અગાઉં પણ કહ્યું છે અને અત્યારે ફરિથી. હું નરેન્દ્ર મોદી – નામના માણસને સમર્થન આપું છું બિજું કોઇ/તમે આપો ન આપો કોઇ ફરક નથી પડતો અને મને પણ ફરક નહિ પડે જો તમે દિગ્વીજય સિંહ ના આશિક/ચાહક હોવ તો ! :D અને આમપણ એમ ફરક પડી જાય એ સત્ય ક્યાં હોય છે.

ખૈર, ફરિથી સત્ય ક્યારેય તટસ્થ નથી હોતું ક્ષીર-નીર નો ફરક ન જાળવી શકે એ સત્ય નથી હોતું. સત્ય હમેશા તરફદારી કરે છે, પક્ષ લે છે. સત્ય વ્યાકરણના નાન્યેતર જાતીનો ગેરફાયદો નથી ઉઠાવતું !

[ થોડો વ્યસ્ત છું આજકાલ એટલે નરેન્દ્ર મોદીની શપથવિધી ટિ.વી. પર જોઇ ના શકાઈ એટલે વિડિયો ડાઉનલોડ કરી રાખ્યો હતો આજે જોયો ! ;) ;) ]

Share.

About Author

મોડીરાત્રીઓ, ધુમાડો, કોફી, કોડિંગ, એક્સપ્લોઇટ્સ, ગઝલો, બાઇકિંગ, જંગલો, પથ્થરો, લોકો, પુસ્તકો, રખડપટ્ટી, લાઈફની મઝા છે. એની દરેક અનુકુળતાઓ અને વિષમતાઓમાં. અને એ બધું અંગત નોટના પાનાઓમાંથી અહીં સુધી ફેલાયું છે. આ લખાણો મારા છે અને એક જ ડ્રાફ્ટમાં લખાયેલા છે, તો કોઇ માહીતીદોષ દેખાય તો ધ્યાન દોરશો. __નિખિલ શુક્લ. ;) :)

Leave a Reply

Powered By Indic IME
%d bloggers like this: