ક્યુંકી દાગ અચ્છે હોતે હે !

0

માત્ર આદર્શો/લાગણીઓ/સંવેદનાઓ/સુવિચારો/સજ્જનો/સુવાક્યો/નોવેલ્સ/કવિતાઓ માણસોને વેદિયા બનાવે છે, સાવ કપોળ કલ્પિત મનોવિશ્વમાં રમતો કરિ નાંખે છે, એ બબુચક બની જાય છે, એ નાનિ નાનિ વાતોમાં ઝંડે ચઢી જાય છે, નાનિ નાનિ વાતોમાં ખોટું લગાડે છે અને હસિ પડે છે , એ બહેકી જાય છે, પોતાના સોશિઅલ સાઇટ્સ ઉપર મુકાતાં સ્ટેટસ/અપડેટ્સ ઉપર બિજાઓની લાઇક્સ/કોમેન્ટ્સ/માર્ક્સ ઇચ્છતો થઈ જાય છે ! .. ;)

…અને આવી માનસિકતા સ્વભાવ અધુરો છે, અર્ધવિકસિત છે, અપુર્ણ છે. અને એવા લોકો બહુ નાદાન રીતે વર્તે છે , નાસમજીની વાતોને સમજવા પ્રયત્ન કર્યા કરે છે..

…સંપુર્ણ બનવા માટે ઝગડા કરવા પડે છે, ક્યારેક તમતમી જવું પડે છે, ક્યારેક ગાળો બોલવી પડે છે, ખુના મરકિના સમાચારો અને વિગતો જાણવી પડે છે, ક્યારેક બુટ વગર , સ્લિપર પહેરીને , હાથની શર્ટનિ બાંયોને અડધે સુધી ચઢાવીને ફરવું પડે છે, કોઇક ઇરોટિક નોવેલ્સ અને ચિત્રો જોવા જોઇએ, કોઇ ટપોરીને થપ્પડ ફટકારવી જોઇએ, કોઇ અવળચંડાને હડદોલો મારવો પડે, કોઇ બહુ ચર્ચિત હોવાના ભ્રમમાં ફરતાં મહાન શખ્શોને ધક્કે ચઢાવવા પડે છે…બબાલો કરવી પડે છે…

.એનાથી _ટેસ્ટ_ વિકસે છે, પસંદ ના પસંદની કળા/શોખ વિકસે છે, મરજી નામરજી નો મિજાજ આવવા માંડે છે, બધી વસ્તુઓ બાબતો વ્યક્તિઓ ને શક્ય એટલા તમામ પાસાંઓ/સંદર્ભો/પશ્વાદભુ માં જોઇ શકવાની આવડત આવી શકે છે…

ચોખ્ખી હા અને સ્પષ્ટ ના પાડી શકાય છે, મોંફાટ હસી શકાય છે અને મંદમંદ મુસ્કુરાઈ શકાય છે, અને જંગલના ધુમાડાની જેમ ભ્રમિત થઈ શકાય છે અને…. ઇઠ્યાસી લાખ ફેરાઓને “વસુલ” કરી શકાય છે.

..અને આવું કેમ હોય છે ?? …ક્યુંકી દાગ અચ્છે હોતે હે… ;) ;)

[સાતત્યનું આજનું સ્ટેટસ ;) ]

Share.

About Author

મોડીરાત્રીઓ, ધુમાડો, કોફી, કોડિંગ, એક્સપ્લોઇટ્સ, ગઝલો, બાઇકિંગ, જંગલો, પથ્થરો, લોકો, પુસ્તકો, રખડપટ્ટી, લાઈફની મઝા છે. એની દરેક અનુકુળતાઓ અને વિષમતાઓમાં. અને એ બધું અંગત નોટના પાનાઓમાંથી અહીં સુધી ફેલાયું છે. આ લખાણો મારા છે અને એક જ ડ્રાફ્ટમાં લખાયેલા છે, તો કોઇ માહીતીદોષ દેખાય તો ધ્યાન દોરશો. __નિખિલ શુક્લ. ;) :)

Leave a Reply

Powered By Indic IME
%d bloggers like this: