આ તે વળી કેવું ગુજરાતી ?

0

અનુભવો મારા , આ પછડાતી, ઉછળતી , રંગીન અને શ્વેતશ્યામ , ખાનાબદૌશ અને ગમે ત્યાં રાતવાસો કરતી જીંદગી અને મિજાજ, એ જ તરન્નુમ માં રહેતી અને વહેતી અને ખુશખુશાલ કરી નાંખતી તકલીફો અને જાહોજલાલ મુશ્કેલીઓની વણઝાર અને એમ જ …મારી જ ભાષા અને મારી જ અભિવ્યક્તિ અને મારી જ રીતો અને મારી જ વાતો…

…નજીકમાં બે ત્રણ “ઓફલાઇન” ઓળખાણ ધરાવતાં અને અવારનવાર મારા ઓનલાઈન ગુજરાતીમાં મુકાતા સ્ટેટસ ને “જોઇ લેતાં” સજ્જનોએ મારી ખામીઓ અંગે ધ્યાન દોર્યું…અને હાં જેઓ પોતે પોતાના સ્ટેટસ અને વગેરે… “એસએમએસિયા ગુજરાતિમાં” (!) મુકે છે..એવા સજ્જનોએ મારી ખામીઓ અંગે ધ્યાન દોર્યું…. “મેં સદકે જાવાં…” ! ;)

શું ખામીઓ હતી એ ?

એ જ કે, આ તે વળી કેવું ગુજરાતી ? , અને હાં… “..આમ લાગવું જોઇએ કે કોઇકે કં’શું લખ્યું છે…” – એ સલાહ તો ખરી જ !

..જે લોકોને ગુજરાતી સમાચાર પત્રો તો ઠીક છે , પણ દુનિયાના પ્રતિષ્ઠિત સામયિકો કે સંસ્થાઓ કે સમાચાર પત્રો ની ગતાગમ નથી…..અને હાં, એવા લોકો, કવિતાઓ લખે છે, ફકરા/ફકરીઓ લખે છે..અને અજાણ્યા / જાણ્યા લોકોની રચનાઓ “શેર” પણ કરે છે…..અને…. એ લોકો મારી ખામીઓ શોધી શકે છે ! ….

ખૈર, હું શું કહું ? … મેં એમને મનહર ઉધાસની ગાયેલી એક ગઝલનો શરૂઆતનો એક શેર કહ્યો…

“ભુલાતી પ્રેમમસ્તીની કહાનિ લઈને આવ્યો છું,
કલાપિ બાલનિ અંતિમ નિશાનિ લઈને આવ્યો છું,

કદી ગઝલઓ’ય સાંભળવી ઘટે સાહિત્ય સ્વામીઓ,
નહિ માનો હું એ રંગીન બાની લઈને આવ્યો છું,…”

મને લાગે છે કે મારું આ મારા જેવું જ અવ્યવસ્થિત અને અપરંપરાગત અને અ-સામાજીક અને અનપેક્ષિત અને અ-લાયક અને..અ …અ ..અ ગુજરાતી …વિશ્વવિખ્યાત બનાવી દેશે…પછી ભલે ને ટિકાઓ થાય પણ એ પણ વૈશ્વિક સ્તરે થશે.. :D :D

જો કે, મને આ શબ્દ ગમ્યો..બહુ વિચિત્ર અને જોરદાર ગમ્યો…. આ શબ્દ કે કટાક્ષ !! – સાહિત્ય સ્વામીઓ !! ;) ;)

Share.

About Author

મોડીરાત્રીઓ, ધુમાડો, કોફી, કોડિંગ, એક્સપ્લોઇટ્સ, ગઝલો, બાઇકિંગ, જંગલો, પથ્થરો, લોકો, પુસ્તકો, રખડપટ્ટી, લાઈફની મઝા છે. એની દરેક અનુકુળતાઓ અને વિષમતાઓમાં. અને એ બધું અંગત નોટના પાનાઓમાંથી અહીં સુધી ફેલાયું છે. આ લખાણો મારા છે અને એક જ ડ્રાફ્ટમાં લખાયેલા છે, તો કોઇ માહીતીદોષ દેખાય તો ધ્યાન દોરશો. __નિખિલ શુક્લ. ;) :)

Leave a Reply

Powered By Indic IME
%d bloggers like this: