ઇશ્ક ભી કિયા રે મૌલા..

0

ઇશ્ક ભી કિયા રે મૌલા..દર્દ ભી દિયા રે મૌલા..
યું તો ખુશ રહા..મગર કુછ રહ ગયા બાકી..

અને નશો હોય છે ખુદ મુખ્તારીનો, પોતાના ગુમાનનો,બાઇકના સ્પિડોમિટરનો, ઉડતી ધુળનો, કુદાવાતાં બમ્પ નો, ચાલુ બાઇકની દેમાર સ્પિડેપગ નિચે લંબાવીને એમ જ પડેલા કોઇના ફેંકી દિધેલા નમકિનના પડિકાં/રેપર ને અડફેટે ચડાવવાનો, લોકો/ચહેરાં/નાની અને મોટી આધુનિક અને ગ્રામિણ હોટેલો નો પાછળ રહિ જતાં રસ્તાના ઝાડોનો..પણ, ક્યાંક એક ખલિશ એક તિખારો એક લિસોટો અને એક અધુરી ગઝલનો અ-સ્પષ્ટ શેર -“..કોઇ કાળે સુરજમાંથી હું છુટો પડી ગયો છું” _!

ભગવાન અને પરમતત્વની અનુભુતિનો અને દુનિયા જેને ઇશ્વર કહે છે એના અસ્તિત્વના નકારનો પણ એક નશો છે, હોય જ છે. ઉડતાં અને થોડાં ફેંદાયેલા રહેતા માથાના વાળની પણ તબિયત હોય છે, એક મિજાજ હોય છે જે બળબળતા તાપમાં મહેરુમિયતને રૂમાનિયતમાં તબદિલ કરે છે અને મેટા-મોર્ફિઝમનો એ કમાલ એક બહેતરીન કલામ યાદ અપાવી દે છે..

“તું નહિ દિખા રે મૌલા..સબ નહિ બિકા રે મૌલા,
ઔર જહાં રુકા વહાં પર જામ હે ખાલી..”

એના અસ્તિત્વની કોઇ સાબિતિ નથી પણ પોતાના અસ્તિત્વનો જે ખુમાર છે એની આગળ તો બિજી તમામે તમામ સાબિતિઓ “અ-સાબિતિઓ” બનિ જાય છે! કાફિર હોને કા વજુદ..ક્યા કહિએ..ક્યા કહિએ! અને તો’ય કોઇ દુન્યવી સિમાઓના હેંગઓવરની જેમ કોઇ જીવલેણ ચેપી બિમારીની જેમ સણકો ઉપડયા કરે કે – “જીંદગી જિયા મગર કુછ રહ ગયા બાકી..”

..અને પછી પોતેજ પોતાના જીવનને “ડિબગ” કરવાના કર્તવ્યને આધિન તમે એ શોધમાં હોવ, શોધતાં રહો કે સત્ય શું છે? ક્યાં છે? કેમ અને કેવું છે અને સત્ય એ સત્ય જ કેમ છે ? અને હાઇવે ઉપરના એક અજાણ્યા કાતિલ ટર્ન આગળ સામેથી પસાર થતી અને બાજુમાંથી નિકળીને હલબલાવી જતી કોઈ ટ્રકના હવાના ધક્કે પેલો “જેક સ્પેરો” કેપ્ટન જેક સ્પેરો કુદીને બાઇકની પાછળ વિક્રમ વેતાળના વેતાળની જેમ બેકસીટ પર આવી જાય અને કહે કે – “જીવનમાં એક તબક્કો તો એવો આવે જ છે કે જ્યારે માણસે પોતાના કામની જવાબદારી પોતે લેવી રહી” – જેને કેપ્ટન બારબોસા પણ આવકારે છે અને.. ગુમાનિ સ્વભાવ અને સહસ્ત્રાબ્દિઓ જોઇ ચુકેલા માણસના ડિ.એન.એ પોકારી ઉઠે છે. છેવટે જવાબ મળી જાય છે. કેમકે માણસ બહુ વિચિત્ર છે. એ જવાબો શોધે છે અને ન મળે તો આખું વિશ્વ એ જવાબોને અનુકુળ કરીને પણ જવાબો ને ગોઠવી લે છે! સદીઓ થી ચાલ્યા આવતાં મ્યુટેશનનો આ કમાલ છે અને બેમિસાલ છે. “નાડા માટે નડિયાદ જઈ”– શકે છે એ માણસ છે! સો ટકા માણસ!

“ચાહ કી કમી મેં તુ હે..આંખ કી નમીં મે તુ હે..
આસ મેં તું..પ્યાસ મેં તુ સાંસ મેં તું,
બેવજહ હસીં મેં તુ હે, જો દિખે ઉસી મેં તુ હે..
અશ્ક મેં તુ..રશ્ક મેં તુ જાન મેં તુ ”

..અને માણસના બેફિકરા અને ગુમાનિ સ્વભાવ મુજબ જ એ ખુશ રહે છે મારી મચેડીને ખુશ રહે છે. કોઇ અવસાદ નહી,કોઇ દુઃખ નહી. બલ્કે “મિયાં પડ્યા પણ ટંગડી ઉંચી”- રાખીને પણ..

“ફક્ર ભી કિયા રે મૌલા..ઇલ્મ ભી લિયા રે મૌલા..
ઇશ્ક ભી કિયા રે મૌલા..દર્દ ભી દિયા રે મૌલા..
જીંદગી જિયા મગર કુછ રહ ગયા બાકી..”

અને છેલ્લે ફરી એ જ પ્રકૃતિ , નિયતી, કુદરતને પડકારવાનું એના સ્વભાવમાં છે..

“ઝિસ્ત કી સચ્ચાઇયોં સે..રુહ કી ગહેરાઇઓં સે..રાત કી તનહાઇઓં સે તું ગુઝર ઝરા..”

અને સનિ લિયોન,રણદિપ હુડા જેવા બોલ્ડ એન્ડ બ્યુટી એને “જીસ્મ” ફિલ્મમાં બતાવી દે તો મારા જેવા લોકો ને એ ખેંચાતો અવાજ અને શબ્દો મોઢે થઈ જાય છે.

“ઈશ્ક ભી કિયા રે મૌલા દર્દ ભિ દિયા રે મૌલા..ફક્ર ભિ કિયા રે મૌલા ઇલ્મ ભી લિયા રે મૌલા.” અને એકવાર તું પણ મારી જેમ માણસ હોવાની જખ મારી જો મૌલા! ;) :D

[ 2014-આજના દિવસે, સાતત્ય- મહેફિલ-એ-ખાસ .. માંથી ઉઠાયા રે મૌલા અને અહિં પેસ્ટ કિયા રે મૌલા ;) ]

Share.

About Author

મોડીરાત્રીઓ, ધુમાડો, કોફી, કોડિંગ, એક્સપ્લોઇટ્સ, ગઝલો, બાઇકિંગ, જંગલો, પથ્થરો, લોકો, પુસ્તકો, રખડપટ્ટી, લાઈફની મઝા છે. એની દરેક અનુકુળતાઓ અને વિષમતાઓમાં. અને એ બધું અંગત નોટના પાનાઓમાંથી અહીં સુધી ફેલાયું છે. આ લખાણો મારા છે અને એક જ ડ્રાફ્ટમાં લખાયેલા છે, તો કોઇ માહીતીદોષ દેખાય તો ધ્યાન દોરશો. __નિખિલ શુક્લ. ;) :)

Leave a Reply

Powered By Indic IME
%d bloggers like this: