દુખો પણ ગ્લેમરસ હોય છે

0

….અને ઉમરાવ જાન નું કોઇ ગીત હોય..જિંદગીની એની પોતાની ટ્રેડમાર્કિય (!) લાક્ષણિકતાઓ હોય…ખાનાબદૌશીનો અહેસાસ હોય…ચિંતાઓના ભાર ને ઓવરટેક કરતો બેફિકરાઇનો દમામ હોય…ઉજાગરાઓનું એક સત્ય હોય…વિચારોની અલ્ટ્રાહાઇ-ફ્રિકવન્સિ હોય…પાંપણોની ઉપર અને આંખોની…સ્વપ્નિલ આંખોની નીચે ઉજાગરાના દસ્તખત હોય… અને…

“ઇન આંખોકી મસ્તી કે મસ્તાને હઝારોં હે ….ઇન આંખો સે વાબસ્તા અફસાને હઝારોં હે…”

..વાબસ્તા !!! …એટલે કે જોડાયેલું / સંકળાયેલું / રિલેટેડ..આંખોની સાથે જોડાયેલા અફસાનાઓ ! …સ્વપ્નિલ આંખો સાથે આમપણ અફસાનાઓ જ જોડાયેલા હોતા હોય છે…હસવાના/રડવાના/ઉદાસી અને ખુશી અને રૌદ્ર…વ્યંગ..બિભત્સ..સુધીના રસોનું કોકટેલ ! એની’ય પોતાનિ એક મઝા છે…નરેન્દ્ર મોદીને સંસદના પગથિયા ઉપર માથું ટેકવતા જોવાનિ મઝા જેવી જ !

…પણ…લાઈફમાં કોના બાપ નથી મરતાં ? કોની માં નથી મરતી ? કોણ દુખી નથી હોતું….. કોને ફરિયાદ નથી હોતી કે …. “એક વિતેલો પ્રસંગ ફરી ઉજવવો છે ઓ ખુદા …એક પળ માટે વિતેલી જીંદગીનું કામ છે…”

ખૈર…અવસાદોની પણ એની પોતાનિ એક જાહોજલાલી હોય છે..ઘેરી..ધુમાડાથી ઝિરો વિઝિબિલિટી માં પહોંચી ચુકેલી..અને…ઠંડી અને બોઝિલ..શ્વાસમાં ઘુંટાઈ ગયેલી દવાઓ અને ઇન્જેક્શનની સુગંધનિ જેમ ..એનો પણ એક નશો હોય છે…અને એ નશો બહુ જોરદાર હોય છે..કીક આપે છે…આડ્રેનાલિન ગ્લેન્ડને ઉત્તેજિત કરે છે…અને…કોઇ સ્ટ્રોંગ સ્ટેરોઇડ ડ્ર્ગ નીજેમ અચાનક અ-કારણ આનંદ ઉભરાય તો …એને શું કહેવું ? …સેલ્ફ-મોટીવેશનની આ ચરમસીમા હોઇ શકે છે…અથવા તો માનસિક સંતુલનની પરાકાષ્ઠા અથવા તો…એક એટિટ્યુડ માણસ..જીવતાં માણસ હોવાનો !!

“ઇસ શમ્મ-એ-ફરોઝા કો આંધીસે ડરાતે હો…ઇસ શમ્મ-એ-ફરોઝાં કે પરવાને હઝારોં હે…”

..અને…એનિ જ તો મઝા છે…જેણે તકલીફો નથી જોઇ એને ખુશ થતાં નથી આવડતું , એને ફાટફાટ ખુશી નહિ જ અનુભવાય જેણે મારમાર હાડમારીઓ નથી વેઠી ! જેણે ઉજાગરા નથી કર્યાં એને ક્યારેય ઉંદી ઉંઘ નથી આવી શકતી…જેણે સંઘર્ષ નથી કર્યો એની ઉપલબ્ધિઓ વાસી થઈ ગયેલી હોય છે…જેને લોહી નથી નિકળતું એનિ તંદુરસ્તી હવાઇ ગયેલા ફટાકડા જેવી હોય છે…એને જોઇ શકાય પણ…ધડાકો ન કરી શકાય ! ખુશ થવા માટે પણ દુખી થવું જરૂરી હોય છે….દુખોના પહાડ ઉપર ટ્રેકિંગ કરીને..લપસીને..પછડાઇને જ…ખુશીઓથી રૂબરુ થઈ શકાય છે…

દુખો પણ ગ્લેમરસ હોય છે..એની એક ગુલાબી હોય છે…જ્યાં ગુલાબી રંગ ને કાળાશ વડે શોભાયમાન કરાય છે..અને એ …પછી…દુખોને સામી છાતીએ સ્વિકારી લીધા પછી….અસિમ આનંદ…અનહદ ખુશી…બેફામ હાસ્ય…અ-કારણ હાસ્ય….તમને જુના જોક્સ યાદ આવવા માંડે..જુના બનાવો…મસ્તીઓ યાદ આવવા માંડે..બિચારો ભગવાન પણ કેટલાને સુખ આપે ! …કોઇક તો જોઇશે જે દુખોને એની સંપુર્ણતાથી ખિલવા દે…દુખોને શણગારે એને પ્રજ્વલિત કરે…

“ઇક સિર્ફ હમ હિ મય કો આંખોસે પિલાતે હે….કહેને કો તો દુનિયામેં મયખાને હઝારોં હે…”

અને ત્યારે દુખો પણ જાણે કે કોઇ દારૂડીયાની જેમ મસ્તીમાં આવી જાય છે ! …અને એનો આનંદ હોય છે..અસ્થાયી/અનોખો/અ-કારણ..આનંદ કે જ્યારે …ડિસઈન્ફેક્ટન્ટની વાસ શ્વાસમાં છવાઇ ગઈ હોય…દવાઓના રેપર ઉપર લખેલા કેમિકલ્સના નામોએ તમારા શબ્દભંડોળને અચાનક વધારી નાંખ્યુ હોય..ઉજાગરાઓને આંખો પાસે ઓવરટાઇમ કરાવ્યો હોય..મુફલિસીનો હેંગઓવર હોય….અને..હાં ઉમરાવ જાન નું કોઇ ગીત હોય અને રેખા ઉપર ઇક્ચરાઇઝડ થયું હોય …અને તમને દુખોને શણગારવાનું મન થયું હોય !!

Share.

About Author

મોડીરાત્રીઓ, ધુમાડો, કોફી, કોડિંગ, એક્સપ્લોઇટ્સ, ગઝલો, બાઇકિંગ, જંગલો, પથ્થરો, લોકો, પુસ્તકો, રખડપટ્ટી, લાઈફની મઝા છે. એની દરેક અનુકુળતાઓ અને વિષમતાઓમાં. અને એ બધું અંગત નોટના પાનાઓમાંથી અહીં સુધી ફેલાયું છે. આ લખાણો મારા છે અને એક જ ડ્રાફ્ટમાં લખાયેલા છે, તો કોઇ માહીતીદોષ દેખાય તો ધ્યાન દોરશો. __નિખિલ શુક્લ. ;) :)

Leave a Reply

Powered By Indic IME
%d bloggers like this: