અમારા ભાગ્યનો મુકામ છે તારી હથેળીમાં

0

..પેપર, સમાચાર પત્રોની વેબસાઇટ્સ , ખુલ્લી ચર્ચાઓના મંચ , રસ્તા ઉપર , હું અમસ્તાં રખડવા નિકળી પડું તો હાઇવે ઉપરની હોટેલો અને ઓનલાઇન સાઇટ્સ ઉપર પણ….

આજકાલ બધાં લોકો કેજરીવાલથી લઈને નગરપાલિકાના પાઇપલાઇનના વાલ્વ સુધી એટલું બધું બક્યા કરે છે અને એવી એવી વાતો કરે છે કે…. મને કંઈ કહેવાનું મન જ નથી થતું … અને એ સારું છે કેમકે… એનાથી કંટાળીને છેવટે ફોર ધ શેક ઓફ ચેન્જ …પણ અવનવી વાતો મગજમાં અનાયાસ ઉભરી આવે છે…. જુના પણ મગજના દરેકે દરેક બિલિયન્સ ઓફ ન્યુરોન્સને ઝણઝણાવી નાંખે એક્સપ્લોઇટ્સ… અત્યારે આઉટડેટેડ પણ જે તે સમયે સર્વોચ્ચ સાબિત થયેલી કોડિંગ ટેકનિક્સ…. ગુગલ કોડ કમ્પિતિશનના જુના સોલ્વ થઈ ગયેલા કોયડાઓ…ફેસબુક હેકર્સ કોર્નરની વાતો….આ સાતત્યનો જુનો કલર અને એનું સૌથી પહેલાનું સાદું સરળ અને મને બહુ ગમતું ફોરમેટ… અને એમ એક જુનિ ગઝલ અનાયાસ ઉભરી આવી…

મને બહુ ગમી આ ગઝલ અને એટલી કે બિજી પણ અમુક ગઝલોની જેમ અનાયાસ યાદ પણ રહિ ગઈ… યાદશક્તિ સારી હોવાનિ સાલિ તકલીફો ઘણી છે…પણ આવિ કોઇ ગઝલ યાદ રહિ જાય અને પછી યાદ આવી પણ જાય તારે હું જાતેજ મારી પીઠ થાબડવાનું સદનસિબ મારા વડેજ મેળવું છું… અને સાતત્ય ઉપર આ મુકવાની જે મઝા આવે એ અલગ, અવર્ણનિય, અલૌકિક…અને અ-તાર્કિક પણ ખરી જ ! ;)

અમારા ભાગ્યનો મુકામ છે તારી હથેળીમાં ,
કદી વિશ્રામ કદી તોફાન છે તારી હથેળીમાં

પછી શાને ચઢેના કેફ બેહદ આ સુરાલયમાં,
મહેંદિથી ઘુંટેલો જામ છે તારી હથેળીમાં,

નવી બાંધે ભલે નગરી પરતું જઈશ ના ભુલી,
હજી ખંડેર છે મારું ગામ તારી હથેળીમાં,

કબર પર કંકુના આકાર તમારા હાથથી દેજો,
અમારું કોતરેલું નામ છે તારી હથેળિમાં,

હથેળી જોઇ રાધાની કહ્યું તું કોઇ જોષિએ,
ભલે તુ હોય ગોરિ શ્યામ છે તારી હથેળીમાં

___ કોણે લખી છે ખબર નથી , _લગભગ સાત-આઠ વર્ષ પહેલાં_ એકવાર મોડીરાત્રે અમસ્તાં કોઇ ગુજરાતી ચેનલ ઉપર “શ્યામલ-સૌમિલ ” ને ગાતાં સાંભળ્યા હતાં…અને બેક ટુ બેક .. બિજી એક ગઝલ પણ એમનિ…

“રોજ સાંજે પંખીઓના મોરચા મંડાય છે….વૃક્ષની માલિકિ બાબત માંગણીઓ થાય છે…” , ખૈર, એ પછી ક્યારેક…

Share.

About Author

મોડીરાત્રીઓ, ધુમાડો, કોફી, કોડિંગ, એક્સપ્લોઇટ્સ, ગઝલો, બાઇકિંગ, જંગલો, પથ્થરો, લોકો, પુસ્તકો, રખડપટ્ટી, લાઈફની મઝા છે. એની દરેક અનુકુળતાઓ અને વિષમતાઓમાં. અને એ બધું અંગત નોટના પાનાઓમાંથી અહીં સુધી ફેલાયું છે. આ લખાણો મારા છે અને એક જ ડ્રાફ્ટમાં લખાયેલા છે, તો કોઇ માહીતીદોષ દેખાય તો ધ્યાન દોરશો. __નિખિલ શુક્લ. ;) :)

Leave a Reply

Powered By Indic IME
%d bloggers like this: