નાસ્તિક એ જ હોઇ શકે

0

નાસ્તિક એ જ હોઇ શકે છે જેને પોતાનું ભાન છે, પોતાના હોવા-ન હોવાની સમજ છે, જે લોકો પોતાને ઓળખવાનિ કે પોતાને રૂબરુ જોઇ શકવાની લાયકાત નથી કેળવી શકતા એ લોકો નાસ્તિક હોવા માટે ગેરલાયક ઠરે છે.

અને…નાસ્તિક માણસ જ હોઇ શકે. કુતરાં બિલાડાં માટે નાસ્તિક કે આસ્તિક હોવાની કોઇ જોગવાઈ નથી હોતી, અને માણસ…એ ગમે તે હોઇ શકે, ગમે તે બની શકે.

…તમારું કુળ કયું છે, ગોત્ર ?? – લગ્નની વાત હોય કે સામાજિક મેળાવળા હોય , લોકો હંમેશા અમુક બાબતોને ગમે ત્યાંથી વચ્ચે લઈ આવે છે.

હું શ્રી ગૌડ બ્રાહ્મણ છું, અને આ સમાજની પિરામિડ જેવી , પણ ઉંધા માથાની જાતિ/વર્ણ વ્યવસ્થામાં મારી ઉપર કોઇ નથી !!! ;) ;) , પણ એટલે શું ?

મહત્વનું શું છે ? ગીતા કે ધર્મગ્રંથિ ને ગોખવા કે એને અમલમાં મુકવા ? opensource ના શરૂઆતકારો અને સમર્થકો એ ક્યારેય ગીતા નથી વાંચી અને છતાંય એ લોકો એ મુજબ જ પોતાનું કામ કરે છે, તો એ કામ વ્યર્થ છે ? દુનિયામાં નજર નાંખો જરા !

હમણાં ફરી એક ઘરડાં ડોસા જોડે થોડીક રકઝક થઈ ગઈ, એ પણ બ્રાહ્મણ છે, મારા ગોત્રના જ છે. મે કહ્યું છેલ્લે સમાપન કર્યું કે…

“..જુઓ હું મારા નામને સાર્થક કરું છું…”
“..એટેલ…?, એ સરસ કહેવાય પણ કેવી રીતે…”

“..નિખિલ એક સંસ્કૃત શબ્દ છે , એનો અર્થ થાય સમસ્ત-સંપુર્ણ વગેરે….અને હું બ્રાહ્મણ પણ ખરો અને બ્રાહ્મણ શબ્દનો એક અર્થ પેલો છે ને કે…. બ્રહ્મ+ગ્નાન ! …એટલે એમ હું … બધુંજ ભેગું કરું છું…થઈ ગયું ને…બ્રહ્માંડીય ગ્નાન ! , ”

“..એ તો બરાબર પણ…”

“..એમ નહિ જુઓ..બધી ખબર પાડતાં પાડતાં મને એ ખબર પડી ગઈ છે કે ભગવાન ક્યાં છે , અને એ __આ બધાંમાં__ તો નથી જ.. ”

“..ક્યાં છે…”

“..હું જ ભગવાન ! તમે’ય ભગવાન…”

“…એવું ના બોલાય..બ્રાહ્મણ થઈને આવું બધું…”
——-

મારા આસપાસના લોકો/સમાજ માં જે વિરોધ રોજેરોજ થયા કરતો હોય છે એ તો હવે, “..હમને દેખા હે તજુર્બા કરકે…” ;) ;) ..અને લોકોને અહિં ઓનલાઈન સાઇટો કે ફેસબુક ઉપર થતી બબાલો વિચલિત કરી મુકે છે !! ઢીંગલા-ઢીંગલીઓ જેવા લોકો સાવ ! ;)

..ખૈર,વાત નૈતિકતાની છે, પવિત્રતાની છે, ગંધાતી, વાસ મારતી, ચિતરી ચઢે એવી ધાર્મિકતા કરતાં , સાફ સ્વચ્છ,ઉજળી , તેજોમય,અગ્નિ જેવી શુધ્ધ નાસ્તિકતા વધારે બહેતર છે, બલ્કે, ઉત્કૃષ્ઠ છે.

બુલ્લે આશિક હોઇયાં રબ દા, હુઇ મલામત લખ,
તેનોં કાફિર કાફિર આખદે, તું આહો આહો અખ,

…બુલ્લે શા’ તું ભગવાન(ધર્મનો નહિ , ધાર્મિક નહિ !) નો જ બનિને રહિ ગયો , અને લોકો તારિ નિંદા કરે છે ,એ તને કાફિર કાફિર કહે છે , અને તું જવાબ આપે છે – હાં , હું કાફિર !

Share.

About Author

મોડીરાત્રીઓ, ધુમાડો, કોફી, કોડિંગ, એક્સપ્લોઇટ્સ, ગઝલો, બાઇકિંગ, જંગલો, પથ્થરો, લોકો, પુસ્તકો, રખડપટ્ટી, લાઈફની મઝા છે. એની દરેક અનુકુળતાઓ અને વિષમતાઓમાં. અને એ બધું અંગત નોટના પાનાઓમાંથી અહીં સુધી ફેલાયું છે. આ લખાણો મારા છે અને એક જ ડ્રાફ્ટમાં લખાયેલા છે, તો કોઇ માહીતીદોષ દેખાય તો ધ્યાન દોરશો. __નિખિલ શુક્લ. ;) :)

Leave a Reply

Powered By Indic IME
%d bloggers like this: