સાતત્યનો બીજો રાઉન્ડ ?!

0

..પેલા મર્ડર-ટુ- નું પેલું ..”એ ખુદા,” ગીત અત્યારે mplayer માં command mode (console) માં વાગી રહ્યું છે ,અને mplayer ના API અને linux kernel , sound card , circuitry વગેરેની સાથે મારા કાન આંખો મગજ , જોડે જોડે હુંય ગણગણતો હોઊ એટલે ગળું અને સ્વરપેટીઓ , અને એમાંય આ બધું પાચું ચાલે/દેખાય GNOME-2 (GNOME-3 ..sucks !;) ) માં કે જેને મેં જાતેજ કંપાઈલ કરીને મારી મચેડીને ગોઠવ્યું છે,અને ,બહુ અદ્યતન હાર્ડવેર લેવાના ચસકામાં (!) , ડ્રાઈવર્સ ના નખરાં તો,થાય એટલા ઓછા ! , અને ALSA , framebuffer, legacy compatibility , safe graphics mode ને મંતરી મંતરી ને ,કોઇ નવીન અસાધારણ જીનેટિક અખતરાં વડે એક નવીજ જૈવિક પ્રજાતિ નું સૌથી પહેલો સજીવ હોય કે લેબોરેટરીમાં આજે જ પહેલીવાર આવિષ્કારિત થયેલું કોઇ “તત્વ / ધાતુ / પદાર્થ” હોય કે, zero day exploit હોય,એમ મારી અદ્વિત્ય સિસ્ટમમાં આ બધું માણવાથી મગજમાં ઉત્પન્ન થતાં ઇલેક્ટ્રોમેગ્નેટિક તરંગો ,ની એક જુગલ બંધી,અને,એવામાં ફેસબુક ઉપર એક પોસ્ટ વાંચી લીધી,અને પછી તો, , , અશ્વિની ભટ્ટની “આશ્કા માંડલ” નો જસવંત જજોરી- લુટારો પોતાના પહેલવાન-કમ-સાથીદારને એક ચોક્કસ પ્રસંગે કહેતો હતો એમ , મનોમન બોલી પડાય, “વાહ ! , જૈસા,ક્યા બાત,” !! .. :D

મિત્ર હિતેશ જોષી – ના ફેસબુક સ્ટેટસ/પોસ્ટ વાંચી આજે .અને એમાં એક ફકરો જરાક વધારે ગમી ગયો કે પછી ધ્યાનમાં ચડી ગયો અને રહિ જ ગયો. આવી અચાનક આવી જતી પોસ્ટ કે રિપ્લાય કે કોમેન્ટ થી સાતત્યને ચાલ્વ્યે રાખવાના મનસુબાઓ રિચાર્જ્ડ થાય છે,રિન્યુ થાય છે અને આવી પોસ્ટ રિમાઇન્ડર ની ફરજ બજાવે છે ચોક્કસ !

____

“,આપણા લોકોની આપણી ભાષા પ્રત્યેની સુસ્તતા જાણતા હોવા છત્તા, એમણે જે ફોરમ બનાવ્યુ છે..જે સાતત્ય સાથે એને સંજોવ્યુ છે એ એક કાબીલેદાદ કામ છે..અને કોઈ જ રીટર્ન્સ કે એની અપેક્ષા વગર..આ માણસ કોઈ ધુની અલગારી સાધુ ગંગાને કિનારે બેસી દુનીયવી ચિંતાથી બહુ દુર એની મસ્તીમા ગાંજો ફુંક્યે જાય..એવી એકાગ્રતાથી..અને એવી જ બેફિકરાઈથી પોતાની ભાષા માટે પોતાના થી બનતુ કરી રહ્યો છે.! ,”
____

મિત્ર હિતેશ જોષી ના આ શબ્દો છે અથવા કહું કે પ્રેરણાદાયક શબ્દો છે. ,
—–
ખૈર, સાતત્ય વિશે હું ઘણી લાંબી વાતો કરી શકું છું અને એનો એક “મેકિંગ ઓફ સાતત્ય” નો અનુભવ લખવાનો હજુ બાકી પણ છે..પણ, હમણાં નહી. આ એના માટેનો સમય નથી. અને,વેલ, #saatatya નો બિજો રાઉન્ડ હજુ બાકી છે !!

“હમ સરે-રાહ લિયે બૈઠેં હે ઇક ચિનગારી,
જીસકા જી ચાહે ચરાગોં કો જલા લે જાયે,

કિસિકો કુછ દે શકે યે ઔકાત તો કહાં લેકિન,
હાં, કોઇ ચાહે તો જીને કી અદા લે જાયે,” _!

Share.

About Author

મોડીરાત્રીઓ, ધુમાડો, કોફી, કોડિંગ, એક્સપ્લોઇટ્સ, ગઝલો, બાઇકિંગ, જંગલો, પથ્થરો, લોકો, પુસ્તકો, રખડપટ્ટી, લાઈફની મઝા છે. એની દરેક અનુકુળતાઓ અને વિષમતાઓમાં. અને એ બધું અંગત નોટના પાનાઓમાંથી અહીં સુધી ફેલાયું છે. આ લખાણો મારા છે અને એક જ ડ્રાફ્ટમાં લખાયેલા છે, તો કોઇ માહીતીદોષ દેખાય તો ધ્યાન દોરશો. __નિખિલ શુક્લ. ;) :)

Leave a Reply

Powered By Indic IME
%d bloggers like this: