My Random Thoughts

4

My Random Thoughts !! — આવી ટેગલાઈન/ટાઈટલ સાથે એક બ્લોગ શરૂ કર્યો હતો વર્ડપ્રેસ ઉપર -nikhilshukl.wordpress.com – નામ સાથે…અને ..પછી એક દિવસે ઓંચિતાંજ ….માહિતિ સિધ્ધાંત(!)  ના ફ્રીલાન્સર તરીકે મારી પોતાનિ પ્રોફેશનલ વેબસાઈટ શરૂ કરવાના અને પોર્ટફોલિયો બનાવવાના દોસ્તો/ઓળખિતાંઓના સુચનોને અનુસરીને …એક સાઈટ બનાવી , પેમેન્ટ ગેટવે પણ રાખવાના ઇરાદા સાથે – nikhilshukl.com – અને , બેફિકરાઈના – ઉધ્ધત હોવાના – બેફામ હોવાના ઇગોના – થોડી તુમાખી અને – બેકારીના દિવસો માં સાવ નાની નોકરીઓના ઇન્ટરવ્યુમાં અનુભવેલા/સાંભળેલા  અને ઘણીવાર છાતીમાં સણસણતા વાગેલાં …કેટલાય વાક્યો/ફિલોસોફિને તોડીફોડી નાંખવાના-  મિજાજ અનુસાર , એને બ્લોગ જેવું કંઈક બનાવી નાંખ્યું…પછી/સાથે સાથે saatatya.co.in – પણ આવ્યું અને…વગેરે વગેરે… તમે જો એ જુના બ્લોગ ઉપર મારા બકવાસને સબસ્ક્રાઇબ કર્યો હોય તો…અહિંથી ફરી સબસ્ક્રાઇબ કરવું પડશે…પણ..મહત્વની વાત બીજી છે..અને એના માટે જ આ બ્લોગ પોસ્ટ..અને એ એમ છે કે…આ બધું કર્યા પછી…

…પણ જુનો વર્ડપ્રેસ-હોસ્ટેડ-બ્લોગ , એમનો એમ જ રહ્યો…. અને એ એક ભુલ હતી…અને…એક દિવસે એ ભુલ વિચલિત કરી જાય છે…કંઈક બેવફાઇનો અને અ-પ્રામાણિક હોવાનો અહેસાસ થયા કરે છે… “..જૈસે કી કોઇ ગુનાહ કર રહા હું મે ..” – ની જેમ .. અને…અમુક નૈતિકતા ના માપદંડો હોય છે…ચારિત્ર્યની વ્યાખ્યાઓ હોય છે…પ્રામાણિકતાના સિમાચિહ્નો હોય છે….અને એમ ભુલ સુધારવાની હોય છે….અને…નૈતિકતા/ચારિત્ર્ય/સિધ્ધાંતો ની કિંમતમાં કોઇ ડિસ્કાઉન્ટ નથી હોતું, એ પુરેપુરી ચુકવવી પડે છે…અને એનાથી આ ક્ષણભંગુર અસ્તિત્વ ક્યારેક ઝંખવાણું પડે છે ક્યારેક તકલીફ આપે છે ક્યારેક વિતાડે છે અને/પણ ક્યારેક મગતરાં જેવું આ અસ્તિત્વ જાહોજલાલ થયા કરે છે…

“…એકવાર ગણાઈ ગયેલો દાખલો ફરીફરી ગણવાનો કોઇ અર્થ નથી….નવો દાખલો લો…”

“..જે કામ/કોયડો/પ્રશ્નો તમારા પહેલાં કોઇ બિજું કરી/ઉકેલી ચુક્યું છે , એને વારેઘડીએ ન કરો/ઉકેલો ….કંઈક નવું કરો….”

“..જે કોડ કોઇ બિજું કરી ચુક્યું છે એને ફરિથી કરીને સમય વેડફો નહિ…કંઈક નવું , વણ-ઉકલ્યું કરો/ઉકેલો….”

“…જે ભુલો પહેલાં આ દુનિયામાં – બ્રહ્માંડમાં થઈ ચુકી છે , એને ફરી ન દોહરાવો…નવી ભુલો કરો….”

“..ગ્નાન નો  ટેકનોલોજીનો એકમાત્ર ઉદ્દેશ હોય છે…માનવજીવનને બહેતર બનાવવાનું….”

“..ધિઝ ઇઝ ઇટ….ધિઝ ઇઝ વ્હેર આઇ બિલોન્ગ….”

“..દેશભક્તિના આયામો બદલાયા છે…હવે સમય અલગ છે…અને માટે દેશભક્તિના પેરામિટર્સ પણ બદલાવા જોઇએ….”

…અને intel corporations ના એક સમયના બહુ ચર્ચિત અને બહુઆયામી અને બહુ વખણાયેલા એક મોટા દરજ્જાના વૈગ્નાનિકે – કે જેણે વચન લીધું હતું – “…ઘેર ઘેર માઇક્રોપ્રોસેસર ને પહોંચાડવાનું..” – , પોતાના એક લેખમાં – keep it complex – માં કહ્યું હતું એમ કે….

“ટુ થિંગ્સ ઇન લાઈફ શુડ નેવર બી કમ્પ્યુટરાઈઝ્ડ….એન્ડ ધ સેકન્ડ ઇઝ એજ્યુકેશન….” – …
( જીવનમાં બે બાબતોને ક્યારેય કોમ્પ્યુટરાઇઝ્ડ ન કરવી/હોવી જોઇએ અને..બિજા નંબરની બાબત છે શિક્ષણ ! )
——-

ખૈર,…શું છે આ બધું ? – આ વિચારધારા છે __ઓપનસોર્સ__ અભિગમની !!

….આ હેકિંગ અને ઓપનસોર્સે આ દુનિયાને શું આપ્યું છે અને જે આપ્યું છે , એની હજુ સામાન્ય માણસને જાણ નથી , પણ એ અચંબિત કરી નાંખે એમ છે…. હું કોઇ “હેંગઓવર” માં નથી પણ…. હેકિંગ ઇઝ ગુડ !

શું થયું પાછું આજે ?? — ;) ;)

..કંઈ નહિ જુના બ્લોગને -nikhilshukl.wordpress.com – ડિલિટ કર્યો… સાથે બિજાપણ એક-બે વ્યક્તિઓ/દોસ્તો ના જુના બ્લોગને પણ પુર્ણાહતી આણિ દિધી ! એક અધ્યાય ખતમ થયો.

…અને, ઓપનસોર્સ જેવા અભિગમને નામ એક નાનુ અમથું યોગદાન આપ્યું….આપણે નાના માણસો છીએ, નાના યોગદાનો આપી શકીએ છીએ. મોટું આપણું ગજું નથી.

ઉપરથી બહુ ગ્લેમરસ દેખાતાં આ માહિતિ સિધ્ધાંત (information technology !) ની પાછલી બાજુ લોહિલુહાણ છે…પહેલાં પણ અને આજે પણ…

….લોકોને મારવામાં આવ્યા છે.., માનસિક અસ્થિરતા સુધી ટોર્ચર કરવામાં આવ્યા છે…કુટુંબ અને દુનિયાથઈ અલગ કરવામાં આવ્યા છે…તરફડિને મર્યા છે આ ડોમેઇનના લોકો….ફાયરિંગ સ્ક્વોડની સામે વિંધાયાં છે….અપહરણો થયાં છે….આખા જીવનની શોધખોળો કોઇ અજાણી ક્ષણે છિનવાઈ ગઈ છે…, કાચની વેક્યુમ-ટ્યુબસના ટુકડાઓ ફુટીને/ઉછળીને છાતીમાં / આંખોમાં ઘુસી ગયાં છે અને મેડિકલ સાયંસના એ વખતના અધુરા ગ્નાનના કારણે ક્યારેક દિવસો સુધી ભયાનક/અમાનવિય તકલીફો સહન કરીને મરી ગયાં છે….મોટાં ટ્રાંસફોર્મસના ભાર નીચે કચડાઈને કેટલાય તેજસ્વી નામો …ગરોળિની કપાયેલી પુંછળીની જેમ..અનંત ક્ષણો સુધી તરફડતા/આંચકીઓ ખાતાં/ધ્રુજતા/ફફડતા મરી ગયાં છે….,

…ઇમેલના શોધક – રે ટોમ્લિન્સન – ને પેન્ટાગોન તરફથી સતામણી કરાઈ હતી _આવા_ અખતરાં કરવા માટે …    ધી બાપ ઓફ ઓપરેટિંગ સિસ્ટમ ના સર્જક એટલે કે “યુનિક્સ” ના સર્જક “કેન થોમ્પસન” ને ગાંડો કહિને સમાજથી અળગો કરાયો હતો….ગાંડો ?!?!, જેણે યુનિક્સનું પહેલું વર્કિંગ-વર્ઝન માત્ર આઠ-મહિનામાં બનાવ્યું હતું !!! , PDP-11 ની સાત-ઇંચની સ્ક્રીન માં એણે યુનિક્સને કોડ કર્યું હતું !! , — મારા રૂવાંડા ઉભા થઈ જાય છે, એ વિચારતાં !!! , મેં PDP-11 નું એમ્યુલેટર વાપર્યું છે અને….રૂવાંડા હજુય….

…અને કેન થોમ્પસને એક કોડ લખ્યો હતો – એક એવો કોડ જે બિજા કોડને જન્મ આપતો હતો/મારતો હતો/બનાવતો હતો….એક સાથે એણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને રોબોટિક્સ ના પાયા નાંખી દિધાં અને ….આ દુનિયા…મુર્ખ..ભુંડ જેવી…ગંધાતી દુનિયા એમ કહે છે કે કે…. “..એણે પહેલો વાઈરસ બનાવ્યો હતો…” !!

…દુનિયાની સૌથ મોટી ટેલીફોન કંપનીને માત્ર નાના બાળકની પિપુડિ વડે “હેક” કરી શકનાર અને છતાંય કોઇ નાણાકિય લાભ _નહિ_ લેનારા “કેવિન” ને આજે પણ (હાં આજે 2014 માં પણ !) , અમેરિકા “ઓસામા બિન લાદેન” કરતાં પણ વધારે જોખમિ ગણે છે અને..મોસ્ટ-વોન્ટેડ માંથી એનું નામ નથી હટાવાયું…!!

…આ ઇન્ટરનેટ નો આદ્યપિતા “ટિમ બર્ન્સ લી” – ગાંડો થઈ ગયેલો બુધ્ધિશાળી કહેવાતો હતો..

…યુનિક્સના ડેવલપર્સને પોતાના જ કોડબેઝ માંથી બાકાત રખાયા હતાં , નફાખોરી અને  ઇજારાશાહિ ના કારણે ….અને એ લોકોએ ..ફરી એકવાર શાહકાર કરી બતાવ્યો…. BSD નામની ઓપરેટિંગ સિસ્ટમ બનાવીને ! ઇંટકા જવાબ પથ્થરસે ! જ્જે બાત !!

સેટેલાઈટ-ઉપગ્રહ ને નડતી – પૃથ્વીની ગોળાઈ – અને આયનોસ્ફિયર/ટ્રેટોસ્ફિયર અને રેડિયો સિગ્નલસ ના સ્વભાવને …. સમજીને અમુક કોમ્પ્યુટરિયા લોકોએ…કુદરતને પડકાર આપ્યો અને જીતી ગયા હતાં..અને ગણિતશાસ્ત્રીઓ/ભૌતિકશાસ્ત્રીઓ હવામાન શાસ્ત્રિઓ જોઇ રહ્યાં મોં ફાડીને…!!

… અને કંઈ કેટલાય…નામો….ભગવાનો !!

…અને કોઇએ ક્યારેય રોદણાં નથી રડ્યાં…અન્યાયોની દુહાઇઓ નથી આપી…સરઘસો નથી કાઢ્યાં… પોતાને થયેલાં માનસિક-શારિરિક ઝખ્મો નથી બતાવ્યા કોઇ ભીખારીની જેમ….એમણે…

..જવાબો આપ્યાં…નક્કર..સોલીડ સ્ટેટ…જવાબો..એમણે યુનિક્સની સામે બીએસડી બનાવ્યું…. નાના નેટવર્કને આખા ઇન્ટરનેટમાં બદલી નાંખ્યું….ઇમેલને કોઇ લાલચુ વેપારીઓના હાથમાં જતાં પહેલાં સાર્વજનિક કરી નાંખ્યું…લિનક્સ બનાવીને નફાખોરોની હવા કાઢી નાંખી…બીએસડી બનાવીને પેન્ટાગોન અને આઈ.બી.એમ ને થપ્પડ મારી લીધી…દુનિયા આખીની ઇન્ટેલિજન્સ સંસ્થાઓ અને જાસુસો શોધી શોધીને થાક્યા ત્યારે જાતે જ “ભગત સિંહ” ની જેમ…સામે ચાલીને ધરપકડ વહોરી લીધી…, એમણે “ડેફકોન” નામના મેળાવેળા યોજ્યા…અને … જેમાં જવા માટે દુનિયા આખીના વૈગ્નાનિકો અને જાસુસો ટળવળે છે….. સો સુનાર કી એક લુહાર કી – એ આનું નામ !

…ખૈર… હું કલાકો સુધી ઓપનસોર્સ અને હેકિંગ વિશે દિલધડક વાતો/ચર્ચાઓ કરી શકું છું… ;) ;) .ગિગાબાય઼્અટ્સના હિસાબે બનતા લોગ્સ ને ફેંદી શકું છું…પણ…એ પછી ક્યારેક…. અત્યારે તો સંતોષ છે….કે….

..જુનો બ્લોગ -વર્ડપ્રેસ ઉપરનો – વર્ડપ્રેસ પોતે પણ ઓપનસોર્સ છે – ડિલીટ કર્યો છે, સાથે એક બે દોસ્તોના જુના બ્લોગ પણ….અને એમ મારા બ્લોગને જો હું પોતેજ _વેંઢારું_  (સેલ્ફ હોસ્ટેડ કે પછી કોઇ બિજી જગ્યાએ )તો વર્ડપ્રેસ ને એટલી શક્તિઓ બચી શકે અને એ કોઇ બિજા વ્યક્તિને માટે એ શક્તિઓ ખર્ચી/આપી/વહેંચી શકે.

…આ સાલી ભાગતી / ભટકતી / ખાનાબદૌશ જિંદગી અને મિજાજ …બાકી તો….મારે લિનક્સ અને બીએસડિ માટે ખાસ ભારતિયો અને ગુજરાતીઓ અને સ્ટુડન્ટ્સ માટે એક રિપોઝિટરી ચલાવવી છે…એક IRC server ચલાવવું છે ગુજરાતીઓ માટે….એક કોડબેઝ ઉભો કરવો છે જે ગુજરાતીમાં હશે…એક natural language search engine ચલાવવું છે ખાસ ભારતીય ભાષાઓ માટે…અંતરિયાળ ગામડાઓ અને જંગલોમાં ચાલતી અને અમુક પ્રામાણિક નાના(!) માણસોની ભલાઈના કારણે ટકેલી શાળાઓને સાંકળી લેવી છે…એક ફંડ ઉભુ કરવું છે જેમાં બિલકુલ ઓપનસોર્સની જેમ જ ગમે તે કોઇ વ્યક્તિ પોતાના કોઇ એક ક્ષેત્રના ગ્નાનને લગતું રિસર્ચ કરી શકે…એક…એક….એક……હઝારો ખાહિશે ઐસી…. ;) ;)

…મારી ક્ષિતિજો વિસ્તરી છે ઓપનસોર્સ ના અભિગમ અને એ ઉમદા/ઉત્કૃષ્ટ વિચારને કારણે…અને … એના માટે હું આટલું કરી શકું કે કંઈક પણ કરી શકું , આ એક તણખલા જેવા અને જેટલા જીવન સમયમાં તો પણ…. ઉપકાર છે જિંદગીનો… , આવા અભિગમને નામે હું જો એકાદ રતિભાર પણ કામ આવી શકું તો…. “..મરિઝ..જિંદગીના બધાં દુઃખ વસુલ છે….”

…હું જ્યારે પણ આ “…દુનિયા જિસે કહેતે હે..” – _સિમ્યુલેટર_ (!!)  માંથી આઝાદ થઈશ , ત્યારે કદાચ એ લોકોને , એમના ભુતો/આત્માને મળવા ઇચ્છું છું..જે આ ડોમેઇનના ભગવાન છે, જેમની ઉભી કરેલી – કોઇ ટેરાફોર્મિંગ પ્રોજેક્ટ ની જેમ વિકસાવેલી ધરતી ઉપર, અમે – મારા જેવા લોકો પોતપોતાનું ચરી ખાય છે.

..શું તમારા ઉજાગરા અને તમારી વિવિધ આવડત અને વિવિધ કોમ્પ્યુટર લેન્ગવેજિસ અને ઓપરેટિંગ સિસ્ટમ અને … સિધ્ધિઓ… ?? કંઈ નહિ.

..જ્યારે નવા નવા આ બાઈનરી દુનિયામાં આવ્યા હતાં – પા પા પગલી કરતાં હતાં…અમારા લેક્ચરર્સ ની આંગડી પકડીને ત્યારે… મનોમન ઇચ્છતા હતાં કે ,  આ આઈ.ટી. વડે અમે જગ જીતી લઈશું… ;) ;) , અને એના માટે આવવા દો ગમે તેવો અઘરો કોડ , કોન્સેપ્ટ ગમે તે…. અને કોલેજના એ ક્લાસરૂમ અને લેબ અને અમારા પ્રોફેસર્સ …અમારા માટે કોઇ કલ્પવૃક્ષ બની ગયાં છે હવે !! “…કૈસે કહેદું કે તેરા કરમ નહિ…” .

..અને ઉજાગરા કરવા માટે , માથુ દુખાડવા માટે, રાતોના સુનકારને અનુભવવા માટે…. નવાનવા વિચારો/લોજિક/કોડ્સ આવતાં જાય છે…. કલ્પવૃક્ષ !! હું બાઈનરીના પ્રેમમાં છું…અમારું એક રોકિંગ અફેર ચાલે છે ;) ;)

“દિલ ઇશ્કમેં બે પાયા..સૌદા હો તો ઐસા હો…
દરિયા હો તો ઐસા હો..સહેરા હો તો ઐસા હો,

હમને યેહી માંગા થા…ઉસને યેહી બખ્શા હૈ..
બંદા હો તો ઐસા હો…દાતા હો તો ઐસા હો..”

 

Share.

About Author

મોડીરાત્રીઓ, ધુમાડો, કોફી, કોડિંગ, એક્સપ્લોઇટ્સ, ગઝલો, બાઇકિંગ, જંગલો, પથ્થરો, લોકો, પુસ્તકો, રખડપટ્ટી, લાઈફની મઝા છે. એની દરેક અનુકુળતાઓ અને વિષમતાઓમાં. અને એ બધું અંગત નોટના પાનાઓમાંથી અહીં સુધી ફેલાયું છે. આ લખાણો મારા છે અને એક જ ડ્રાફ્ટમાં લખાયેલા છે, તો કોઇ માહીતીદોષ દેખાય તો ધ્યાન દોરશો. __નિખિલ શુક્લ. ;) :)

4 Comments

  1. બહુ ધમ્માલ પોસ્ટ..ચર્ચા કરવી પડશે ભઈ..હુ વક્ત લઈ ને આવુ…તમે તમારી ફુરસતથી જવાબ આપજો.. :)

  2. એક અધ્યાય ખતમ થયો.

    …અને, ઓપનસોર્સ જેવા અભિગમને નામ એક નાનુ અમથું યોગદાન આપ્યું….આપણે નાના માણસો છીએ, નાના યોગદાનો આપી શકીએ છીએ. મોટું આપણું ગજું નથી.હા…બિલકુલ..પરંતુ આવા નાના નાના યોગદાનોની કિંમત કંઇ ઓછી નથી હોતી.

  3. મારે લિનક્સ અને બીએસડિ માટે ખાસ ભારતિયો અને ગુજરાતીઓ અને સ્ટુડન્ટ્સ માટે એક રિપોઝિટરી ચલાવવી છે…એક IRC server ચલાવવું છે ગુજરાતીઓ માટે….એક કોડબેઝ ઉભો કરવો છે જે ગુજરાતીમાં હશે…એક natural language search engine ચલાવવું છે ખાસ ભારતીય ભાષાઓ માટે…અંતરિયાળ ગામડાઓ અને જંગલોમાં ચાલતી અને અમુક પ્રામાણિક નાના(!) માણસોની ભલાઈના કારણે ટકેલી શાળાઓને સાંકળી લેવી છે…એક ફંડ ઉભુ કરવું છે જેમાં બિલકુલ ઓપનસોર્સની જેમ જ ગમે તે કોઇ વ્યક્તિ પોતાના કોઇ એક ક્ષેત્રના ગ્નાનને લગતું રિસર્ચ કરી શકે…એક…એક….એક……હઝારો ખાહિશે ઐસી…. ;) ;)
    આમીન…આમીન….આપની આ ખ્વાહિશો પુર્ણ થાય.

Leave a Reply

Powered By Indic IME
%d bloggers like this: