આસપાસ કોઇનો વિવેક નહિ જાળવવાનો

0

…આસપાસ કોઇનો વિવેક નહિ જાળવવાનો…સોફિસ્ટિકેશનના સ્ટેન્ડર્ડસ નહિ જોવાના..નાના મોટાની મર્યાદા નહી જાળવવાની…બિલકુલ બેફિકર થઇને રહેવાનું…ખુરશીમાં થોડાં લાંબા થઈને બેસવાનું….એકાદ સિગરેટ કે પછી કોઇ કોલ્ડડ્રિંક્સની બોટલમાંથી વર્ષો જુના – વિન્ટેજ વાઈન કે પછી “મેક્સિકન સિગાર” ના સુગંધી ધુમાડાના ખુમારમાં રહેવાનું…રોજબરોજના ફોર્માલિટીના પિંજરામાંથી આઝાદ થઈને મનમાં આવે એવી કોમેન્ટ કરવાની…અને અંધારામાં લોકોના હસવાનો અવાજ સાંભળવાનો…સાવ અજાણ્યા લોકોની કોમેન્ટસ ઉપર હસવાનું..અને સાવ અજાણ્યા લોકો અને નહિ દેખાતાં-ઓળખાતાં લોકો તમારી કોમેન્ટ્સ ઉપર હસે એને માણવાનું…માનવી જન્મજાત પાણિપોચો હોય છે એને વાસ્તવિક રીતે અનુભવવાનું….એને લાગણી આપો અને એ તમને કોઇ ખુશ્બુદાર વેલની જેમ વિંટળાઈ જશે – એ વિધાનનો સાક્ષાત્કાર કરવાનો…અંદરોઅંદર થતી _ખાનગી_ વાતોના સાક્ષી બનવાનું અને અંધારામાં કોઇની ઓળખાણ ન પડવાથી એને લગતાં પ્રશ્નો-શંકાઓ-ગેસિસ ને વિચાર્યા કરવાના…માનવી એક સામાજિક પ્રાણિ છે – એ વિધાનને સ્વયં જાણવાનું અને..અચાનક પોતાના માં રહેલા પોતાનાજ “ઓલટર ઇગો” થી રૂબરુ થવાનું અને…. _વસુધૈવ કુટુંબક્મ_ ને એકવિસમી-બાવીસમી સદીમાં વ્યાખ્યાયિત કરવાનું અને……. “ચાર્લ્સ ડાર્વિન” થી લઈને “સિગ્મંડ ફ્રોઈડ” થી લઈને “નૃંવશશાસ્ત્ર” થી લઈને “એલન ટુરિંગ” થી લઈને “ચાર્લ્સ બેબેજ ” અને “જહોન મેકાર્થી” અને “ફ્રેડરિક નિત્સે” સુધી અને “આલ્બર્ટ હેરમાન આઈન્સ્ટાઈન” થી લઈને “મેક્સ પ્લાંક” સુધીના અને …. સ્વામી વિવેકાનંદ અને શ્રીકૃષ્ણ સુધીની વિચારધારાઓને માણવાની-જોવાની-અનુભવવાની-સહન કરવાની-ટેવ પાડવાની અને એમ રહેવાનું….

..અને “ઇન્ટરવલમાં” કદાચ ઓળખાણ કરવાની અથવા પિક્ચર છુટ્યા પછી નામ-ઠામ પુછવાના ….અને…. ક્યારેક જીવનભરની ઓળખાણો-સંબધો-દોસ્તી વિકસાવવાની-પંપાળવાની-માવજત કરવાની-એની મઝાઓ અને તકલીફોને એન્જોય કરવાની… અને ક્યારેક કોઇ અનામી-આકસ્મિક-અનાગત- બનાવ/પ્રસંગની જેમ એને જીવનભર યાદ કરવાની…

…ખુશી ક્યાં નથી હોતી ?!?! … “કાકાની પાંવભાજી” થી લઈને “ફ્રિઝલેન્ડ” સુધી સેટેલાઈટની પાણિપુરીથી લઈને ગીતામંદિરની સ્ટ્રોંગ લીબું સોડા સુધી , માણેકચોકના ખુમચાઓ અને લારીઓથી લઈને મણિનગરની અડધી કટિંગ કે જે બિજે બધે “આખી ચ્હા” જેટલી હોય ! અને બાપુનગરના સાલા ગામડિયાઓથી લઈને ડ્રાઈવ-ઇનના નાજુક-નમણાં વ્હાઈટકોલર જોબના પાબંદીઓ સુધી…રિંગ રોડના ઉઘાડાપણાથી લઈને …. હાં… છે….ક….. __સાંકડી શેરી__ અને __અખા ભગત__ ની પોળ સુધી…કે જેમાં ધાબું નહોતું…દિવાલો અડધી પડી ગઈ હતી અને….લાઈટ નહોતું…અને એકદિવસે છેક તુટલા ફુટલા છેક ત્રિજે માળે એક વિશાળ (!) ભુંડ ઘુસી ગયું હતું અને એને બહાર કાઢતાં આખી રાત નિકળી ગઈ હતી…અને જ્યાંથી ખાલી-ભુખ્યા પેટે પેટિયું રળવા નિકળતાં હતાં…અને ..એક જ જોડી કપડાં રાત્રે મોડા ધોઇને સવારે ડીસેમ્બર મહિનાની ઠંડીમાં લગભગ ભીનાજ – સ્વેટર વગર પહેરીને નિકળતા હતાં અને જે દિવસોમાં પહેલી વખત એ જાણ્યું હતું કે…. જ્યારે પેટ ખાલી હોય છે અને ભુખ લાગે છે..ત્યારે સાલી બહું..ખરાબ રીતે લાગે છે….પેટમાં ગડગડ અવાજ આવે છે…ઓડકાર આવે છે….અને…અને…એ દિવસો જ્યારે ફિલ્ટર્ડ ટિપ્ડ સિગરેટ પિવાનું શરૂ કર્યું હતું….ખૈર…… મજા ક્યાં નથી હોતી ?!?!

…હું ઘણીવખત કહું છું વાતચીતમાં કે પછી કોલેજના પ્રોજેક્ટ કે હોમવર્ક ટર્મવર્ક કે ક્વેરિઝ માટે આવતાં સ્ટુડન્ટ્સ અને ફસાઈ ગયેલા કે મળી ગયેલા બુઢ્ઢાઓ અને બુઢ્ઢિઓને કે…. પુસ્તકો સમજ આપે છે અને દુનિયા અનુભવ આપે છે..અને આ બંને એકબીજાના _પુરક_ અને અવેજી માં ન વાપરી શકાય ! (નિખિલ શુક્લ !! ;) ;) )

….એમ જ … હોમ-થિએટર એની જગ્યાએ પણ….થિયેટરમાં અંધારામાં અજાણ્યા માણસોથી ઘેરાયેલા બેસીને પિક્ચર જોવાની-કોમેન્ટ કરવાની-સિગરેટ પિવાની-અને…અને….કોઇ આવી ગયેલા _બાટલી_ ને ઉંધાં હાથની ઝાપટ ફટકારવાની જે મજા છે…એ…..વેલ…ત્રિલોકમાં ક્યાંય નથી !! ;) ;)

Share.

About Author

મોડીરાત્રીઓ, ધુમાડો, કોફી, કોડિંગ, એક્સપ્લોઇટ્સ, ગઝલો, બાઇકિંગ, જંગલો, પથ્થરો, લોકો, પુસ્તકો, રખડપટ્ટી, લાઈફની મઝા છે. એની દરેક અનુકુળતાઓ અને વિષમતાઓમાં. અને એ બધું અંગત નોટના પાનાઓમાંથી અહીં સુધી ફેલાયું છે. આ લખાણો મારા છે અને એક જ ડ્રાફ્ટમાં લખાયેલા છે, તો કોઇ માહીતીદોષ દેખાય તો ધ્યાન દોરશો. __નિખિલ શુક્લ. ;) :)

Leave a Reply

Powered By Indic IME
%d bloggers like this: