અટલ બિહારી વાજપયી

0

પેલા સાલા “ક..ક..ક..કિરણ ખાન” ની જગ્યાએ અમિતાભ બચ્ચનને લીધો હોત તો “જોવાનું” પણ ગમતું , ખૈર..હું તો મોટાભાગે mp3 સાંભળું છું એટલે વાંધો નથી આવતો…પણ..

….ઉમદા..શબ્દો , એનો અર્થ પણ ઉમદા અને જગજીત સિંહ એ ગાય એટલે તો … પ્લેલિસ્ટમાં કેટલીય વાર માત્ર આ એક જ ગઝલ ને રાખીને રીપિટ સેટ કરીને કલાકો સુધી સાંભળ્યા કરી છે…. હું કદાચ અગિયારમાં કે બારમાં ધોરણમાં હતો ત્યારે આ આલ્બમ આવ્યું હતું … અને આટલા વખત પછી પણ આ સાંભળિને વાંચીને ખુશખુશાલ થઈ જવાય છે !

… અટલબિહારી RSS માં સાઈકલ ચલાવી ચલાવીને …પોતાના પગના ઢીંચણ ખર્ચી (વેડફી નહી !) બેઠા છે… અને પોતાના કારણે જ ભારતિય જનતા પાર્ટી ને મળેલા ગૌરવ ને નવી પેઢીના ભાજપીઓ જાણે કે ભુલી ગયાં હોય , એ ભાવને અનુભવવાનો આવે ત્યારે તો …! , જેણે આખી જિંદગી ભારતના ખુણાંઓ ખુંદ્યા હોય, એક વિચારધારાને સ્થિર કરવા માટે એને વળગી રહેવા માટે જ્યારે પોતે અસ્થિર થયા હોય ત્યારે જ એક ક્ષણે ઓચિંતો વિચાર આવ્યો હશે ..આવતો હશે કે….RSS , BJP અને પોતાની વિચારધારાઓએ શું આપ્યું કે શું લઈ લીધું ?! એમણે – વાજપયીએ જ કદાચ કોઇક તંદ્રાવસ્થામાં આવનાર ભવિષ્ય અને એની શક્યતાઓને કળીને જ કહિ દિધું હશે કે….

“ક્યા ખોયા ક્યા પાયા જગ મેં,
મિલતે ઔર બિછડતે પગ મે, ”

…અને લોકો – વિરોધપક્ષો ચગાવતાં રહ્યા, કારગિલના યુધ્ધને , એમાં થયેલા ખર્ચાને , “જ્યોર્જ ફર્નાન્ડિઝ” ના વાક્યોનો હવાલો પણ વાજપયીને અપાયો હતો..એ હિંદુવાદી હતાં..એ સંઘના કહ્યાગરા છે..એ અબ્દુલ કલામને “બિનજરૂરી” મહત્વ આપે છે….એ છેવટે એક હિંદુ છે. કોઇ રાષ્ટ્રવાદી વ્યક્તિ માટે આ સાંભળવું કેટલું સહ્ય હોય છે ?

પણ…સૌમ્ય માણસો..જીદ્દી હોય છે…પ્રચંડ મનોબળ હોય છે એમનામાં…એ કેસરિયાં નથી કરતાં, એ લલકાર નથી આપતાં એ બસ મધ્દિમ પણ મજબુત ગતીએ ચાલતાં રહે છે..વાજપયી પણ ચાલતાં રહ્યા…અને એ ઉછળતાં , લહેરો જેવા જીવન વાળા અને સૌમ્ય ચહેરા વાળા માણસે … RSS વતી દુરદુરના ગામડામાં જ્યાં રસ્તા નહોતા ત્યાં પહોંચીને લોકોને દવા/પુસ્તકો/અનાજ પહોચાડ્યું હતું..અને એમાં હિંદુ/મુસલમાન નો કોઇ ફરક નહોતો રાખ્યો… .ભારત પાકિસ્તાન વચ્ચે સુમેળ કરવાના પ્રયત્નોને “કારગિલ” માં મરતાં જોયા હશે …અને તો’ય…. ક્રિકેટ ટિમને કહ્યું હતું “….જીત લો મેચ ભી…દિલ ભી…” , એમણે જ કહ્યું હતું પાકિસ્તાનને એના સિમાવર્તી લોકોને ધરતિકંપની મદદ/રાહત કરતી વખતે “..દરવાજે ખુલે હૈ…દેશ કે ભી દીલ કે ભી…” … “પોકરણ” કરેલા અણું પરિક્ષણને વાજપયી જ એક કોડનેમ આપી શકે – “બુધ્ધા ઇઝ સ્માઈલિંગ” ! ..કોઇ ચિલાચાલુ રાજનેતાઓ જેવો બકવાસ નહિ, કોઇ હોંશિયારિના બણગાં નહિ, પણ એમણે કવિતામાં કહિ નાંખ્યું..પોતાની અડગતાનું રહસ્ય… હું બસ ચાલતો રહ્યો..ઢિંચણ અને પગ તુટી ગયા તો હું મનથી – મગજથી…વિચારોથી ચાલતો રહ્યો !

“મુઝે કિસિસે નહિ શિકાયત,
યદ્યપિ ચલા ગયા પગ પગ મેં,”

…અને અત્યારે એકાંતમાં નરેન્દ્ર મોદીની ઉમેદવારી અને 370 ની કાશ્મિરનિ કલમ અંગેના નિવેદનો અને ચર્ચાઓ અને ન્યુઝ બુલેટીન જોતાં હશે..પોતાનિ લાઈબ્રેરીમાં …હવે ડોક્ટરે ના કહ્યું છે હરવા ફરવાની અને હવે વિચારમગ્ન થઈને લાઈબ્રેરીમાં ચહલકદમી કરવાની કોઇ ફિલોસફરાના મૌશિકી/આશિકી માણી શકવાની શારિરિક ક્ષમતા નથી રહી..હવે કોઇ વારંવાર માઈક લઈને ધસી આવતાં રિપોર્ટરો નથી..હવે ટી.વી. અને કાર્યક્રમોમાં અટલજીની મિમિક્રી નથી થતી..હવે “શેખર સુમન” નથી કહેતો કે – “યે..અચ્છી..બા..ત..ન..હી..હે..” – હવે એ ઉંડા ભાષણો નથી..શબ્દો સાંભળવા આતુર બેઠેલી જનમેદની નથી…અને હવે સંસદની પાટલીઓ પર પડતી તાલીઓ નો “ઠપ ઠપ” અવાજ નથી.. વિશ્વમાં લોકશાહિના પ્રતિક સમા સંસદમાં “…અટલજી કી કવિતાયેં….” , ગુંજતી નથી…

..પણ…એનો શોક નથી કેમકે..કર્મયોગી – વિચારધારાઓને સમર્પિત વ્યક્તિઓના જીવનના ઉત્તરાર્ધ માં સ્મૃતિઓ, અને ભુતકાળનો બહુ મોટો ખજાનો હોય છે…

એક દ્રિષ્ટી બિતી પર ડાલે,
યાદો કી પોટલી ટટોલે,
અપને હી મનસે કુછ બોલેં,

જગજીત સિંહ ..અત્યારે સ્વર્ગમાં મુશાયરો ભરીને બેઠા હશે… અને મૃત્યુલોકમાં આપણે ….સ્વર્ગીય માહૌલ અનુભવીએ… તમે નીચે બાકીની કવિતા નો જલસો કરો….અને હવે, મારે અટ્કવું જોઇએ…કેમકે…વાજપયી જેવા માણસો માટે – એમનું ચરિત્ર આલેખવા માટે…નિખિલ શુક્લ જેવાઓનો પનો/દાયરો/હાથ ટુંકો પડે …એ અનિવાર્ય છે, હાથ ટુંકો પડવો પણ જોઇએ.

પૃથ્વી લાખો વર્ષ પુરાનિ, જીવન એક અનંત કહાની,
પર તન કી અપની સિમાંએ, યદ્યપિ સુઆ સરદોં કી વાની,

ઈતના કાફી હે અંતિમ દસ્તક પર , ખુદ દરવાજા ખોલેં,
અપને હી મનસે કુછ બોલેં,

જનમ મરણ કા અભિવત ફેરા, જીવન બંજારો કા ડેરા,
આજ યહાં કલ કહાં કુછ હૈ, કૌન જાનતા કિધર સવેરા,

અંધિયારા આકાશ અસિમિત, પરોં કે પંખો કો ટટોલે,

અપને હી મનસે કુછ બોલેં….

__અટલ બિહારી વાજપયી.

[સાતત્ય , મહેફિલ-એ-ખાસ માંથી કોપી-પેસ્ટ , આજે આખી પોસ્ટ જ અહિં મુકી દીધી છે ! :) ]

Share.

About Author

મોડીરાત્રીઓ, ધુમાડો, કોફી, કોડિંગ, એક્સપ્લોઇટ્સ, ગઝલો, બાઇકિંગ, જંગલો, પથ્થરો, લોકો, પુસ્તકો, રખડપટ્ટી, લાઈફની મઝા છે. એની દરેક અનુકુળતાઓ અને વિષમતાઓમાં. અને એ બધું અંગત નોટના પાનાઓમાંથી અહીં સુધી ફેલાયું છે. આ લખાણો મારા છે અને એક જ ડ્રાફ્ટમાં લખાયેલા છે, તો કોઇ માહીતીદોષ દેખાય તો ધ્યાન દોરશો. __નિખિલ શુક્લ. ;) :)

Leave a Reply

Powered By Indic IME
%d bloggers like this: