To Bee or not to Bee !

8

હવે ચર્ચાઓનો કોઇ અર્થ નથી, કોઇ સંધી નહી..કોઇ સમજાવટ નહી..મુત્સદીગીરીઓના સમારંભો નહી હવે એક જ વિકલ્પ રહ્યો માત્ર – યુધ્ધ!

હવે એ પણ પ્રશ્ન નથી કે કોણે શું કર્યું કે પછી કોણ શું કરી શકવા સક્ષમ છે કે કોણ પોતાના કયા કર્મો થી બંધાઈ જશે ? હવે રણક્ષેત્ર-કુરુક્ષેત્રમાં જ એ નક્કી થશે કે ધર્મ કોના પક્ષે છે. હવે વાત અસ્તીત્વ ટકાવવાની છે. અને હવે ચર્ચાવિચારણા/વાદવિવાદ અસ્થાને છે. અને આ જ અંતિમ નિર્ણાયક યુધ્ધ છે અને નિર્ણાયક થવા માટે અનીવાર્ય થઈ પડેલા યુધ્ધનો એક જ નિયમ હોય છે – વિજય !

એકવાર મેં જ આ ધરાતલ પર ઉભા રહીને પૃથ્વી અને આકાશને સાક્ષી રાખીને એક પ્રતિગ્ના કરી હતી કે -“નહી હું નહી..તારે પાછા હટવું પડશે..હું નહી તારે રણમેદાન છોડવાનું છે અને જે દિવસે હું નક્કી કરીશ એ દિવસે..” – “ઘરમેં ઘુસકે મારેંગે..!” ;)

પ્રત્યુત્તરમાં મને જવાબ મળ્યો. હાંસી! ગણગણાટ સમી હાંસી. અને દુશ્મનોએ પોતાનું સંખ્યાબળ વધારી લીધું , તેઓ એક માંથી બે સેનાઓમાં વધી ગયા!

વીરો અને યોધ્ધાઓ માટે અપમાન થી મોટું કોઇ અપમાન નથી અને હવે તો ખૈર યુધ્ધ નક્કી જ છે. અને..

હું કર્ણ નથી કે મારી પાસે સુર્યના આશીર્વાદ જેવા કવચકુંડલ હોય કે દુર્યોધનની જેમ માતા ગાંધારી નો આશીર્વાદ હોય કે ભીષ્મ ની જેમ ઇચ્છામૃત્યુ નો સહારો હોય. હું કૃષ્ણ હતો..સર્વશક્તીમાન હોવા છતાં મારે મારી માનવીય સીમાઓથી બંધાઈને જીતવાનું હતું. હું ઉડી નથી શકતો. હું છુપાઈ નથી શકતો. મારી પાસે અણુમા-ગીરીમા-લઘુમા ની સિધ્ધીઓ વાપરવાની પરવાનગી નથી અને મારી પાસે હાડમાંસના શરીર ઉપર ઘાવ ઝીલવાની તમામ શક્યતાઓ છે. પણ..હું માણસ છું કુદરતે મને ઘણી વિષમતાઓ આપેલી છે અને એ વિષમતાઓ સાથે જ હું કુદરતને પડકારું છું કેમકે એ જ તો નિર્ભિક કર્મ છે.

અને આજે વિક્રમ સંવત ૨૦૬૯, કાર્તિક-માર્ગશીષ ૧૯૩૫ અને શુકલપક્ષ તેરસના પ્રભાતે, જમણા હાથે પહેરેલી ઘડીયાળ ઉતારીને મુકી દીધી. આંખોના ચશ્મા પણ દુર કરી નાંખ્યા અને પછી મેં મારા હથિયારો સજાવી લીધા. એક લાકડી..એક લાંબી લાકડી..એક લોખંડનો સળીયો..એક મોટો રૂમાલ..પગમાં સ્લીપર..એક પાણી ભરેલી ડોલ..અને હું. કવચકુંડલ રહીત, આચાર્યશ્રેષ્ઠ દ્રોણાચાર્યના અર્જુનને પડકારતા, અંગરાજ, ઉપેક્ષીત અને હાંસીથી અપમાનીત કર્ણ ની જેમ.

મને ઝાડપાન ઉગાડવાનો શોખ મારી જંગલોમાં રખડવાની પ્રકૃતિના વારસામાં મળ્યો છે. ઘણાં ઝાડ ઉગાડ્યા છે. એમાં એક લીંબુનું ઝાડ છે. બહુ મોટું..સામાન્ય રીતે હોય એના કરતાં ઘણું વિશાળ. અને એની ઉપર એક બહુ મોટો “મધપુડો” આવી ગયો. અને હું એને હટાવું એ પહેલાં તો થોડાંક જ દિવસમાં પાછો બીજો મધપુડો પણ બની ગયો. મધમાખીઓ લોકોને હેરાન કરે. નાના બાળકો લીંબુ લેવા આવે એમને ડંખ મારે. હું ઝાડપાનને પાણી પીવડાવવા જઊં તો મને હેરાન કરે. નજીકમાં જાસુદ અને બિજા ફુલોના છોડ ઉપરથી કોઇને ફુલ ન લેવા દે, તુલસીના છોડ ઉપરથી તુલસીના પાના ને હાથ ન લગાવવા દે, દાડમના ઝાડ ઉપર પણ જાણે કે મધમાખીઓ આધિપત્ય જમાવવા ઇચ્છતી હતી..અને ત્રિલોક મારી શરણે આવ્યું..-“નિખિલ ભ’ઈ….આનું કશું’ક કરવું પડશે..યાર !”

..અને હું હસ્યો. મંદમંદ. મારે હવે સુદર્શન ચક્ર લેવાનો સમય આવી ગયો હતો..

અને આજે વિક્રમ સંવત ૨૦૬૯, કાર્તિક-માર્ગશીષ ૧૯૩૫ અને શુકલપક્ષ તેરસના પ્રભાતે, જમણા હાથે પહેરેલી ઘડીયાળ ઉતારીને મુકી દીધી. સિગરેટને અડધી જ બુઝાવી દઈને. આંખોના ચશ્મા પણ દુર કરી નાંખ્યા અને પછી મેં મારા હથિયારો સજાવી લીધા. એક લાકડી..એક લાંબી લાકડી..એક લોખંડનો સળીયો..એક મોટો રૂમાલ..પગમાં સ્લીપર..એક પાણી ભરેલી ડોલ..અને હું. કવચકુંડલ રહીત, આચાર્યશ્રેષ્ઠ દ્રોણાચાર્યના અર્જુનને પડકારતા, અંગરાજ, ઉપેક્ષીત અને હાંસીથી અપમાનીત કર્ણ ની જેમ.

અને સચરાચરમાં આનંદ વ્યાપી ગયો. છેલ્લે છેલ્લે આવો આનંદ ત્યારે થયો હતો જ્યારે શ્રીકૃષ્ણએ ગોવર્ધન પર્વતને ઉંચક્યો હતો ! ;)

ફિલિંગ “નેપોલિયન બોનાપાર્ટ” ! :D :D

[ સાતત્ય નું આજનું સ્ટેટસ ]

Share.

About Author

મોડીરાત્રીઓ, ધુમાડો, કોફી, કોડિંગ, એક્સપ્લોઇટ્સ, ગઝલો, બાઇકિંગ, જંગલો, પથ્થરો, લોકો, પુસ્તકો, રખડપટ્ટી, લાઈફની મઝા છે. એની દરેક અનુકુળતાઓ અને વિષમતાઓમાં. અને એ બધું અંગત નોટના પાનાઓમાંથી અહીં સુધી ફેલાયું છે. આ લખાણો મારા છે અને એક જ ડ્રાફ્ટમાં લખાયેલા છે, તો કોઇ માહીતીદોષ દેખાય તો ધ્યાન દોરશો. __નિખિલ શુક્લ. ;) :)

8 Comments

 1. અરે ભગવાન !! મધમાખી ઉડાડવા આટલી બધી જહેમત ! આતતાયીઓને હણવામાં જો પાપ ન લાગતુ હોય તો એક સરળ ઉપાય પણ છે ! મધપૂડાની નીચે એક મોટો ભડકો કરવો અથવા લાકડી પર મશાલ બનાવી મધપૂડાની નીચે રાખવી..બસ..થોડી વારમાં ખતમ…

 2. ..સુકાયેલા પાના ..નાના સાઠિકડાં..પુઠાં…વગેરે કંઈ કેટલુય સળગાવી જોયું…પણ….એ જવાનું નામ જ ના લે…એક-બે કલાકમાં પાછી આવિ જાય….પછી શ્રીભગવાન શું કરે !… :D :D

 3. એમ નહી..એક મોટો ભડકો…..!અને બીજો પણ ઉપાય…પીચકારીમાં કેરોસીન ભરીને મધપૂડા પર છાંટવુ….
  આ બધા અખતરાઓ મારા ઘરે કરેલા છે../કરુ છુ.

 4. ..પણ એ મધપુડો હતો જ એવી જગ્યાએ ..ઉંચે ડાળખિઓ માં ગુંચાયેલો કે…. જો એમ કરવા જઈએ તો..આપણે દુશ્મનના અધિકાર ક્ષેત્રમાં ફસાઈ જઈએ…જો કે….બિજીવાર ભવિશ્યમાં જ્યારે ફરી કોઇ મધપુડો આવશે ત્યારે બિજા પણ નવીન ઉપાયો અજમાવવામાં આવશે ! ;)

 5. જયારે બધું નષ્ટ કરવાની તૈયારી કરી લીધી હોય

  ત્યારે જ સાચવવા આવે છે

  શું લોકોને બસ આ એક જ રસ્તો ફાવે છે ? ?

 6. “મારા વિશે હમણાં નહિ પછી વાત કરશે…
  પહેલેથી ટેવ છે એને મોડા પડવાનિ..
  પાનખરની વાત એ વસંતમાં કરશે…” — નિ જેમ જ તો ! :)

Leave a Reply

Powered By Indic IME
%d bloggers like this: