1990 OnWards !

3

નગ્ન મિલિંદ સોમન એમ તો સોન્ગ્સમાં પણ આવતો અને “જાનમ ને સમજાવતો….“- , લિઝા રે નું “આફરીન આફરીન…” – ક્લેવેજ સ્તનોના ઉભાર, ઇલા અરુણ – “પાપિ બિછુઆ…” ની જવાન “મલાઈકા અરોરા”, મિકા સિંઘ – “સાવનમેં લગ ગઈ આગ…” , જુનુન, હરિહરન , બાલિ સાગુ , આલિશા – મેઇડ ઇન ઇન્ડિયા, પંકજ ઉધાસ – “ચુપકે ચુપકે સખિયોં સે વો બાંતે કરના ભુલ ગઈ..” નો “જોન અબ્રાહમ” એક કટ્ટર હરીફ બની જાય છે અને મનહર ઉધાસની “કંકોતરી” કોઇ “અકથ્ય” આનંદ આપે છે ! પછી “રામ શંકર” ગાઈ નાંખે છે કે “યારો સબ દુઆ કરો…”  અને ઘાયલ થયેલા તમને “હોમવર્ક” કરતી વખતે “પ્રિતિ ઝાંગિયાની” “છુઈ મુઈ સી તુમ લગતી હો …” ની જેમ બોર્ડની પરિક્ષાઓનું ટેન્શન સહ્ય કરી આપે છે, “શાહિદ કપુર” આવિ જાય ક્યારેક  “આંખોમેં તેરા હી ચહેરા…”  લઈને અને એનિ નિષ્ફળતાને  “હંસ રાજ હંસ”  “જવાબ નહિ કુડિયે તેરા ..“, વડે પ્રોત્સાહિત કરી જાય અને એક વિરોધાભાસનિ જેમ એની પણ એક “એબસ્ટ્રેક્ટ” મસ્તી કરી જાય !

મોહન કપુર – સાંપસિડી નું એન્કરિંગ બદહવાશી અને ઉધ્ધતાઈને એક નશિલો મસ્તિખોર મેકઅપ કરી જાય અને “હેલ્લો હેલ્લો ટ્રિન ટ્રિન ટ્રિન” ની ચુલબુલી એન્કરના “બોય કટ” વાળ કોઇ કારણ વગરજ ગમતાં થઈ જાય અને પછી MTV આવે અને સાથે આવે “શેનાઝ” અને એને જોઇને એના ક્લેવેજ/મિનિ સ્કર્ટ ને નિહારીને તરુણ-અવસ્થાને છોડીને તમે યુવાવસ્થાના ઉંબરે આવી જાવ! અને અંધારું ગમવા માંડ્યું હતું. નહાતી વખતે પોતાના શરીરને એક પુરૂષના શરીર તરીકે જોઇ શકતાં હતાં , channel V નો ઉપકાર હતો કે તમે ટેન સ્કિન અને ચોકલેટી સ્કિન વચ્ચેના ઇરોટિક તફાવતને ક્યારેક શ્વાસ રોકીને સમજી શક્યા હતા અને MTV-beach party માં જોઇને અને બીજા સાંયોગિક પુરાવા જોઇને વિચારે ચડ્યાં હતાં અને ચુકાદો સમજયા હતાં કે સ્ત્રીઓને છોકરીઓને પોતાને પણ પોતાના છાતીના ઉભારો છુપાવવા ગમતાં નહી જ હોય! અને હવે તો ખૈર નાની નાની હાથ-મસ્તીઓમાં અચાનક ક્લાસમેટના ખભા/શરીર અથડાઈ જતાં અને સમજાઈ જતું હતું કે “માંસલ” એટલે શું !

asian sky shop – ના અવનવાં ઉપકરણો એ ભૌતિકવાદની અગમચેતીઓ હતી જેનાથી એ વખતે અમારે મંત્રમુગ્ધ થવાનું હતું અને પછીના વર્ષોમાં એનાથી ટેવાઈ જવાનું હતું. દરેક વસ્તુને ટેકનોલોજી અને નવા વિચારો વડે ઉકેલી શકાય છે એવી એક ગેરસમજ/માન્યતા ને પાળવા-પોષવાની હતી અને જેને વર્ષો પછી સુધારવાની/છોડવાની હતી..

એક દિવસે hollywood આવી જાય છે અને એકાએક દુનિયા વિશાળ થઈ જાય છે. અને એક દિવસે એક નવો શબ્દ સાંભળ્યો હતો અને જેની સાથે વર્ષો સુધી એકસાથે બે વિરોધી ભાવો અનુભવવાના હતાં અને લવ-હેટ રિલેશનના શબ્દ ને સમજવાનો હતો -ફક બડિઝ! “..આય-હાય..આ તો જો …” – એવા સાથે ભણતી છોકરીઓના ઉદગારો ખબર નહી કેમ અચાનક ગમવા માંડ્યા હતા. સ્કર્ટ હોય અને મિનિસ્કર્ટ પણ હોય અને એ સ્કર્ટની સાથે જ એક નાનું આંતર-સ્કર્ટ પણ હોય એનું અચરજ તો બહુ ભારે હતું અને શરીરના આંતરવસ્ત્રો હવે અચાનક ગંભીર લાગવા માંડ્યા હતાં અને પેટિકોટ અને બ્રા નો ફરક તો, ખૈર લુંગી અને લંગોટ કરતાં પણ વધારે સ્પષ્ટ થઈ ગયો હતો ! ;) :D

હવે “કપ” એ માત્ર ચ્હા પિવાનો કપ જ રહ્યો ન હતો, એ શબ્દ જ બહુઆયામી થઈ ગયો હતો! સિલિકોન હવે માત્ર સામાન્યગ્નાનમાં આવતાં સિલિકોન ચીપ સુધી સિમિત ન હતો, એ દેહલાલિત્ય સુધી ફેલાઈ ચુક્યો હતો અને “બે વોચ” ની પામેલા એન્ડરસન ત્યારે તો દોસ્ત જવાન હતી! એક તરફ બ્રુસ લી નું શરી હતું કસાયેલું અને બીજી તરફ પામેલા નું શરીર હતું પણ એ વખતે પણ કુદરતી રિતેજ એક નવો શબ્દ પાઠ્યપુસ્તક વગર શીખી ગયાં હતાં- તસતસતું! અને હવે “કચકચાવીને..” – જેવા શબ્દપ્રયોગોનો એક અધ્યાહાર એક તામસિક આનંદ આપતાં હતાં! ;) :D

પ્રાર્થનામાં કોઇ છોકરીનો હાથ/ખભો/પગ અડકી/દબાઈ જતો અને આપોઆપ કોઇ “વર્ચ્યુઅલ રિયાલિટી” ની જેમ -“..છોડ દો ના..કોઇ દેખ લેગા..”- અમે કોઇના કહ્યા વગર જ સાંભળી લેતાં હતાં ! ;) ગમ્મતમાં કોઇ ક્લાસમેટ-છોકરીનો હાથ મચકોડી નાંખતાં અને એના-“..હાય..રે..છોડ..છોડ..” – ના ઉદગારો એક વિચિત્ર રોમાંચ આપતાં અને પછી મનમાં એક મુંઝવણ થયાં કરતી કલાકો સુધી કે એને- એ છોકરીને હાથ મચકોડાવાનું ખરેખર ગમ્યું હતું , એવું કેમ એનો ચહેરા પરથી લાગતું હતું ! ;) પકડી લેવું, દબાવી લેવું , કંઈક તોડી નાંખવું, ફેંદી નાંખવું, કંઈક ઘા કરી દેવો, આ બધુંજ કેટલું રોમાંચક અને સર્જનાત્મક છે એ કોઇ અજાણી/અણધારી ક્ષણે સમજાઈ જતું હતું.

અને હવે છોકરીઓ આપોઆપ જ નાનપણની જેમ તમારી સાથે રમતી પણ નથી અને સામે પણ નથી થતી, હવે પહેલાની જેમ ઝગડતી નથી. હવે એ કંઈ કહ્યા વગર જ એક સૌજન્યતા-સભર શરણાગતી સ્વીકારી લે છે, અને તમે પુરુષસહજ કોઇ સુચન વગર જ એક માલિકીભાવના હકો ઓછા અને જવાબદારીઓ વધારે લઈ લો છો! અને દરેક છોકરી મનોમન “ફાલ્ગુનિ પાઠક” ની જેમ “અબ તો આજા તુ હરજાઈ..મૈને પાયલ હૈ ખનકાઈ..”  ગાતી હતી જેને તમે કોઇ ચામાચિડીયાની જેમ, “અલ્ટ્રા સોનિક” રિસિવરની જેમ રિસિવ કરી લેતાં હતા ! ;)

પુરૂષ કેમ એકસાથે એક કરતાં વધારે સ્ત્રીઓને ચાહી શકે છે એનો જવાબ ધીમેધીમે પણ એક ચોક્કસ ગતીએ તમને સમજાઈ જાય છે! અને અફસોસ કે આ રસિકતા ને સ્ત્રીઓ/સમાજ પછીના વર્ષોમાં ચારિત્ર્ય સાથે જોડી દેતાં હોય છે! પણ એ નિયતિથી બેખબર તમે એ રસિકતાને માણતાં જાવ છો, કદાચ નવાનવા પૌરૂષત્વને એની કુદરતી આંચ આપીને એને પકવો છો! ગાલ ઉપર બ્લેડ વાગવાને નાદાની અને લોહી નિકળવાને હિંમત માં વર્ગિકૃત કરો છો. હવે કંઈક વાગવું કે છોલાઈ જવું એ નાના બાળકોની વાત બની જાય છે, હવે તો હાથ-પગ મચકોડાઈ જવા અને ફ્રેક્ચર થવું અને છતાંય સ્કુલોમાં રજા ના પાડવી એ પૌરૂષત્વના નવા કિર્તિમાનો હતાં. દોસ્તોના “ગેટ વેલ સૂન” ને ગણકારતાં નહી પણ કોઇ છોકરીના “બહુ દુખે છે ?” – જેવા પ્રશ્નો વડે “એન્ટીસેપ્ટિક” નો આરામ અને જલન અનુભવતાં અને સાજાં થતાં હતાં!

પછી અચાનક દુનિયાની ક્ષિતિજો વિસ્તરવા માંડે છે. ભારત પોતે પણ આધુનિકીકરણ અને ઉદારિકરણના નવા પગલાંઓ માંડવા શરૂ કરે છે. ભૌતિકવાદની સાથેસાથે એક આખી પેઢી પોતે “માનસિક ઉદારીકરણ” તરફ વધે છે, હવે માઈકલ જેક્સનના “ડાન્સ ઓન ધ ફ્લોર” ને ચાહવાની ફેશન આવી જાય છે અને મેડોના, એ ગુજરાતી સ્નેહલતા અને મિનાક્ષી શેશાદ્રી કરતાં વધારે દામિનિ-મય લાગે છે. અને બ્રિટનિ સ્પિઅર્સ તો ત્યારે કદાચ ઘોડીયામાં દુધ પિતી હશે ! પેનેલોપ ક્રુઝ ને હજુ જાણવાની વાર હતી અને સ્ટેફી ગ્રાફ હાજર સ્ટોકમાં હતી!

“યુફોરિઆ” આવે છે અને “જુનુન” નું “સેયોની..” આવિ જાય છે અને એમની સાથે સાથે “આજ તક” અને “સ્ટાર ન્યુઝ” ના “વિ ધ પીપલ” તમારી સાથે ગ્લોબલ ઇસ્યુઝ ની ચર્ચાઓ કરવા આવી જાય છે, સાથે જાતજાતના તર્કો અને વિગતો વડે તમને હેરાન પણ કરે છે!

અને એક દિવસે પાકિસ્તાન “કારગિલ” ઉપર હુમલો કરે છે. તમે ટળવળી ઉઠો છો. એક કેપ્ટન ના શહીદ થવા ઉપર તમે દાખલા ખોટાં ગણી નાંખો છો અને કોઇને સમજાવી નથી શકતા કે આમ કેમ થાય છે! જ્યોર્જ ફર્નાન્ડિઝને ફટકારવાથી લઈને પાકિસ્તાનમાં અણુબોંબ ફોડી આવવાના કંઈ કેટલાય લશ્કરી દાવપેચ તમે મનોમન ચકાસી લીધાં હોય છે અને કોઇ આંતરરાષ્ટ્રીય મુત્સદીની જેમ અમેરિકા અને ચિનની લશ્કરી તાકાતને પણ ધ્યાનમાં લીધી હોય છે ! ;) પણ છેવટે NDA- ડિફેન્સ એકેડેમી જોઇન કરવામાં હવે માંડ બે-એક વર્ષ બાકી રહ્યા એમ સમજીને રાત્રે ઉંઘી શકો છો.

આશુતોષ ગોવારિકર નો એનો એક સ્વદેશી વોહ-જોકર હતો જેનાથી લોકો ડરતાં હતાં અને જે હંમેશા ક્રિસ્ટોફર નોલનના “ડાર્કનાઈટ” ના જોકર કરતાં વધારે ગમ્યો હતો, એ વધારે ગુઢ પણ હતો! દિપક ચોરસિયા હજુ નવોસવો હતો અને દિપક સોલિયા ને કોઇ( ગુસ્તાખી માફ દિપક ભાઈ!) ઓળખતું નહોતું! અને પ્રભુ ચાવલા ને જન્મવાને હજુ વાર હતી,જોકે પાંડુરંગ શાસ્ત્રી આઠવલે હજુ હયાત હતાં અને “દીદી” ના દિદાર ને કોઇ શક્યતા નહોતી, આર્ટ ઓફ લિવિંગ તો ઠીક છે પણ સ્વાધ્યાયી હોવું એ બૌધ્ધિક્તાનું નવું પરિમાણ લાગતું હતું. સોનિયા ગાંધી ને ત્યારે તો ઈટાલિયન પણ બોલતાં નહોતું આવડતું અને રાહુલ ગાંધી તો ખબર નહી ક્યાં હતો! જોકે, મેનકા ગાંધી દુરદર્શન ઉપર આવીને જાનવરો બતાવી જતી હતી. નરેન્દ્ર મોદી નામનો કોઇ માણસ નહોતો અને બાબરી મસ્જિદ થી વધારે મોટી કોઇ દુર્ઘટના જોવામાં નહોતી આવી, અબ્દુલ કલામ હતાં કોઇ નિશ્ચલ યોગી જેવા અને હાં,ડિસ્કવરી ચેનલ શરૂ થઈ હતી! અને અટલ બિહારી વાજપાઈ એક ઉમદા મનુષ્ય લાગતાં હતાં વિશેષ તો એક વહાલા દાદા જેવાં હતાં અને એમને આજીવન માનભરી નજરે જોઇ રહેવાનું નક્કી થઈ ચુક્યું હતું!

વર્ચ્યુલ રિયાલિટીના ગ્નાનને મેટ્રીક્સ વડે ચકાસવાનું હતું અને સ્ટિરિયો નેશન ના “ઓહ બેબી ડોન્ટ બ્રેક માય હાર્ટ..” ના ઇંગ્લીશ ઉચ્ચારોને ડિકોડ કરવાના હતાં અને એક દિવસે અચાનક કોઇએ અમર્ત્ય સેન ને ઇકોનોમિક્સ માં નોબલ પ્રાઈઝ આપી દિધું હતું! અને એ કેમ આપ્યું હતું, કોને પુછીને આપ્યું હતું એનું એક અંગત ઇન્વેસ્ટિગેશન અમારે જાતે કરવાનું હતું! ;)

—–Part 1 —–

અમુક દોસ્તો બેઠા હતાં અને વાતવાતમાં જુનિ  વાતો નિકળી અને એક દોસ્ત એ દિવસો યાદ કરતાં..રડમસ થઈ ગયો! એ માસુમિયત/નિર્દોષતા/સહજપણાં ને યાદ કરીને કોણ નથી થતું ?! અને એમ આ બ્લોગ પોસ્ટ નો જન્મ થયો અને કોને ખબર કેટલા ભાગમાં પુરી થશે ?

Share.

About Author

મોડીરાત્રીઓ, ધુમાડો, કોફી, કોડિંગ, એક્સપ્લોઇટ્સ, ગઝલો, બાઇકિંગ, જંગલો, પથ્થરો, લોકો, પુસ્તકો, રખડપટ્ટી, લાઈફની મઝા છે. એની દરેક અનુકુળતાઓ અને વિષમતાઓમાં. અને એ બધું અંગત નોટના પાનાઓમાંથી અહીં સુધી ફેલાયું છે. આ લખાણો મારા છે અને એક જ ડ્રાફ્ટમાં લખાયેલા છે, તો કોઇ માહીતીદોષ દેખાય તો ધ્યાન દોરશો. __નિખિલ શુક્લ. ;) :)

3 Comments

Leave a Reply

Powered By Indic IME
%d bloggers like this: