અને વળગણો હોય છે જે જિંદગી ખાનાખરાબ કરી નાંખે છે , સમાજ અને દુનિયાથી અલગથલગ કરી નાંખે છે. વિચારો/માન્યતાઓ/ફિલોસોફીનું એક એટમિક રિએક્ટર દરેક માણસને ઉર્જા આપે છે અને એના ચેઇન રિએક્શન અસ્તીત્વને એક આકાર આપે છે. ક્યારેક ખુબસુરત ક્યારેક બદસુરત. ક્યારેક “રમેશ પારેખ” ની જેમ -” સૌ સૌની સોનલને વહાલ થી ભરે બકી “- તો ક્યારેક બિભત્સ !

અને એક દિવસે કોપ્મ્યુટર મળી ગયું હતું જિંદગિના એક મુકામે, અને એણે મગજ ખોલી આપ્યું હતું. નેનોસેકંડની , નેનોમિટરની એક ગુંચવાડા ભરી સુંદરતાનો સાક્ષાત્કાર થયો હતો, અને જિવનમાં સૌથી પહેલાં એક વાર “ચંદન” વાંચ્યું હતું અને ગુજરાત સમાચારની “રવિપુર્તી” માં પહેલા પાને “રડાર” નો એક લેખ વાંચ્યો હતો અને એક અધ્યાય ઉમેરાયો હતો જીવનમાં અને/પણ આ બે અધ્યાયોની વચ્ચે જ્યારે ચહેરા ઉપર રૂવાંટી પણ પાકી નહોતી થઈ અને ચડ્ડી પહેરવાના દિવસો હજુ ભુલાયા નહોતાં અને પેન્ટ પહેરવાનો હજુ એટલો અનુભવ નહોતો ત્યારે ;)

એક “રાજદુત” હાથમાં આવી ગયું હતું પથ્થરિયું લાકડા જેવું સખત કર્કશ ભદ્દું વિચિત્ર ડોબા જેવું ગધેડા જેવું સુસ્ત અને હું બેખબર કે આ એક નવો અધ્યાય છે.

ઘણાં ડોબાઓ હેલમેટ નથી પહેરતાં. કેમ ? કેમકે , કેવું ભારે ભારે લાગે અને ચશ્મા પહેરતાં હોવ તો એ તો કેમ ફાવે ! હાં, બરાબર છે. જેમને ક્યારેય “ઇકોનોમી સ્પીડ” ની બીજી તરફ જવાનું જ નથી એ લોકોને હેલમેટ નહી રૂમાલ ને મોંઢા ઉપર બાંધવાનો હોય છે. “સાલો પવન કેવો લાગે !” – જેમને પવન બહુ લાગી જાય એ લોકો માટે હેલમેટ આમપણ “એબસર્ડ” બાબત છે. અને આમપણ હેલમેટ એમને જોઇએ જેમને ક્યારેય કંઈ વાગી શકવાની શક્યતા હોય, જેમની માથાની ખોપરી ક્યારેક કોઇ અજાણ્યા રસ્તા ઉપર ફાટી જવાની હોય, જે લોકો 108 emergency service ની અવગણના કરીને ઘરેથી નિકળતા હોય અને જેમને ક્યારેક મોં માંથી લોહીના ગળફા નિકળી જવાની શક્યતા હોય એ લોકો માટે હેલમેટ હોય છે અને હેલમેટ એવા લોકો માટે જ બનતાં હોય છે.

ઘણાં એટલા માટે બાઈક ચલાવે છે કેમકે બસની ભીડમાં “સ્ટેટસ” નથી જળવાતું ! સ્ટેટસ જેવો ખુમારીભર્યો શબ્દ પણ કેવા કેવા લોકો વાપરતાં થઈ ગયાં છે ! ફુગાવો બિજુ શું ? અને મુખ્ય કારણ હોય છે કે દુધ લેવા જઈ શકાય, સાંજે શાકભાજી લેવા જઈ શકાય -“અરે કોઇ વાર અડધી રાત્રે કંઈક ઈમરજન્સી માં જરૂર પડી જાય તો ” –

બકૌલ ઉસ્તાદ જિસસ એ લોકો જાણતા નથી કે એ લોકો શું ગુમાવી રહ્યા છે એમને એ પણ ગ્નાત નથી કે કઈ બાબતથી તેઓ વંચિત રહે છે.

અને ઘણાં લોકો સાઈડ-મિરર કઢાવી નાંખે છે ! કેમ ? કેમકે એ સારા નથી લાગતા. સારા !? જુઓ બાઈક ક્યારેય દુનિયાદારીના માપદંડો ઉપર સારી/સુંદર હોતી જ નથી એ કદરૂપી હોય છે , એ કઢંગી હોય છે. એના નટ/બોલ્ટ/વાયર્સ/ચેઇન/સ્પોક્સ/મડગાર્ડ/ચેસીસ/એન્જિન/ચેમ્બર બધું ખુલ્લું જ હોય છે. કોઇ મોંઘીદાટ લક્ઝુરીયસ કારની જેમ એને “ઢાંક પીછોડી” કરીને નથી રખાતી. એની તમામે તમામ બદસુરતીઓને ઉઘાડી જ રખાય છે, એના ટાયરમાં ચોંટેલો કચરો અને કિચડ અને ટાયરની ગ્રિપમાં ભરાયેલા નાના-ઝીણાં કાંકરાઓ પણ એને વધારે ગંદી દેખાડે છે, એના ક્લચ અને બ્રેક અને એક્સીલરેટરના જોઇન્ટ્સ અને એમાં લાગેલા લુબ્રિકન્ટ્સ એને વળી વધારે બદસુરતી આપે છે. અને એ ગરમ અંગારા જેવી હોય છે જો અડકી લો તો હાથ/પગ દાઝી જાય છે, ચાઠાં પડી જાય છે, બળતરા કરાવે છે, અને ના કરે નારાયણ કે પછી ઇન્શા અલ્લાહ (!?) જો પડી જાવને તો હાથ પગ નો એકાદ ટુકડો કરી આપે છે, જડબાં તોડી આપે છે,ચામડીની નિચેનું થોડું ગુલાબી માંસ દેખાઈ જાય છે અને જીન્સના પેન્ટ ઉપર ના લોહિના ડાઘા કોઇ ડિટરજન્ટ થી જતાં નથી

બાઈક સુંદર હોતી જ નથી એ કદરૂપી હોય છે, એનું પોસ્ચર બહુ અણીયાળું/બુઠ્ઠુ/બોદું હોય છે, અને એટલા જ બદસુરત હોય છે એને ચાહનારા , એને ગમાડનારા. એ સુંદર નથી હોતાં, એમને રોજ દાઢી કરવાનું નથી ફાવતું એમને ચહેરા ઉપરની મસાજ કે સફેદ ચહેરાનો લગાવ નથી હોતો, એમને એરકન્ડિશન્ડ ઓફીસોમાં અકળામણ થતી હોય છે, એ ગમે તે હોટેલમાં જઈને જમી લે છે અને ગમે તે હાઈવે ઉપરની હોટલમાં ચ્હા પી લે છે અને ગમે તે જગ્યાએ પાણી પી લે છે. એમને પોતાના શરીર પર એટલો ભરોસો હોય છે કે ઠંડી,ગરમી, તાપ, વરસાદ કે ઉનાળાની લૂ એમને બિમાર જ નથી કરી શકતી. એમને કડવો સ્વાદ વધારે ગમતો હોય છે, એ ઓછી ખાંડ વાળી કોફી પિતા હોય છે કે પછી એકદમ વધારે ભુકી નાંખેલી કડક ચ્હા કે પછી નીટ સિંગલ-મોલ્ટ સ્કોચ/વ્હિસ્કી. હાં, બાઈકિંગની દુનિયામાં દુન્યવી સુંદરતાને દેશનિકાલ કરેલી હોય છે.

અને એ દેશનિકાલ થયેલી સુંદરતાના પક્ષધરોમાં બાઇકર્સ હોય છે. બેફામ, ગમે તે દિશામાં ઉપડી જનારા , કોઇ અણદીઠેલી ભોમ જોવાને કાજે ટળવળતા, દુનિયાની/લોકોની નજરે સોફિસ્ટિકેશની તમામ વ્યાખ્યાઓને તિલાંજલી આપી ચુકેલા અને થોડાં અસ્તવ્યસ્ત ઉડતાં રહેતાં વાળ વાળા, જેમના માથામાં મિજાજ નામનું એક અલગ તંત્ર હોય છે જેનો કોઇ મિજાજ નથી હોતો પણ એ મિજાજી હોય છે !

બાઈકિંગ માત્ર શોખ નથી રહેતો એ જીવન જીવવાની એને મુલવવાની એક રીત/પ્રણાલી/રિત/રિવાજ બની જાય છે. બાઈકિંગ શું આપે છે જીવનમાં ? કંઈ નહી ! બલ્કે બાઈકિંગ જીવનમાં જે જોઇએ એને મેળવવાની હિંમત અને જીદ આપી શકે છે. બાઇકિંગ અને હેકિંગ મને બહુ સમાનાર્થી પણ લાગે છે ઘણીવાર! બાઈકિંગ થકવી નાંખે છે, શરીરને તોડી નાંખે છે અને મજબુત મનોબળ/મિજાજ વાળા માણસો માટે આ એક ચેલેન્જ હોય છે. પોતેજ પોતાની જાત આગળ થાકી/હારી જવું મંજુર નથી હોતું અને પોતાની જ અ-ક્ષમતાઓ ની સામે ઝુઝવા ની, ઝુઝતા રહેવાની એક વણથંભી રીત શરૂ થઈ જાય છે.

એક દિવસમાં/ચોવિસ કલાકમાં 300/350/400/500 કિલોમીટરની બાઈક સવારી કરવી , શારિરિક ક્ષમતાઓ ને અતિક્રમિ જવી , હલકા નાસ્તા/ભોજન વડે ચલાવી લેવું, હાથ /ખભા / ઢીચણ/થાપા / કમર / ગરદનના સ્નાયુઓને કચકચાવી નાંખ્યા પછી પણ રસ્તામાં કોઇ મજાના લેન્ડસ્કેપ ને આનંદથી જોઇ શકવો, એ દરેકના ગજાની વાત નથી. એના માટે મજબુત મનોબળ જોઇએ, શરીર નક્કર જોઇએ અને એક ખુશમિજાજી જોઇએ.

લાંબુ બાઈકિંગ આત્મચિંતનની તકો આપતું હોય છે, જાત સાથે રૂબરુ થવાની એક સરળ રીત છે એ. બાઈક ચાલે ઘરઘરાટી હોય, પોતાના ફેંફસા સહન કરી શકે એનાથી વધુ ઝડપે પવન શ્વાસમાં જતો હોય, પવન ની થપાટો પથ્થરની જેમ આખા શરીર પર વાગતી હોય અને એટલા પવનમાં પણ કપડાંની અંદર પરસેવાના રેલા નિકળતા રહેતાં હોય, પિસ્ટન કરતાં પણ વધારે હૃદયના ધબકારા ટોર્ક આપતાં હોય ત્યારે..ત્યારે જાત સાથે કોઇ ઋષિ ની જેમ ધ્યાનમગ્ન થઈ શકાતું હોય છે !

હેકિંગની જેમ જ પોતાની જાત આગળ પોતે જ પોતાની ભુલો અને ખામીઓ જેટલી નફફટ રીતે ઉજાગર કરવી પડે છે એવી રીતે બિજે ક્યાંય થતી નથી. અને જ્યારે પોતાની જ ભુલો/ખામિઓ/અ-ક્ષમતાઓ થી રૂબરૂ થવાની ટેવ પડી જાય છે ને ત્યારે જ પેલી ઘટનાઓ બનતી હોય છે પારદર્શકતા કેળવી શકવાની!

કેમ એવું હોય છે કે, અનલાઈક સમ અધર થિંગ્સ.. બાઇકરો સહજ રીતે કહી નાંખતા હોય છે કે ,મને તાપમાં નહી ફાવે ! – અને કેમ એ છતાંય એ તાપમાં જ એ ભટકવા નિકળી શકે છે ?! કેમ દરેક બાઈકરની એક પસંદીદા બાઈક હોતી હોય છે અને છતાંય એ બાકીની બધી જ બાઈકોને સન્માન આપી શકે છે ?! કેમ એવું હોતું હોય છે કે ટિપિકલ બાઈકર્સ જીદ્દી/મિજાજી/ગુસ્સૈલ/અઘરા હોતા હોય છે અને છતાંય ગમે ત્યાં ગમે તે જગ્યાએ અને લોકો સાથે હળીમળી શકતાં હોય છે ?! કેમ દરેક બાઈકર સવાયો પુરૂષ હોવાનો ગર્વ અનુભવે છે અને છતાંય રસ્તામાં કોઇ નાના ઝરણાં આગળ પોતે જ પોતાના/દોસ્તોના કપડાં ધોઇ શકે છે ?! કેમ દરેક બાઈકર ખાવા પીવાની બાબતમાં બહુ ચુઝી હોય છે અને કેમ એ લોકો જે મળ્યું એ જમી લેતાં હોય છે ?! અને કેમ પૌરૂષત્વના ઉંબરે ઉભેલા દરેક લબરમુછિયાને બાઈક તરફ એક ઘેલું હોય છે ?! કેમ એમનામાં આટલા વિરોધાભાસી શોખ હોતાં હોય છે ?! માનસશાસ્ત્ર માં જેમ “હેકર્સ” ની બુધ્ધીમત્તા અંગે બહુ મોટી ચર્ચા-વિચારણા થતી હોય છે એમ જ ક્યારેક કાશ કે બાઈકર્સ ના સ્વભાવ અંગે પણ કોઇ શંશોધન થાય. ખૈર, “સેડલ સોર” ની પણ એની એક મઝા હોય છે !

લખીશ ફરીવાર ક્યારેક વ્યવસ્થિત રીતે લખીશ આ મારા બિજા વળગણ વિશે બાઈકિંગની જેમ જ અત્યારે હું પણ ફેંકાયેલો છું નક્કી નથી કરી શકતો કે ચોક્કસ કેટલું લખવું ! ;)

Share.

About Author

Nikhil Shukl

મોડીરાત્રીઓ, ધુમાડો, કોફી, કોડિંગ, એક્સપ્લોઇટ્સ, ગઝલો, બાઇકિંગ, જંગલો, પથ્થરો, લોકો, પુસ્તકો, રખડપટ્ટી, લાઈફની મઝા છે. એની દરેક અનુકુળતાઓ અને વિષમતાઓમાં. અને એ બધું અંગત નોટના પાનાઓમાંથી અહીં સુધી ફેલાયું છે. આ લખાણો મારા છે અને એક જ ડ્રાફ્ટમાં લખાયેલા છે, તો કોઇ માહીતીદોષ દેખાય તો ધ્યાન દોરશો. __નિખિલ શુક્લ. ;) :)

2 Comments

  1. હાઈ વે પર એકધારી ચાલી જતી બુલેટ ના અવાજ થી

    વધુ સેક્સી અવાજ હજુ સુધી સાંભળ્યો નથી ………….

Leave a Reply

Powered By Indic IME
%d bloggers like this: