દિવાળી દીવાઓ

0

બિજુ બધું તો ઠીક પણ..મને દિવાઓ ગમે છે…કેમકે…અગ્નિ ગમે છે…અને દિવાળી એ એક સારું નિમિત્ત છે….અને નહિ તો હું ઘણીવાર એમ જ આખી રાત માત્ર મિણબત્તીઓ સળગાવીને બધે મુકી રાખું છું…અમુક અમુક વાર… , અને એની એક અલગ મજા છે…. કેન્ડલ લાઈટ ડિનર તો સમજ્યા હવે….પણ..એક બાજુ કોમ્પ્યુટરના ઇન્ડિકેટર્સ અને બિજા ડિવાઈસના એલઈડી ચમકતાં હોય અને છ્તાંય તમે…મિણબત્તીઓ વડે અજવાળું કરીને બેઠા હોવ એ…આખો નજારો પણ આહલાદક હોય છે….અને આજુબાજુના લોકો નવાઈથી જોઇ રહે નવાઈભરી રીતે..હંસે…સ્મિત કરતાં રહે….એ લટકામાં…. ;)..અને સ્કાઉટના અને RSS ના કેમ્પમાં ગાતાં હતાં કે…

“આ ઉર્ધ્વગામી જ્વાલ જન આદર્શ અમ સૌ ઉચ્ચ હો.
આ રક્તવર્ણા ઇન્દનો જનયત્ન અમ જીવન્ત હો…

આ કુંડનો અગ્નિ દિયો ગરમી સકળ સમુદાયને,
દેજો સુ-સેવા દેશને વિર બાલ-બાલિકાયતે….”

…સાલી વર્ષો થી આ એક પ્રાર્થના યાદ આવી જ જાય છે અને દિવાળિમાં તો ખાસ…અને…દિવાળિમાં વળી ફાયદો એ કે અલગ અલગ આકારો અને સુગંધમાં મળતી મિણબત્તીઓ સહેલાઈથી મળી જાય છે ..મને જોકે સુગંધી મિણબત્તીઓ ફાવતી નથી ! , પણ હું એકલો આખા ઘરમાં અને છતાંય મુસ્તાક અને અવનવા આકારો વાળી મિણબત્તીઓ જાણે કેમ ફુલોને અંગારા સાથે રાખ્યા હોય !! ….અને …. જાણે કે..

“..બર્કે ગુલ પર ચરાગ સા ક્યા હૈ… છુ ગયા થા ઉસે જહેન મેરા….
મેં હવા હું કહાં વતન મેરા,….અંજુમન અંજુમન સુખન મેરા…”

..અને પછી જે માહૌલ બને…મરહબ્બા..મરહબ્બા..!!

…અને , હું ભગવાનમાં નથી માનતો…અલ્લાહ કે ઈસુ કે આફ્રિકાની મમ્બો દેવી..દુર રહે..એમની ઘેર રહે..પણ ગર્વ છે કે મારો ઉછેર હિંદુ સંસ્કૃતી મુજબ થયો છે…અને એટલે.. હિંદુ હોવાના કારણે … અગ્નિ-આગ-દાવાનળ થી લગાવ હોય એ સ્વાભાવિક પણ છે જ ને ! ભાગ્યે જ કોઇ હિંદુ એવો હશે જેને આગથી બિક લાગતી હશે ,એવું મારું માનવું છે.

..બાકી તો..ભગવાન ને એની ભગવાનતા મુબારક પણ મને આગ સાથે રમવાના અવનવા આકારો/બહાનાઓ મળી જાય છે દિવાળિના નિમિતે… :)

Share.

About Author

મોડીરાત્રીઓ, ધુમાડો, કોફી, કોડિંગ, એક્સપ્લોઇટ્સ, ગઝલો, બાઇકિંગ, જંગલો, પથ્થરો, લોકો, પુસ્તકો, રખડપટ્ટી, લાઈફની મઝા છે. એની દરેક અનુકુળતાઓ અને વિષમતાઓમાં. અને એ બધું અંગત નોટના પાનાઓમાંથી અહીં સુધી ફેલાયું છે. આ લખાણો મારા છે અને એક જ ડ્રાફ્ટમાં લખાયેલા છે, તો કોઇ માહીતીદોષ દેખાય તો ધ્યાન દોરશો. __નિખિલ શુક્લ. ;) :)

Leave a Reply

Powered By Indic IME
%d bloggers like this: