Spam !!

0

…સાલુ…તમે ગમે એટલો પ્રયત્ન કરો….horny/Brazilian latinas/Hot divorcee aunties…આ બધીઓ તમને શોધી જ લે છે…તમારા સુધી પહોંચી જ જાય છે…અને હવે તો પાછું હિન્દિ અને ગુજરાતી બોલતી હોય એવી લેટિનાઓ પણ દેખાવા માંડી છે…એ વાત અલગ છે કે એમને હિન્દિ/ગુજરાતી બોલતી કરતાં “બોટ્સ” બહુ ખરાબ વ્યાકરણ જાણે છે ! ;) ;)

ફેસબુક ઉપરની “બાલિશ” પબ્લિકની બાલિશ પોસ્ટસ અને કોમેન્ટ્સ ની જેમ એક અનિવાર્ય લક્ષણ છે…internet નું… તમે બીજા અલગ ઈમેલ આઈડી બનાવો અને કચરો દુર રાખવા માટે “અવિશ્વાસુ/અનિશ્ચિત” જગ્યાઓએ તમારું “રોજિંદુ ઈમેલ” ન આપો પણ… જે ભરોસા પાત્ર લાગે એ લોકો પણ સાલા… મારા આઈડી ને વેચી નાંખે છે…! ;)

…”સાલા બહૌત પક ગયા હું ઈન લોગો સે….” —-અને એમાં પાછા email service providers ના spam/bulk ના ધારાધોરણો હજુ એટલા સખત થયા નથી…અને એમના mail filters એટલા ફ્લેક્સીબલ પણ  હોય કે આપણાં આપેલા wild-characters ને સમજી શકે !!, તો શું…દરેકે દરેક ઈમેલ આઈડી/domian name ને હું જાતે લખી લખી ને એન્ટર કરું ?!?! no way……

અને છેલ્લાં 10-15 દિવસથી તો લટીનાઓ(!) અને યંગ લોકેજ ગર્લસો એ માઝા મુકી હતી… બધાંને હું એકદમ…એકદમ ગમી ગયો.તે એટલો કે મારાજ ઈમેલ એકાઉન્ટ થી મને પારકાપણું લાગવા માંડ્યું !, મારું મનગમ્તું email client એવું બિચારું thunderbird પણ કંટાળી ગયું…thunderbird ના nitifications ને જોઇને તરત જ મનમાં ફાળ પડે કે “..કહિં યે વો તો નહિ…” !! , ..લેટિનાઓના ઇમેલ ડિલીટ કરી કરીને હું લેટી(!) ગયો……પણ ..આ તો પાછિ “સ્ત્રી-હઠ” !!! ;) ;) , એમ જ તો જાય નહિ એ બધીઓ..

ખૈર પછી નિખિલ શુક્લના પાર્થિવ/ક્ષણભંગુર શરીર માં વસતા “વિશ્વામિત્ર” એ જાગવું પડ્યું ! , અને નક્કી કર્યું કે નહિ હવે હું thunderbird ને કંઈજ સેટિંગ નહિ કરું…., હવે તો માત્ર જીમેલ અને યાહુ જ રહ્યા માત્ર….મારી નજર માં ના આવે એમ નહિ બલ્કે મારા એકાઉન્ટ માં જ ન આવવા જોઇએ આ અને આટલા બધાં ઈમેલ લેટીનાઓના….

…ગઈકાલે રાત થી અત્યાર સુધીમાં , બધાંજ આવા ઈમેલને નાના મોટા thunderbird ના પ્લગીન્સ વડે “ભેગા” કરી લીધાં…પછી…નાની મોટી ટ્રીક વડે ઈમેલ ફિલ્ટરમાં  પેલા wild-characters ને પણ ગોઠવી દીધાં….એ સિવાય  બે-એક disposable email ID બનાવી નાંખ્યા…, અમુક યાહુ/ગુગલને એમની ટેકનિકલ ખામિઓ અંગેના પણ ઈમેલ ફટકારી દીધાં….(એ લોકો કંઈ કરશે કે નહિ ખબર નથી !) …. અને ખાસ તો પેલા regular expressions ને એવા તો કચકચાવીને લખ્યા છે કે…..ગઈકાલ રાતથી અત્યાર સુધી….મજાલ છે એક પણ લેટિનાની કે મારા ઈમેલ સુધી પહોંચે !! ;) ;) ,

સાંભળ્યું છે કે…યાહુ અને ગુગલના data centers માં બધાં સર્વર્સ વચ્ચે મારા regular expressions એક ચર્ચાનો વિષય બની ગયાં છે ! અને અફસોસ કે યાહુ અને ગુગલના bug bounty ની વ્યાક્યાઓમાં એમની આ અમુક ખામીઓને નથી ગણવામાં આવતી…અને સારું જ છે…નહિ તો મારે બીજા expressions બનાવવા પડતાં ! ;)

ખૈર…આભાર..લેટિનાઓ અને આંટિઓ અને યંગ કોલેજ ગર્લ્સ …થોડાક દિવસો માટે મને સમસ્ત બ્રહ્માંડનું કેન્દ્ર બનાવી દેવા માટે…પણ….હવે બહુ થયું…તમારા બાઝિલિઅન આત્મા અને ડીવોર્સી લાગણિઓ અને હોટ-એવી-હોટનેસ ને અલવિદા…

..હાશ…શાંતિ લાગે છે ગઈકાલ રાતથી…અને અનાયાસ મને સાતત્યની મારી એક પોસ્ટ “તારા પછી ?” નો એક શેર યાદ આવી ગયો..બલ્કે..બરબસ…આવી ગયો….

“હુસ્ન ગમઝે કી કશાકશ સે છુટા મેરે બાદ, બારે આરામ સે હૈ અહલે-જફા મેરે બાદ….” !!

 

 spam-sparta

Share.

About Author

મોડીરાત્રીઓ, ધુમાડો, કોફી, કોડિંગ, એક્સપ્લોઇટ્સ, ગઝલો, બાઇકિંગ, જંગલો, પથ્થરો, લોકો, પુસ્તકો, રખડપટ્ટી, લાઈફની મઝા છે. એની દરેક અનુકુળતાઓ અને વિષમતાઓમાં. અને એ બધું અંગત નોટના પાનાઓમાંથી અહીં સુધી ફેલાયું છે. આ લખાણો મારા છે અને એક જ ડ્રાફ્ટમાં લખાયેલા છે, તો કોઇ માહીતીદોષ દેખાય તો ધ્યાન દોરશો. __નિખિલ શુક્લ. ;) :)

Leave a Reply

Powered By Indic IME
%d bloggers like this: