Honesty

4

પ્રામાણિકતા એટલે કોને કહેવાય ? પ્રામાણિકતાના parameters શું હોય છે કે રાખવા જોઇએ ? તમને ખબર પડિ જાય કે પ્રામાણિકતા કોને કહેવાય એટલે ચાલી જાય ?!, એ પછી એ પડી ચુકેલી “ખબર” ની સત્યતા અને એને મુલવવાની રીતની કોઇ પ્રામાણિકતા હોય કે નહિ ??

..પ્રામાણિકતા શબ્દ કંઈ જાહેર જીવન માં જ નથી હોતો…એ અંગત માનસિકતા અને કામોનો પણ હવાલો ધરાવે છે.

રૂપિયા-પૈસા માં હાથ/દાનત ચોખ્ખી હોય, જવાબદારીનું ભાન હોય અને કામની જવાબદારી હોય , અને તમે ટેક્સ ભરો સમયસર કે વગેરે…બસ આટલાથી તમે થઈ જાવ પ્રામાણિક ?!? ભુલ કરો છો.

કોઇ એક બાબત/પ્રસંગ/બનાવ/સંબધ/વાત શરૂ થાય…તમે એના અંજામ થી વાકેફ હોવ , અને આપણે હોતાંજ હોઇએ છીએ, રોજિંદા જીવનમાં થતી બાબતોના પુર્વાનુમાન/અંદાજ/અણસાર મેળવવા માટે કંઈ ભુવાઓ/જ્યોતિષિઓ કે super computer ના computational power ની ટેરા-ફ્લોપ ના હિસાબે જરૂર નથી પડતી. એટલા બધાં નાદાન કે અબુધ જો તમે હોવ તો અત્યારે અહિં અબજો-ખર્વો નિખર્વો વેબપેજની વચ્ચે નું કોઇ એક ચોક્કસ પેજ ન જોઇ રહ્યા હોત ! ;)

….હવે, જો એ “નિયતી” થી તમે વાકેફ હોવ અને સ્વાભાવિક છે કે એની ગંભિરતા તમારા જેવા બુધ્ધિશાળી વ્યક્તિની નજરમાંથી છટકી નહિ જ્શક્યું હોય તો…ત્યારે પેલી પ્રામાણિકતા ને શું કરવાની ??? ..થીયરી સમજીને પ્રેક્ટિકલ થી બચવાનું કે બુધ્ધિ ની કોઇ ચાલાકી/ડહાપણ ભરેલી ચાલ થી છેતરવા પ્રયત્ન કરવાનો  કે ખરેખર સામી છાતીએ સ્વિકારવાની ??

પ્રામાણિકતા ના પ્રેક્ટિકલ ક્યારેક ચોખ્ખે-ચોખ્ખું બોલીને થતાં હોય તો ક્યારેક છડેચોક કંઈક કરીને થતાં હોય ક્યારેક માથું નીચું નમાવીને પણ પ્રામાણિકતાના પ્રેક્તિકલ્સ પુરા કરવાના હોય છે અને ક્યારેક કોઇ બાબતોનો ઉલાળિયો પણ કરવાનો હોય છે. પણ જે હોય એ સ્વરૂપ…માત્ર થોથાંઓ વાંચીને કે “ખબર છે…ખબર છે…હું જાણું છું..સમજું છું…” – ની છેતરામણી બુધ્ધિગમ્ય દલીલો વડે એને તમે “થિયરી” માં નહિ જ લાવી શકો.

..કાં તો નિભાવો પ્રામાણિકતા કે નહિ તો પછી પોતાને એક બુધ્ધિશાળી ચાલાક અપ્રામાણિક એવા મહા-મનુષ્યનો ખિતાબ આપીને એટલી સૌજન્ય પુરતી પ્રામાણિકતા નિભાવી લો !! છેવટે પ્રામાણિકતા નહિ તો થોડું ઘણું સ્વમાન બચી શકશે.

…જો ખબર જ હોય કે આ વાત/મુદ્દો/બાબત જે દિશામાં જઈ રહ્યો છે…એ દિશામાં મને નહિ ફાવે..તો પછી અટકાવી દેવાની પ્રામાણિકતા કેમ ચુકી જવાય છે ? કદાચ પેલા અલ્પકાલિન/ટેમ્પરરી ફાયદાઓની લાલચમાં તો એવું નથી કરતાં ને તમે ?!?

જ્યાં નહિ જવાનો તમે નિર્ધાર કરી જ ચુક્યા હોવ તો પછી…શું કામ એ મુસાફરી કરો છો ?, કોઇએ સીટ-રોકી આપી હતી એટલા માટે કે પછી મુસાફરીની ટિકિટ જ મફતમાં મળી હતી એટલા માટે ?!
…અત્યારે જેમ છે એમ ચાલવા દો મને ગમે છે …અનુકુળ આવે છે…ફાવે છે…., અને પછી જ્યારે “પ્રેક્ટિકલ લેબ” માં જવાનું થાય ત્યારે….તમને પેટમાં દુખે/તાવ આવે/સમાજ/કુટુંબ/સંજોગો ની બલિહારી આપો તમે…..જુઓ….મફતના પાસ લઈને સમારંભોમાં ઘુસી ગયેલી “પબ્લિક” ને “શ્રોતાઓ” નથી કહેવાતાં. , વેલ….માણસના નિચા કે અપ્રામાણિક હોવાના માપદંડ ઉપર કયો મહાન હોદ્દો આપશો તમારી જાતને , આવા પગલાંઓ માટે ? એટલી પ્રામાણિકતા તો બતાવી શકશોને તમે ? કે પછી….

…તમે નહિ જ કરી શકો…કેમકે , પ્રામાણિકતા નાની કે મોટી , જાહેર કે અંગત…..”…બડી હિમત…બડા હૌસલા ચાહિયે હોતા હૈ..” , તમે રહેવા દો એ …તમને ઈલકાબો તો લોકો આપી દેશે ,તમારી પ્રામાણિકતાના આવા customized format માટે…પણ જુઓ, પછી એમ ન કહેતાં કે “..હું દુનિયાની પરવા નથી કરતો…” – કેમકે….તમારી પોકળતા તો હવે “યે પબ્લિક હૈ ..યે સબ જાનતી હૈ….” – ની જેમ … ;) ;) અને છતાંય…થોથાંઓ વાંચીને , પ્રામાણિકતા ની અવનવી(!) પરિભાષા બનાવીને તમે પોતાનેજ પંપાળ્યા શકો છો… IPC માં પોતાને પંપાળ્યા કરવાની કોઇ કલમ નથી અને એમ તમે સજ્જ્ન હોવાના ભ્રમને પંપાળી શકો છો.

ખૈર..હિન્દી ફિલ્મોના અમુક ગુંડાઓ અને ક્યારેક તો ચમચાઓ પણ…. “…બેઈમાની કા કામ ભી ઈમાનદારી સે કરતે હૈ….” , પણ અમુક બુધ્ધિશાળી આત્માઓ ઈમાનદારીની વાતો બહુ બે-ઈમાની સાથે વધારે સારી કરી શકતાં હોય છે ! દુનિયા છે અને એના કૌતુકો છે !!

પ્રામાણિકતા સારી હોય છે દોસ્ત…એ કરવા/રાખવા જેવી હોય છે…એ હિંમત આપે છે…જાત સાથે રૂબરુ કરી આપે છે અને વાસ્તવિક જીવનના એક __ખાસ પ્રકારના નર્ક__ થી બચાવે છે !!, કયું ખાસ નર્ક ? વેલ…ક્યાંક વાચ્યું હતુ એમ કે….

પ્રશ્ન:-  “નર્કની વ્યાખ્યા શું હોઇ શકે ?”
જવાબ:- “..એ દિવસ/સમય કે જ્યારે તમે “બની ચુક્યા” છો એ વ્યક્તિ અને તમે “બની શક્યા” હોત એ વ્યક્તિ, બંને સામસામે આવી જાય…!! ”

….ગીતામાં ધર્મ ની વાત આવે છે. પણ ધર્મ એટલે ધાર્મિક સંપ્રદાય ની વાત નથી આવતી !!, પોતાની જવાબદારીઓ/જવાબદેહીઓ ની વાત છે. અને કદાચ તમારા જેવા વ્યક્તિઓ માટેજ શ્રી કૃષ્ણએ કહ્યું છે કે…”..નબળા મનુષ્યો ધર્મને ધારણ નથી કરી શકતાં…..” – સમજ્યા તમે….હોવા-ન હોવાની વાત નહિ….શકવા – ન શકવા ની વાત છે !

..અને એ એમ જ હોય ને કેમકે….પ્રામાણિકતા અઘરી હોય છે, મુશ્કેલ હોય છે, એની ધાર બહુ ધારદાર હોય છે… અને છોડો આ બધું…. હું _તમને ફાવે એવી રીત/રસ્તો બતાવું_ , આને સસ્તામાં પતાવી દેવું છે ?!? , તો કબુલ કરી લો કે તમે અપ્રામાણિક છો. ના ફાવે તો ખૈર….

પ્રામાણિકતા વિચારોની નહિ “કર્મ” ની વિષયવસ્તુ છે. પ્રામાણિકતાથી આગાહ હોવું એટલુંજ પુરતું નથી હોતું પ્રામાણિક બનવા/હોવા/માનવા માટે. ટુંકમાં પ્રામાણિકતાના “પ્રેક્ટીકલ” હોય “થિયરી” માં પ્રામાણિકતા નામનો કોઇ વિષય નથી હોતો.

Share.

About Author

મોડીરાત્રીઓ, ધુમાડો, કોફી, કોડિંગ, એક્સપ્લોઇટ્સ, ગઝલો, બાઇકિંગ, જંગલો, પથ્થરો, લોકો, પુસ્તકો, રખડપટ્ટી, લાઈફની મઝા છે. એની દરેક અનુકુળતાઓ અને વિષમતાઓમાં. અને એ બધું અંગત નોટના પાનાઓમાંથી અહીં સુધી ફેલાયું છે. આ લખાણો મારા છે અને એક જ ડ્રાફ્ટમાં લખાયેલા છે, તો કોઇ માહીતીદોષ દેખાય તો ધ્યાન દોરશો. __નિખિલ શુક્લ. ;) :)

4 Comments

 1. મને આ ક્વોટ બહુ ગમ્યું છે…. પ્રશ્ન:- “નર્કની વ્યાખ્યા શું હોઇ શકે ?”
  જવાબ:- “..એ દિવસ/સમય કે જ્યારે તમે “બની ચુક્યા” છો એ વ્યક્તિ અને તમે “બની શક્યા” હોત એ વ્યક્તિ, બંને સામસામે આવી જાય…!!

 2. મેરી થકન કે હવાલે બદલતી રેહતી હૈ..મુસાફિરત મેરે છાલે બદલતી રેહતી હૈ..
  મે ઝિંદગી તુજે કબ તક બચા કે રખુગા..યે મૌત રોઝ નીવાલે બદલતી રેહતી હૈ.!
  ~રાણા

  રાણાસાહેબના આ શેરમા ઝિંદગીની જગ્યા એ પ્રામાણીકતા મુકી શકાય નહિ ? ;)

  બાકી, સાપેક્ષવાદનો સીધ્ધાત અહિં લાગુ પાડી શકાય છે..પાડી દેવાય છે..જેમ એન્જીનીયરીંગ ડ્રોઈગમા ‘ફ્ર્ન્ટ વ્યુ’..’ટોપ વ્યુ’ અને બીજા બધા વ્યુ આવે ઓબ્જેક્ટ ને ડીફાઈન અને ડિઝાઈન કરવાના એમ સત્યના પણ આવે.! ખૈર, અસલ ઓબ્જેક્ટ મા કોઈ ફેર પડતો નથી..એમ પ્રામાણીકતા એક જ રહે છે..પણ ઝિંદગીના એન્જીનીયરો એનો પોતપાતાના હિસાબે ડિસ્કવર કરતા રહે છે.!

  બાકિ પેલા માથા ફરેલ “જોકર” કહ્યુ છે એમ..
  “..સૌ ની નેક નીયત..સૌ ની શરાફત..બધુ….હા હા હા…જેવી મુસીબત આવશે કે આ સૌ…
  એ એટલા જ પ્રમાણીક છે..જેટલી દુનીયા એમને થવા દે છે.!”

  પોસ્ટ ગમી.

 3. મેરી થકન કે હવાલે બદલતી રેહતી હૈ..મુસાફિરત મેરે છાલે બદલતી રેહતી હૈ..
  મે ઝિંદગી તુજે કબ તક બચા કે રખુગા..યે મૌત રોઝ નીવાલે બદલતી રેહતી હૈ.!
  ~રાણા

  રાણાસાહેબના આ શેરમા ઝિંદગીની જગ્યા એ પ્રામાણીકતા મુકી શકાય નહિ ? ;)

  બાકી, સાપેક્ષવાદનો સીધ્ધાત અહિં લાગુ પાડી શકાય છે..પાડી દેવાય છે..જેમ એન્જીનીયરીંગ ડ્રોઈગમા ‘ફ્ર્ન્ટ વ્યુ’..’ટોપ વ્યુ’ અને બીજા બધા વ્યુ આવે ઓબ્જેક્ટ ને ડીફાઈન અને ડિઝાઈન કરવાના એમ સત્યના પણ આવે.! ખૈર, અસલ ઓબ્જેક્ટ મા કોઈ ફેર પડતો નથી..એમ પ્રામાણીકતા એક જ રહે છે..પણ ઝિંદગીના એન્જીનીયરો એનો પોતપાતાના હિસાબે ડિસ્કવર કરતા રહે છે.!

  બાકિ પેલા માથા ફરેલ “જોકર” કહ્યુ છે એમ..
  “..સૌ ની નેક નીયત..સૌ ની શરાફત..બધુ….હા હા હા…જેવી મુસીબત આવશે કે આ સૌ…
  એ એટલા જ પ્રમાણીક છે..જેટલી દુનીયા એમને થવા દે છે.!”

  પોસ્ટ ગમી.

 4. પોસ્ટ તેઝ..ધાર….પણ દોસ્ત એમ પણ જીંદગી તો ક્યાં આપણને લાલ-ગુલાબી ગમે છે? થોડા ભડકા સોનેરી પીળા…અને થોડા કાળા ડિબાંગ રંગો સાથે ગ્રે છાંટ વાળી જ રાસ આવે છે આપણી ફિતરતને ,,,તો પછી એવુ કેમ કહી શકાય કે….સૌ એટલા જ પ્રમાણિક છે જેટલા દુનિયા એને થવા દે છે ! આમ્પણ પ્રમાણિકતા ક્યા દુનિયાને દેખાડવાની છે !! જાત સાથે થઇએ એટલે ભયોભયો…

  અને એટલે જ જ્યારે પેલી મરજી મુજબ જીવવાની વાત થતી હતી ત્યારે વિચાર આવ્યો હતો કે જો કોઇની એ જીંદગીની કિંમત ચૂકવવા માટે તૈયારી/દાનત/ત્રેવડ નથી એમ જાહેરમા સ્વીકારે છે એ એની પ્રમાણિકતા જ સમજવી રહી કારણ કે એ સ્વીકારે તો છે ! બાકી..માણસ એટલે માણસ વત્તા એના સંજોગો/હાલાતો કહીને છૂટી ન શકાય.

Leave a Reply

Powered By Indic IME
%d bloggers like this: