દુખ કેટલું અલંકારીક હોઇ શકે

0

..દુખ કેટલું અલંકારીક હોઇ શકે અને દુખને વ્યક્ત કરવાના રાગ/આલાપ/છંદ/કુછંદ કયા હોય છે ?, દુખ એટલે શું ? , કયા ચોક્કસ મનોભાવ/મનોસ્થિતિને દુખ માં ગણવું ?, કે પછી દુખ એ ઉભી કરી શકાય એવી લાગણીતો નથી ને ?! , અને દુખ વડે દુખી થવું જ જરૂરી હોય છે ? એને સજાવી અલંકૃત ન કરી શકાય ? , શબ્દો વડે , કોઇ એકદમ કચકચાવીને જાણી જોઇએ ક્રિપ્ટિક બનાવેલા કોઇ કોડિગ બ્લોક વડે લખીને જો દુખ વ્યક્ત કરવાની મજા આવે તો ક્યારેક કોઇ ગઝલને સાંભળિને દુખી થઈ જવાની અદમ્ય ઇચ્છા થઈ આવે..ક્યારેક જાણી જોઇને દુખી થવાનું મન થઈ જાય એવું નથી થતું ?! અને એમ કરીને કોઇ અદુન્યવી વિરોધાભાસની જેમ ચહેરા ઉપર મુસકાન આવી જાય તો પછી એને દુખ કહેવું કે જલસો ?

મને ગમે તે સંગિત ગીત ગમે ગમી જાય અને ક્યારેક તો ન સમજાય એવા અમુક ફેંચ અને અરેબીક ગીતો પણ ગમે ફ્રેંચ અને અરેબીક બંને મને લાગે છે કે દુખને ખરેખર બહુ અલંકારીક રીતે રજુ કરી શકે છે..શબ્દો અને સંગીત બંનેમાં ! ..અને હાં ક્યારેક અમુક “બેલે ડાન્સરો” ની કમનિય કમર અને ઈરોટિક (વલ્ગર નહિ !) નાઝ/નખરાં(!) કરતા પણ વધારે તો બેકગ્રાઊન્ડમાં વાગતાં સંગિત વડે વધારે રોમાંચિત થઈ જવાય!

..અને એમ જ એક “કવ્વાલ” છે..”ચાંદ કાદરી” !

..એ જાડિયો ચાંદ કાદરી પેલા નિતિન મુકેશ જેવો લાગતો અને સ્ટેજ ઉપરથી એકવાર કહિ દેનારો કે ” મેં આપકે લીયે નહિ મેરે લીયે ગાતા હું માલિક અને બહૌત દિયા હે માફ કિજિયેગા હઝરાત .મગર આપકી બખ્શિશ ઉસકે સામને કુછ નહિ..” ..અને પછી કોઇ મસ્જિદ ની અમુક તમુક એનીવર્સરી નિમિતે કરવામાં આવેલા જલસામાં એ “મિરાનું કોઇ પદ” ગાય અને અમુક ઉથીને જતા લોકોને સ્ટ્જ ઉપરથી કહી શકે . “બૈઠ જાઈએ હજરાત યે મેં ગા રહા હું..કોઇ ઔર નહિ સુનાયેગા ”

.મારી તબિયત કે મિજાજ્ ને ફાવે એવા મુસલમાન છે અને અંગત રીતે અમારા બંનેમાં ઘણી સમાનતા છે ! ;) ;) , એ પણ અંદરોઅંદર પોતાના સમાજ/ધર્મ/સામાજિક/કૌટુંબિક રીતે બધી રીતે નહિ તો પણ “ઘણીબધી” રીતે અલગ થયેલ છે / અલગ કરાયેલ છે અમે એકવાર મળી ગયા ..અમે અને જ્ગ્યા’ય તે કેવી પંચમહાલના બારિયા ની પાસેના જંગલોમાં !, અને બારીયા એટલે તો પંચમહાલનું “પેરિસ” !

..રાત્રે મોડા સુધી બૈઠા અને શરબત અને ચહા અને સિગરેટ ના દમ લેતાં લેતાં એકબીજાના મિજાજ પુછ્યાં એ હિન્દિભાષી છે.

“જિસને મેરે દિલકો તોડા જિસને મુઝે બરબાદ કિયા મૈને ઉસ બેદર્દ સનમ કો મરતે .”

..અહિં થી ગાયકી શરૂ થાય વચ્ચે વચ્ચે અમુક શેર પોતાના કે બિજાના બોલાતાં જાય

“ગર્મી-એ-શોલા-એ-રૂખસાર મિલે યા ના મિલે , દિદાર-એ-યાર કહિં મિલે યા ના મિલે
દિલ લેકે ઈસ શહેરે-મહોબ્બત મેં આ ગયે હૈ..અબ કોઇ ઇસકા ખરિદાર મિલે યા ના મિલે ”

એ આલાપ લે..શબ્દોના ઉચ્ચારને સજાવે , સાફ રાખે.. બેથેલું ઓડિયન્સ ..અને એમાં અમુક વયસક/આડેધ વયના “મુસલમિન” આમ્ખો ઉપર રૂમાલ રાખીને નીચું માથું કરીને બેસી રહે અને એમના ખભાના ધ્રુજવા ઉપરથી તમે જાણો કે..એ..રડી રહ્યા છે !, અમુક સ્ત્રીઓ અમુક હજુય “બુરખો” પહેરેલી બુરખાનો છેડો ઉંચો કરીને આંખો લુછે અને તમે જોઇ રહો
..એક દાઢીધારી મુસલમીન વૃધ્ધ ટેકા માટેની લાકડી ને બે હાથ વડે પકડીને એના ઉપર માથુ ટેકવીને..જ્યારે વચ્ચે વચ્ચે માથું ઉંચુ થાય ત્યારે તમે ગાલ સુધી આવેલા આંસુ ને લાઈટમાં ચમકતાં જોઇ શકો

વાત આવે એમાં મળવાની ..અને જેવી રીતે મળવું હતું એવી રીતે ન મળી શકવાની વાત..એનો હરખ અને શોક આવે “..બેદર્દ સનમની” જાહોજલાલી ઓની વાત આવે અને એના પ્રેમ જેટલા જ મજબુત એના સ્વભાવની વાત આવે..અમુક લોકો ખરેખર પ્રભાવશાળી હોઇ શકે કે એમનાથી “અંજાઈ” શકાય પણ “ચાહી” ન શકાય ?! , કે પછી એ પ્રેમની ગેરહાજરીની કોઇ આડઅસર હોય છે ?

ક્યારેક એવું તો શું બની જાય છે પ્રેમમાં કે પછી કયા તબક્કે એવું બની જાય પ્રેમમાં કે

“..બાદ મરને કે ભી જાલિમ કી અદાવત ન ગઈ અપને કુચે સે જનાજે કો ગુજરને ના દિયા..” ..ઉફ્ફ..!

અને એમાંય ખુશી આવે ? આવી શકે કે જ્યારે ગાનાર ગાય્ક પોતે ઢીચણે ઉભો થઈને ” જિસને મેરે એ એ..એ.એ.એ.એ.એ ” ના આલાપ વખતે એક હિબકાં સાથે અટકી પડે અને એ ડુંસકું અંધારામાં ઝાડો અને ટેકરીઓમાં..માઈક અને સ્પિકરના કારણે ગુંજી ઉઠે !
અને પેલા લાકડીના ટેકે રડી રહેલા વૃધ્ધ હઝરાત-એ-મહેફિલ..અનાયાસ કણસી ઉથે “યા.અલ્લાહ ” !

..એવું તો શું હોતું હશે દુખની લાગણીમાં કે માણસ ક્યારેક એને જ જાહોજલાલીની જેમ ઉજવવા લાગે ? અને ક્યારેક આ વિરોધાભાસની જેમ જ ચુર ચુર થઈ ગયેલા પ્રેમ સંબધો પણ આનંદ આપી શકે છે !, હાં બેશક લાગણીઓનો વિશ્વાસઘાત , એ નફરત પણ ક્યારેક જિંદગી રંગીન ખુશમિજાજી કરિ નાંખે પોતે બહુ નસીબદાર હોવાની સાબિતિ આપી દે ત્યારે કે જ્યારે .

” અપના નશેમન ફુંક દિયા જબ..બાલોંસે સબ નોંચ લીયા જબ તબ કહિં જાકર કૈદ-એ-વફા સે ઉસને મુઝે આઝાદ કિયા ” ,

પછી , કૈદ-એ-વફા થી મળેલા છુટકારાને ઉજવવાનો..ભીની આંખો વડે ગાલ ઉપર બાકી રહિ ગયેલા “ક્ષારો” ના સુકાઈ ગયેલા લિસોટા વડે ગાનાર પોતે વચ્ચે બે-એક પળના ગાળામાં આંખો લુછી લે અને કહે અને કહેવામાં ક્યાંક આવી જતી/છુપાયેલી અંગત જીવનની નિરાશાઓ/તકલીફો/જાકારો

“..માફી હઝારાત..માફી આપકે જલસે કો મૈને કુછ દર્દ દે દિયા..મગર મગર..અબ જો દિયા હૈ ઉસને(આકાશ તરફ આંગળી કરીને) વહિ તો દે સકતે હૈ હમ ખાક હૈ ઔર ખાકમેં જાના હૈ..ઔર..ઔર યે જાનતાહું કી યહાં બહૌત સે મિસ્ટર(!) ઓર જનાબ મુઝે મેરી શખ્શિયત તક મેરે વજુદ તક કો “ગૈર-ઈમાની” માનતે હે .તો ઔર .ઇસી જનાબ..ઇસી કાફિર હોને કે વજુદ સે ઈક બાત કહું કી મુઝે કયામત કા ડર નહિ કુછ..ચંદ સવાલાત લે કે બેઠા હું મે ઔર (અચાનક અવાજ મોટો થઈ જાય !) ઈસ વજુદ કી કસમ કયામત કે દિન “વો” ડરેગા કી કૈસે સામના કરે ઇસ સવાલો કાં મેં નહિ હઝરાત વો “પાક-મોમિનો” રહેમતદાર ડરેગા મેં નહિ .કહિએ મેરે વજુદ કો ઔર ગેર-માની મેં ઉસકો ભી ગા લુંગા ”

અને એક વિચિત્ર પણ હારેલા થાકેલા સ્મિત/મુસ્કાન સાથે એ ફરી આગળ વધે .

” દિલભી તુટા..ખુશી ભી રુઠ ગઈ હર તમન્નાને સાથ છોડ દિયા કૈસે ગુજરેગી જિંદગી મેરી ઉસ રબને ભી સાથ છોડ દિયા ”

..અને સવારે એમણે પોતાના ફોનમાંથી એક કવ્વાલી મને આપી અને કહ્યું કે

” આપ સુનિયેગા ઈસે આપ કો પસંદ આયેગી યે કહિં રિકાર્ડ નહિ હુઇ..મગર મુઝે યહિ અચ્છી લગતી હૈ મેં યહિ ગાતા હું જલસો મેં..પિ-રો-ગ-રા-મ મેં જો રિકાર્ડ હુઇ હે વો તો આવામ સુનેગા..આપ જૈસે હમખયાલ યે (ફોનવાળી ) સુનના પસંદ કરતે હૈ ”

..એમણે “અલાહ હાફિઝ” કહ્યું અને મેં “હાં..ચોક્કસ” એમ કહ્યું અને અમે છુટા પડ્યાં અને..ગાડિમાં હું ઈયરફોનમાં સાંભળતો રહ્યો દુખ વડે ..દુખની રજુઆત વડે ઘાયલ થતો રહ્યો કોઇ કેવી રીતે દુખને પણ આટલા “આશિકાના અંદાઝ” માં ગાઈ શકે ?!

..આશરે પાંચ છ વર્શ થયા અને આજેપણ સાંભળું છું ઘણીવાર

[ Nikhil Shukl – old post from મહેફિલ-એ-ખાસ – ‪#‎saatatya‬ website ]

Share.

About Author

મોડીરાત્રીઓ, ધુમાડો, કોફી, કોડિંગ, એક્સપ્લોઇટ્સ, ગઝલો, બાઇકિંગ, જંગલો, પથ્થરો, લોકો, પુસ્તકો, રખડપટ્ટી, લાઈફની મઝા છે. એની દરેક અનુકુળતાઓ અને વિષમતાઓમાં. અને એ બધું અંગત નોટના પાનાઓમાંથી અહીં સુધી ફેલાયું છે. આ લખાણો મારા છે અને એક જ ડ્રાફ્ટમાં લખાયેલા છે, તો કોઇ માહીતીદોષ દેખાય તો ધ્યાન દોરશો. __નિખિલ શુક્લ. ;) :)

Leave a Reply

Powered By Indic IME
%d bloggers like this: