LISP-LISt Processing

1

…કોલેજોના સિલેબસમાં assembly language રાખવામાં આવી/આવે છે. કેમ ? , કેમકે, એ low level language છે અને higher language ની સાથે સાથે એ પણ શીખવી જોઇએ…, એ સિવાય એટલા માટે પણ કેમકે, ઘણાં bare metal ઉપયોગો છે એના..પણ છેવટે એનું કામ શું છે ? પ્રોગ્રામિંગ નો એક આયામ શિખવા-સમ્જવા માટે.
…તો મતલબ કે પ્રોગ્રામિંગ મહ્ત્વ નું છે…કોઇ language નહિ…જેવી રીતે _ગણીત_ મહત્વનું છે ..આંકડાઓ નહિ ! :)

…5+5=10 માં મહત્વ કોનું વધારે પાંચ ના આંકડાનું કે પાંચ એકમ વડે બનતા સમુહ/સંખ્યા નું ??!? , હું કહિશ કે ..મહત્વ છે પેલા સરવાળાનું !, અને ગણીત પોતે શું કહે છે એના વિશે ?! હશે, ખૈર..જવાદો…

…કોલેજ માં એવા અનેક/સેંકડો દિવસો/પ્રશ્નો/મુંઝણો હતી જ્યારે અમે અમારા પ્રોફેસરોને ઘણૂં નથી પુછી શક્યા , બલ્કે ઘણીવાર અમે સમજાવી જ નથી શક્યા અમારા પ્રશ્નો …તો જવાબ ક્યાંથી મળે…અમારા પ્રોફેસરો સારાં હતાં (ખરેખર)…પણ જ્યાં અમારા પ્રશ્નો જ ગોઠવાયા ન હોય ત્યાં એ પણ શું કરી શકે ?! , કેન્ટિનમાં બેઠા બેઠા હું અને “પંકિલ પટેલ” …મગજનું દહિં કરતાં…એકબીજાના મગજનું દહિં…કે આમ કેમ અને પેલું કેમ અને પેલાનું તો… ?!?..પ્રશ્નો..પ્રશ્નો..અને પ્રશ્નો..અને અમને અમારા પ્રશ્નો પણ સમજાવ્તાં ન આવડે…કેમકે , એ પ્રશ્નોની પશ્ચાદભુમી નહોતી અમારી પાસે…અને સિલેબસની જાડી/વજનદાર કોઇ બુક એ basic receptors નહોતી આપી શકતી…અમે લાઈબ્રેરીમાંથી નવી નવી બુક લેતાં..તરત..અથવાડીયામાં પાછી આપીને બીજી લેતા અને…અમારા   કોલજો વાળા કંટાળતા…. ;) ;) , પણ કોણ સમજાવે એમને , અમે કેવી રીતે સમજાવતાં કે…દોસ્ત/sir…અમે જવાબો નહિ પ્રશ્નો શોધીએ છીએ…કે ક્યાંક કોઇ પ્રશ્ન અમને એવો મળી જાય જેમાં અમે અમારા મગજના પેલા ઉછળતાં/હેરાન કરતાં પ્રશ્નોને સાંકળી શકીએ , અને તો કદાચ કોઇ પ્રોફેસરને સમજાવી શકીએ કે ..અમે શું પુછવા માંગીએ છીએ ?, અમને ક્યારેક ખબર નહોતી કે અમે ખરેખર શું શોધીએ છીએ….કોઇ જવાબ નહિ..જવાબ શું હોઇ શકશે એનો કોઇ અણસાર નહિ…..અને પછી તો..ક્યારેક..ઘણીવાર કોઇ પ્રશ્ન્પણ નહિ…!! ,  એવું નથી કે માત્ર જવાબો શોધવા અઘરા હોય છે…દોસ્ત…જોઇતા અને સાચાં પ્રશ્નો ને શોધવું વળી ક્યાંય વધારે અઘરું છે…પોતાના મુર્ખાપણાં ને વ્યક્ત ન કરી શકવાનું પણ એક દુખ હોય છે.. “..હમને દેખા હૈ તજુર્બા કરકે….”  !!

…એ મુંઝારો જ્યારે અમને પોતાને જ અમારા પ્રશ્નો વ્યક્ત કરતાં ના ફાવે , પ્રશ્નો અમારા મગજમાં પણ સ્પષ્ટ ન હોય..અને સાલા એ..અમને એવાતો હેરાન કરે કે…..અમે તળાવ કિનારે કે ખુલ્લામાં ફરવા જઈએ તો પણ આખિ દુનિયાની વાતોમાં પેલા પ્રશ્નો આવતાં રહે….અને રાત્રે ૨-૩ વાગ્યે પણ એટલા માટે પાછાં ફરીએ કેમકે સવારે વહેલા ઉથવાનું છે કેમકે કોલેજ સવારની હતી…સવારે બસમાં બારી આગળ…ખુલ્લાં પવન થી મારા થોડાં ફેંદાયેલા રહેતા વાળ ઉડ્યા કરે અને મગજમાં પ્રશ્નોનું એક The Great Spot જેવું વાવાઝોડું , નજારો ખેતરોનો ..તાજગીનો…અને ફરી અધુરી રહેલી ગાથા શરૂ થાય પેલા પ્રશ્નોની…બસમાં લોકો અમારી વાતોથી હેરાન પણ થતાં હશે…અને અમે એનાથી મોટાભગે બેખર હોઇએ…. ;)  ,એ પ્રશ્નોની હેરાનગતિથી કંટાળીને અમે એ ચોપડીઓ પણ ફેંદી નાંખી જે અમારા સિલેબસમાં પણ નહોતી…., electrical discharge થી લઈને fiber opticals ના બંધારણ સુધી અને ત્યાંથી લઈને સાલું ક્યારેક….electrodynamics ની સંદર્ભ પુસ્તકો સુધી અમે રઝળપાટ કરી હતી…. ક્યાંક કોઇ એવો દાખલો મળે..ક્યાંક કોઇ એવો concept મળે ..કે જેનાથી અમે અમારી _મુર્ખામી / અગ્નાનપણું_ સાબિત કરી શકીએ અને…એના બદલામાં કોઇ અમને એનો જવાબ આપી શકે…અરે..અમારા પ્રશ્નો પણ અમને પોતાને સમજાવી શકે તો …આભાર એનો !!

સાલાઓ…એકવાર કોઇએ તો વિચાર્યું હોત કે….જેમ શોભાના ગાંઠિયાની જેમ assembly ને સિલેબસમાં રાખી છે એમ જ…LISP ને રાખી હોત તો…!!!, એ મુંઝારો  એ ગુંગળામણ ન હોત એ દિવસોમાં, અમે કંઈક વધારે productive કરી શક્યા હોત એ દિવસોમાં, અમારા પ્રોગ્રામિંગને અમે ચાર ચાંદ લગાવી શક્યા હોત….એક વધારે બહેતર IT professional બની શક્યા હોત… એદરેક પ્રશ્નોના જવાબો આજે LISP ના પ્રોગ્રામ માં LISP ના structure / બંધારણ માં દેખાય છે…એ જવાબો મળે છે..જે.ક્યારેય નહોતા મળયા , એ પ્રશ્નો મળી આવ્યા જેને અમે વ્યવ્સ્થિત ગોઠવી નહોતાં શક્યા…, એ મુંઝવણો મળી જેના વડે અમે એ વખતે બરાબર “મુંઝાઈ” પણ નહોતા શક્યા !!! ,

memory mapping, paging, registers, segments આમ જ કેમ છે ?, આ TRIACS એ આમ જ વર્તવું જરૂરી છે ?,  “સાલું…accumulator ના હોય તો શું ફરક પડે…એના કારણે જ આ લોચો થાય છે…એનું ક્શુંક કરવું પડશે……?!” ,આ garbage collecter ક્યારે object destroy કરે ? ના એમ જ નહિ કે ગમે ત્યારે કે પછી એ પોતે નક્કી કરે….ચોક્કસ ક્યારે કરે, કઈ ચોક્કસ T1 second માં એ કરે ?? અને અમે કંટાળિને / ચીડાઈને … “…એની મા…… ગયું..” ;D :O , ..પણ ફરી થોડીવાર પછી એ જ અંધારી ગલીઓમાં…!

આભાર છે LISP નો કે,…જેના સપનાઓ જોયા હતાં અને જેને અત્યાર સુધી માત્ર hypothesis ના એક અણગમતાં શબ્દ વડે બહેલાવતાં રહ્યાં એ પ્રશ્નો/મુંઝવણો/તકલીફોને/વજહે-બરબાદીને એક સાકાર સ્વરૂપ મળી શક્યું, પોતાની મુર્ખામીને વધારે સ્પષ્ટ રીતે સમજી શક્યો, અને વધારે સારી રીતે દુખી થઈ શક્યો ..LISP વડે… insanity !!!,

આ હવાનો રંગ શું છે ?, એ પારદર્શક છે એમ કોણે કહ્યું ? , light/frequency spectrum માં નો મોટાભાગનો ફલક આપણી આંખો નથી જોઇ શકતી !! , આપણે ખુરશી ઉપર બેઠા હોઇએ છીએ કે એ માત્ર એક perception છે ?! , સમય/દિશાઓ/બાબતો ના આયામમાં આપણે ખુરશીની નીચે બેઠા/ચિપકેલા હોઇએ એમ ન બની શકે ?! , પક્ષિઓ ઉડે છે એ એક અલગ બાબત છે ? આપનું સિધા ટટ્ટાર ચાલવું એજ એક અસામાન્ય બાબત ન હોઇ શકે ? , માછલી પાણિમાં છે એવું જ /એટલું જ છે ? , એમ પણ બની શકે ને કે આપણે પાણીની બહાર જીવીએ છિએ ?!?! ,.અને આ હોવું અને ન હોવું એ પણ શું છે , બ્રહ્માંડ મારા ગ્નાનતંતુઓની વચ્ચે આવેલા સાઈનેપ્સની ગિચતામાં છે…કે એ બહાર જ હોઇ શકે ?!?! , અને આ વિચાર શું છે ? કંઈક વિચારવું એટલે શું …અને ન વિચારવું એટલે શું ન કરવુ ? .

..એકવાર લાંબા લાંબા ફકરાઓ/પેપર્સ વાંચી વાંચી અને __અસંખ્ય__ ભુલો કરવાના અધિકારને છેક હદ સુધી ભોગવીને….C++(અને થોડાંક સ્ટેટમેન્ટ aasembly) માં પોતાનો એક sample bootable code લખ્યો હતો મેં.. ;) , ફ્લોપીમાં રાઈટ કરીને એને બુટ કરતો..અને initial processing માં મારું નામ NIKHIL લખેલું હું જોતો ત્યારે એવી મજા પડતી કે…..,

એકવાર C++ માં જ એક આખી computer language બનાવી નાંખવાની ચાનક ચડિ….વિચાર્યું કે શરૂઆત ક્યાંથી કરું ?!?, data types થી,syntax formation થી, કે…મેં શરૂઆત કરી lowest entity થી – Data Types થી….operator overloading અને….એમ અમુક _ગમે તેવી data types_ બનાવવાનું આરંભ્યું…અને..પછી ખબર પડી કે…ના, આમ નહિ…શરૂઆત કરાય compiler થી….તો એ દિશામાં પ્રયત્ન કર્યો..પછી…સમજાયું કે શરૂઆત તો એનાથી પણ આગળ થી કરવી પડે…..computer ને ખબર જ ન હોય અને એની સત્યતાની ખરાઈ કરવા એને પ્રોગ્રામ જ ન કર્યું  હોય તો……વેલ..પ્રોસેસ શું છે ?, અને routines/procedures શું છે ? , evaluating એટલે ક્ખરેખર શું evaluate કરવું ?! , ..અને ફરી વાંચવાનું….ખુલ્લી જગ્યાઓમાં બાઈક ઉપર ફુલ સ્પીડે ..સુનમુન થઈને ખામોશ થઈ બાઈક ચલાવવાની અને એન્જિન કરતાંય વધારે ઝડપથી મગજ ફર્યા કરે…કેત્લાય કિલોમિટર પછી ..અટકવાનું અને…ફરી…નવી દિશામાં આગળ જવાનું….પછી ફરી ખબર પડી કે…evaluation નું શું કરીશ હું ?? એને શું કરાય…ક્યાં કરાય ..ક્યાંથી કેવી રીતે….? , રાત્રે પડખાં ફેરવીને થાક્યા પછી..અચાન્ક ઉઠીને..કોફી બનાવીને….સિગરેટ સળગાવીને…અધુરા રાખેલા કોડ અને વાંચવાના પેપર્સ ની PDF ને કલાકો સુધી કંઈપણ કર્યા વગર…એક કેરેક્ટર પણ ટાઈપ કર્યા વગર સવારે દુધવાળા આવે ત્યાં સુધી તાક્યા/ફેંદયા કર્યા છે…..ઉફ્ફ…

…..નિઃસ્વાસ , ઉચ્છસ્વાસ અને શ્વાસોચ્છશ્વાસ ને એકરૂપ થતાં અનુભવ્યાં છે….

..હાં તો evaluation શું છે ?, evaluation એટલે કે પ્રોસેસને “વ્યાખ્યાયિત” કરવી !! , અને આ વ્યાખ્યાયિત કરવું એટલે શું ?! , ના, સમજાવવું નહિ, વર્ણન કરવું પણ નહિ…કેમકે , સમજાવવું એ તો પોતે જ એક પ્રોસેસ છે ! , તો પછી ….evaluation..એટલે….?!? , વેલ…evaluation એટલે…એક વ્યાખ્યાયિત બાબતને એની આગળી બાબતના અનુંસંધાને સાચી/ખોટી/અનુરૂપ/અસંબધ્ધ સાબિત કરવી , અને એની પછીની બાબતને માટે “બાકી” રાખવી !!
evaluation એટલે એ પ્રોસેસ કે જ્યાં કોઇ operator નથી હોતાં બલકે એક શ્રેષ્ઠ evaluation ની પ્રોસેસ દરમિયાન કોઇ ઓપરેટરની હાજરી જ સાવ અજુગતી/અનિચ્છનિય છે !! ,તો પછી આમાં LISP શું કરી શકે ?, LISP તો એક tool છે માત્ર !, મુળે તો તમે તમારા પોતાના જ વિચારો ને evaluate કરો છો..અને એના દરમિયાન LISP નો તમે ઉપયોગ કરો છો.અને એ બિલકુલ જરૂરી નથી !! ,

“એક મિનિટ તો પછી …LISP ને કોણ evaluation કરે છે ?, “ — LISP પોતે જ પોતાને evaluate કરે છે !! , અને દોસ્ત…આનો અર્થ સમજાય છે ?? , જે language પોતે જ પોતાને evaluation કરી શકે….એ language માં તમે એ language ને પોતાને જ બનાવી શકો !! , …અને જ્યારે આવું કરી શકાય ત્યારે એને કહેવાય…metacircular !! ,

“બરાબર…પણ આમાં તો કંઈ નવું નથી…C નું compiler C માં બને/બન્યું છે, .Net ની કોઇ language નું compiler એ માંજ બની શકે છે..પોતાને જ કોડ કરી શકવું કે પોતાને જ evaluate કરવું એ એટલી મોટી વાત છે ?, C/C++/Java/C#…આ બધામાં પણ એવી રીતે કોડ કરી જ શકાય ને , મતલબ કે self modifying code કંઈ નવો અને માત્ર LISP ના જ કારણે જ આવેલો શબ્દ તો નથી જ ?…તો LISP માં કેમ આટલો હાઈપ છે ?” — હંમ્મ્મ…જુઓ અહિં જ તમે ભેળસેળ કરો છો…તમે વાત કરો છો…self modifying code ની…જ્યારે નવી language બનાવવાની વાત એમ નથી હોતી. એને language desing/implementation કહેવાય. આ બંને વચ્ચે બહુ મોટો ફરક છે.. એ સિવાય આ વાત્ને જરા સરળ કરીએ તો… , કોઇ language માં પોતાનું જ interpreter બનાવવું કે self-exploring code લખવો એ એક બાબત છે.. અને એક એવી language જેમાં code અને data વચ્ચે કોઇ ફરક ન હોય અને તમે કોડ ને પણ ડેટાની જેમ જ manipulate કરી શકો…તો એવી language એ એક અલગ જ  જૈવિક એકમ/પ્રજાતી છે !!  થોડામાં ઘણું સમજજો !! ;)

“…અને metacircular શું છે ? “ — એ LISP નો સ્વભાવ છે..મતલબે એ પોતે એક LISP છે !!  જુઓ..LISP માં LISP ને પોતાને જ બનાવી/કોડ કરી શકાય – વાત માત્ર આટલી જ્ નથી. બલ્કે મૂળ વાત એમ છે કે LISP ની શરૂઆત/સર્જન જ આવી રીતે થયું છે (પોતાના વડે જ !). 1950 ના દાયકાઆં જ્યારે LISP ની શરૂઆત થઈ રહિ હતિ ત્યારે LISP એ પોતે એક વિચાર જ હતી માત્ર…એનું અસ્તિત્વ એ પછિ માત્ર કાગળ ઉપર આવી શક્યું અને ત્યાંથી આગળ એને એના અત્યારના સ્વરૂપમાંજ machine code માં ગોઠવવામાં આવી ..મતલબ કે આકાર આપવામાં આવ્યો….અને એનો અર્થ એ કે LISP નો વિચાર /શરૂઆત/એનું બનવું બધું LISP જેવું જ હતું અને છે !!, કોઇ બિજી  computer language આવી રીતે અસ્તિત્વમાં નથી આવી. તો….તમે સમજ્યાને કે…C/C++ પોતે assembly માં બની , અને પછી તમે C માં એવો કોડ કરી શકો કે જેના વડે ખુદ assembly ને interpret કરી શકાય , પોતાને પણ કરી શકાય…પણ..C language પોતાને ને પોતાને જ ના બદલી શકે… જ્યારે બીજી બાજુ LISP ની આખી જીવની જોતાં…LISP માં એને પોતાને જ બનાવી શકવું એ નવાઈ નથી…બલ્કે જો એમ ના કરી શકાતું તો એ નવાઈ ની બાબત બનતી!! C માં કે બીજી કોઇ language માં એ શકય નથી. અને આવો સ્વભાવ થયો metacircular. ,અને LISP , પોતે LISP વડે જ બની છે એ “રહસ્ય” નો જવાબ પણ આમાં જ સમાયેલો છે અને/પણ આ પોતે જ એકમાત્ર જવાબ પણ નથી !!

“જેવી રીતે unix માં system within a system હોય છે કે BSD માં JAIL હોય છે એમ ? “— ના, એનાથી પણ વધારે સરસ રીતે…એક LISP ની અંદર બીજી LISP હોઇ શકે અને એની અંદર ફરી બીજી…અને એ દરેકની syntax અલગ હોઇ શકે…અને data types પણ…!! , અને હદ તો એ છે કે…એમાંથી કોઇ LISP માં તમે object oriented paradigm રાખી શકો અને કોઇ બીજી વળીમાં એ ન પણ હોય !,

“એક મિનિટ જો એ બધીજ LISP હોય તો ..સાચી LISP કઈ ? “, — વેલ, બધી જ !! અને છતાંય તમને એ બધાંને અલગ અલગ નામ આપવા ઇચ્છતા જ હોવ તો આપી દો..ફરીથી…processing મહત્વનું છે નામ નહિ ! અને બાય ધ વે….LISP language પોતે પણ એક LISP program જ તો છે !! આગે..આગે…ગોરખ જાગે ;)

“ઓકે…પણ તો પછી સાચી syntax કઈ ? “ — syntax એટલે શું , syntax કોને કહેવાય ? , કયું hardware C/C++/java ની syntax ને સમજે છે ?? યાદ છે computer science ના કોઇપણ અભ્યાસક્રમમાં છેક શરૂઆતમાં જ આવે છે કે  programming language એ તો એક human readable format છે અને વગેરે ?? ….syntax એ એક ભ્રમ છે જે મોટાભાગની computer labguage ની સાથે જ જન્મે છે !, તમે એ ભ્રમને દુર કરો…તો….વિશ્વ તો એકરૂપ છે. અને તો…પછી….હવે સમજાય છે ને કે….

“..શું ?? “ — વેલ…એ જ કે..LISP ની ખરેખર તો કોઇ syntax જ નથી ?!!  , જેને અત્યારે આપણે LISP Syntax કહીએ/સમજીએ છીએ…એ તો એના નિરાકાર સ્વરૂપને એક _દેખીતો_ આકાર આપવા માટે છે !,  અને..અને…કોઇ naming convention ને પોતાને જ કોઇ ગુલામીની જેમ અનુસરવું એ ક્યારથી જરૂરી બની ગયું computer science માં ?! , LISP ની syntax ને એક ઉદાહરણ તરીકે જુઓ , કોઇ સલાહ તરીકે , જેને માનો તો એ નિયમ છે અને ન માનો તો શબ્દો માત્ર !!  તમને નથી ગમતી તો બદલી નાંખો એને.

“..operator overloading વડે ??” — તમે હજુ સમજ્યા જ નથી LISP ને !, જરા કહો કે operator overloading વડે તમે શું શું બદલી શકશો ? , માત્ર operator. જુઓ વાત એમ છે કે….LISP માં કોઇ operator હોતાં જ નથી. જે છે એ માત્ર functions છે . એ સિવાય LISP માં તો વેલ….તમે જેને operator બનાવવા માંગતા હોવ એ પોતેજ ઓપરેટર બની શકે !

“સામાન્ય રીતે આપણે જેને functions/methods કહીએ છીએ એવા .?” —  ના function એટલે કે evaluation processing. ઉપર કહ્યું એ ફરીથી જોઇ જુઓ. :) , અને બીજી વાત એ પણ ખરી કે…LISP નો ઘણો મોટો ભાગ માત્ર function જ છે, અને એમાં તમે તમારા પોતના functions પણ ઉમેરી શકો છો અને એ નવા functions બિલકુલ built-in functions ની જેમ જ અસ્તિત્વ ધરાવી શકે છે.

…અને જ્યારે functions ની વાત નિકળિ જ છે તો એ પણ જાણીલો કે LISP માં એક નવી data type પણ હોય છે જે બીજિ કોઇ language માં નથી હોતી…

“..કઈ data type ? “ — Function !! , હાં functions ને તમે data types ની જેમ જ ઉપયોગ માં લઈ શકો છો !, અને તો હવે જરા વિચારો એનાથી મળી શકતી આઝાદી વિશે. જરા વિચારો કે તમે functions માં values ને લઈ શકો, પ્રોસેસ કરી શકો અને એના result ને return કરો કોઇ data type ની જેમ તો ?! મને મારા પેલા new programmin glanguage વખતના અખતરાઓ યાદ આવી ગયા .. ;)

“..પણ આવું કેવી રીતે બની શકે કોઇ programming language આવી હોઇ શકે ? “ — programming language પોતે શું છે ? , કયા ચોક્કસ બંધારણને તમે programming language કહો / ગણો છો ?, કોઇ syntax ન હોવી એ કોઇ ખામી છે ?! , સ્વતંત્રતા એ જવાબદારી છે કે ઉપાધી છે કે મુશ્કેલી છે કે ઉપલબ્ધી છે કે આ બધું જ ??,  શું મહત્વનું છે syntax કે processing કે result ??

આ વાતને હજુ સરળ રીતે કહીએ તો…જો તમારી પાસે માત્ર અમુક પ્રકારનો “કાચો માલ” હોય તો તમે “એ અમુક” પ્રકારનીજ વસ્તુઓ બનાવી શકશો એમાંથી અને એવુંજ “તમુક પ્રકારની” વસ્તુઓ માટે છે…પણ જો તમે કોઇક રીતે સિધે સિધાં “અણુઓ” જ ભેગા કરી શકો તો….તમે કંઈપણ બનાવી શકો !

“પણ..એમ નહિ..જો આ બ્ધું આ ઉપર મુજબ હોય તો…object oriented programming અને એવું બધું કંઈ એમ ને એમ જ થોડું છે ?? “ — નથી એવું નથી. પણ…નામ મહત્વના કે પરિણામ ? , રખે ને તમે એમ સમજતાં કે અત્યારે તમે LISP ને નથી ચલાવતાં !!, તમે ચલાવો જ છો LISP ને..ક્યારેક રૂપકડાં IDEs ,compilers,debuggers,frameworks ની બાહ્ય સુંદરતા અને ભપકા થી અલગ થઈને એના મોહપાશમાંથી છુટીને જુઓ કે ..છેવટે ત્યાં છેક નીચે…શું થાય છે….તો..તમે દોસ્ત..જાણશો કે દરેક mordern programming language પણ જે કંઈ કરે છે એ પોતે પણ એક LISP છે !,

….હાલ પુરતાં આટલા પ્રશ્નો / જવાબો મને કહેવા જેવા લાગ્યા અને જે કદાચ મુળભુત/પાયાના છે. , બિજા ની વાત ફરી ક્યારેક અથવા કોઇ જરૂર લાગશે ત્યારે !

computer science સાથે મારું એક rocking affair ચાલી રહ્યું છે ..અને  computer science એ મારી girl friend છે અને LISP એ મારી ગર્લફ્રેન્ડ નું એક આહલાદક/મસ્તિખોર  “અડપલું” છે અને હું એને exploit કરી રહ્યો છું..!! ;D ;D

Share.

About Author

મોડીરાત્રીઓ, ધુમાડો, કોફી, કોડિંગ, એક્સપ્લોઇટ્સ, ગઝલો, બાઇકિંગ, જંગલો, પથ્થરો, લોકો, પુસ્તકો, રખડપટ્ટી, લાઈફની મઝા છે. એની દરેક અનુકુળતાઓ અને વિષમતાઓમાં. અને એ બધું અંગત નોટના પાનાઓમાંથી અહીં સુધી ફેલાયું છે. આ લખાણો મારા છે અને એક જ ડ્રાફ્ટમાં લખાયેલા છે, તો કોઇ માહીતીદોષ દેખાય તો ધ્યાન દોરશો. __નિખિલ શુક્લ. ;) :)

1 Comment

  1. supperlike..(Y)..best post I have read here on facebook off late..was wondering where have u been all theses days then thought le this weekend pass..if still no site..will then call u..would have called u by wed probably..anyway u r existing lolz and existing real hard..cheers..:D

Leave a Reply

Powered By Indic IME
%d bloggers like this: