રખડપટ્ટી

1

…અચાનક જ આ ધ્યાનમાં આવ્યું કે..મારા બે વળગણ computer science અને Biking …આ બંને માંથી computer ની વાત તો થોડીઘણી પણ કરી છે…પણ…આ બીજા ગાંડપણ ની ક્યાંય વાત જ નથી નિકળી આ આખા બ્લોગ ઉપર…તો..અત્યારે અચાનક અને એમ જ એકાદ-બે મિનિટમાં તો હું મારો અને રખડવાનો રખડપટ્ટીનો જન્મોજન્મ નો પ્રેમ તો બતાવી- લખી નહિ શકું તો….નજીકમાં જ ફેસબુક ઉપરનું એક થોડુંક જુનુ સ્ટેટસ …મારી રખડપટ્ટી અને મારી બાઈક્સ ને નામ અહિં અર્પણ કરવામાં આવી રહ્યું છે. ;)

…અને આજે 17-August મારો જન્મદિવસ પણ છે તો…. મારી બાઈક અને મારા બુટ અને મારા કપડાં અને જમણા હાથમાં પહેરેલી ઘડીયાળ ..કે જેમણે મારી સાથે સાથે ..પથ્થરાઓ,કાંટાઓ,વરસાદ,ઝાડી-ઝાંખરાઓમાં…ઘસાઈને અને છતાંય ટકી જઈને…બડી દિલેરી દિખાઈ હૈ… દિલ ઉદાસ હોય છે અને હું ભટક્વા નિકળી પડું કે અતિ-ઉત્સાહ ના આવેશમાં ક્યાંય જાતેજ અજાણ્યા રસ્તાઓ ઉપર ફેંકાઈ જાઊં કે, આખી રાત ઉજાગરો કરીને પણ ઉંઘ ન આવે તો સવારે ત્રણ-સાડાત્રણ-ચાર વાગ્યે બાઈકને ચાલુ કરીને, જમણાં હાથમાં ઘડિયાળ પહેરીને, બુટ પહેરીને, ઈન-શર્ટ કરીને…નિકળી પડું છું…પછી એ વરસાદ પડતો હોય કે…શિયાળો એની પુરજવાની માં હોય..મોડી રાત અથવા વહેલી સવાર ખાલી સુમસાન રસ્તાઓ…બાઈકની હેડલાઈટ…રસ્તાની બાજુમાં સુતેલા ભિખારીઓ , કુતરાઓ..ખાલી લારીઓ,પાર્ક થયેલી ટ્રકો અને ક્યારેક વચમાં મળી જતાં પોલિસવાળાઓ…

…ક્યારેક અમદાવાદના છેડાઓ સુધી જતો રહું, રીગરોડ સુધી,ઈસરો અને સેટેલાઈથી આગળ થઈને  લગભગ ગાંધીનગર ની ભાગોળ સુધી, ક્યારેક હું મુંબઈથી અમદાવાદ આવવા નિકળી પડું બાઈક ઉપર ક્યારેક ડુંગરાઓ અને ક્યારેક સાવ અજાણ્યા સ્થળોએ અને એમજ બધું…પડ્યો છું…વાગ્યું છે…હાથ પગની ચામડી ચિરાઈ ગઈ છે, મુઢમારના કારણે ક્યારેક computer keyboard ઉપર માત્ર ડાબા હાથે ધીમે ધીમે ટાઈપ કર્યું છે, એકવાર જમણાં જડબામાં મુઢમાર વાગ્યો હતો…અને કંઈપણ ચાવવામાં કે સહેજ પણ ગરમ કોફી પણ…જોરદાર બળતરા કરી નાંખતી..એકવાર ઢીચણ ઉપર ચામડીની નિચેનું થોડું સફેદ થોડું ગુલાબી માંસ દેખાઈ ગયું હતુ…પણ…બાઈકને તુટવા નથી દીધી, અને એ પોતે પણ ટકી ગઈ છે… YES !!, કોઇ ખાડામાંથી બહાર નિકળીને મેં સૌથી પહેલાં બાઈકની ખબર અંતર પુછી છે..પછી બાઈકમાં ભરાયેલા ઘાસ/ઝાંખરા વગેરે દુર કર્યા છે..અને પછી પોતાના ઉઝરડા ઉપર જોયું છે…

હું દરમહિને બાઈકને સર્વિસ સ્ટેશને સર્વિસ કરાવી લઊં છું , બહુ ચિવટથી સાફ કરું છું,…એ મારી જોડીદાર છે…બસ વધારે ફરી ક્યારેક…. પણ…આ નિર્જિવ વસ્તુઓએ જીવનમાં ઘણો સધિયારો આપ્યો છે…computer,Bike,Books ….કાશ કે આ બધાંમાં કંઈક સજીવનપણું હોત..તો હું એમ્ને કહેતો કે તમે ઘણીબધીવાર કોઇ સ્વજનની ખોટ પુરી કરી છે !!

 

જન્મદિવસ ….જ્યારે નાનો હતો ત્યારે ગમતું…મને ગળ્યું નથી ભાવતું પણ…દુધપાક (સાબુદાણા વાળો , ચોખાનો નહિ !) ફાવે દાદા કહેતાં અને ઘરમાં દુધપાક બનતો અને મજા હતિ.

ખૈર, અત્યારે હું એકલો રહું છું..આ જન્મદિવસ અને એવું બધું હવે કોઇ સ્પંદનો નથી આપતું….અને હવે એવા માનસિક-શોખ , ઉપલબ્ધિઓ વગર ફાવી ગયું છે…બધુંજ કોઠે પડી જતું હોય છે…તમારી ઇચ્છા હોવી જોઇએ. બસ. ;)

 

….તો આજે મારા જન્મદિવસે મારી આ ઉપરની વસ્તુઓને મારા તરફથી અભિનંદન. :)

———–

…થોડાં દિવસો પહેલાં એક નાની અમથી “મસ્તી” કરી હતી..જે એક સંભવિત “saddle sore race” ની પુર્વતૈયારી હતી.. મુંબઈ થી અમદાવાદ સુધી બાઈક ચલાવીને આવ્યા , હું અને એક દોસ્ત સાથે ! (..અને એ’ય Hero honda passion ઉપર ) … હવે થોડાં દિવસ પછી ફરી એકવાર ….આ વખતે આવવા-જવાની ટુ-વે મુસાફરી બાઈક ઉપર અને આ વખતે મારા પ્રાણપ્રિય એવા Pulsar ઉપર … ..

…અને ઈન્શાઅલ્લાહ ..એક દિવસ પેલી બે-વર્ષ જુની ઇચ્છા પણ ક્યારેક પુરી કરીશ. બાઈક ઉપર અમદાવાદ થી લડાખ સુધી જવાની. મારા સાથીદાર ની ઓળખ પણ આપી દઊ….(Dhirendra Parmar )

..રખડપટ્ટી માં અને એની હાલાકીઓમાં શું અને કેવી મજા છે એ તો અનભવે જ સમજાય… લોકો-રસ્તાઓ-ખાડાઓ-ડાયવર્ઝન-પાણી-કિચડ-પથ્થર-કાંટા-વચ્ચે આવી જતાં લોકો,કુતરાં,ભુંડ,ગાયો… ચાલુ બાઈકે થતી વાતો..computer ની રાજકારણની ,સરકારની નીતિ-અનિતીઓની,સમાચારો અને જગજિતસિંહ ના મૃત્યું ની અને આબીદા પરવીન ની કેફદાર ગઝલો ગમવા છતાં એને -એના દેખાવ અને વાળને કારણે અમે બંને એ સહમતિ થી ,વ્યક્તિગત રીતે આપેલા એક ઉપનામ-વિશેષણ (……ઝેથરી….. ;D ) ની વાતો
અને એમાં…..અચાન્ક મારેલી બ્રેક અને ઉછળી પડતાં અમે બંને “વીર ચાલકો ” અને પછી અથડાતાં ખભા અને જડબાઓ અને..અને અચાનક અધુરા રહિ જતાં ને પછી માંડ્માંડ યાદ આવતાં પેલાં સરાબોર શેર-અને ગઝલની લાઈન્સ… , સજ્જ્નો-દુર્જનો-સુવિચારો-ગાળો અને ફિલોસોફી… ઓછી થઈ જતી ટાયરની હવા ને તુટી જતા ક્લચ-કેબલ , ધુળ-ઢેંફાં અને અણિયાળા પથ્થરો… અજાણ્યા રસ્તાઓ ઉપર એક અણદીઠેલી જગ્યા જોવાની પેલી તાલાવેલી..અને રસ્તાની ખાતરી કરવા માટે
અસ્પષ્ટ એવા ગામ નાં નામ અને milestone નું અજાણ્યા માણસોને સમજાવવું, અને ક્યારેક google maps , navigator પણ કામ ન લાગે એવા ખુણાંઓ. ..

અને સમગ્ર વિશ્વને ત્યાં ને ત્યાંજ evaluate કરી નાંખવાનું ….

“..આ લોકો ને ખરેખર સારી ચ્હા કોને કહેવાય એજ ખબર નથી…, તું ઢોળિ જ નાખ નથી પીવા જેવી … ક્યારેય બકરી કે ઊંટડીના દુધ ની ચા પીધી છે ?! , એ આના કરતાં સારી હોય….” કે પછી “.. આ શું જોઇને કહેતાં હશે વિકાસ થયો… જેમને ડાયવર્ઝન પણ બનાવતાં ના આવડે એ લોકો પાછા રોડ બનાવે છે , એ’ય પાછા ધોરીમાર્ગ …” , “.. ના..ના, એવું નથી એમને મુળતો ટોલનાકાં જ બનાવવા હોય છે એટલે રોડ બનાવે છે…એટલે…..ખબર પડીને રોડ બીજા નંબરની વાત છે પહેલા તો ટોલનાકા બનાવવાના…અને એ તો સાલાઓ સરસ બનાવે છે …..” .. ;D , અને કંઈ કેટલુંય.

“મેં હવા હું કહાં વતન મેરા,દસ્ત મેરા ન યે ચમન મેરા,
મેં એક હરચંદ એક ખાનાનશીં, અંજુમન અંજુમન સુખન મેરા…. ”

 

my pulsar  (3)

Share.

About Author

મોડીરાત્રીઓ, ધુમાડો, કોફી, કોડિંગ, એક્સપ્લોઇટ્સ, ગઝલો, બાઇકિંગ, જંગલો, પથ્થરો, લોકો, પુસ્તકો, રખડપટ્ટી, લાઈફની મઝા છે. એની દરેક અનુકુળતાઓ અને વિષમતાઓમાં. અને એ બધું અંગત નોટના પાનાઓમાંથી અહીં સુધી ફેલાયું છે. આ લખાણો મારા છે અને એક જ ડ્રાફ્ટમાં લખાયેલા છે, તો કોઇ માહીતીદોષ દેખાય તો ધ્યાન દોરશો. __નિખિલ શુક્લ. ;) :)

1 Comment

Leave a Reply

Powered By Indic IME
%d bloggers like this: