જન્મદિવસ સાબુદાણાનો દુધપાક !

0

..જન્મદિવસ … નાનો હતો અને પરિવાર/કુટુંબ વગેરે… ત્યારે ઘરમાં સાબુદાણા વાળો , દુધપાક બનતો..અને ગળી વસ્તુઓ તરફના અણગમા છતાં મને દુધપાક ભાવતો.. , દાદા (મમ્મીના પપ્પા) મને શીખવતાં ..બધાંને પગે લાગતા (આજે મારમાં કંઈપણ સારાપણું જો હશે તો..એના મુળિયા ચોક્કસ દાદા તરફથી આવ્યા છે..મારા બંને દાદા “જોરદાર” માણસ હતાં ! ;) )… અને હું બધાંને પગે લાગવાની વાત થી જ “ચિડાતો” ..કદાચ … બહુ નાની ઉંમરે અભિમાન/ગુમાન/વટ/હોંશિયારી જેવા ક્ષેત્રોમાં મેં પદાર્પણ કરી દીધું હતું !!! , ;) ..પણ..દાદાને હું પગે લાગતો !! , બીજા કોઇને નહિ… ;) , એક કુતરું પાળ્યું હતું..એને દુધપાક અને પુરી ખવડાવતો..સ્કુલમાં “પંડ્યા સાહેબના ભાણા” ના જન્મદિવસ નિમિતે બધાંને એ વખતની મોઘીં ગણાતી ચોકલેટો બધાંને વહેચાતી, અને મારા ક્લાસમાં એ દિવસે ભણવાનું બંધ રહેતું..પ્રર્થના માં મને ઉભો કરવામાં આવતો અને જન્મદિવસની શુભેચ્છાઓ અપાતી…

ખૈર….પછી..જીવનની ભુશિર લાંબી થવા માંડે અને તમે એકલપંડે દરિયામાં ખેડાણ શરૂ કરો…ઘણાં વર્ષોથી એકલો રહું છું એટલે..જન્મદિવસ કે તહેવારો કે …આવે અને જાય..બાકીના દિવસો અને જન્મદિવસમાં કોઇ ફરક નથી હોતો..અને આપણાને પણ પછી એ ફાવી જાય઼્ છે..જન્મદિવસની શુભેચ્છાઓ પિક્ચરો અને સિરિયલો માં જ શોભે ની એક સમજ પણ આવી જાય છે.. હું કોઇના જન્મદિવસ યાદ નથી રાખતો..કોઇ મારો ન રાખે એ સ્વિકારી લઊં છું..અને બધું બરાબર ચાલે છે..પણ..છેલ્લાં લગભગ ત્રણ-ચાર વર્ષથી..આ “ઓનલાઈનિયા દોસ્તો” ભુલતા નથી..એ યાદ રાખે છે…ટાંપિને બેથા હોય છે કે ક્યારે નિખિલનો જન્મદિવસ આવે અને આપણે “વિશ” કરી દઈએ.. ;) ;) , અને ..એની એક મજા આવવા લાગી છે મને.. , “પુષ્પા….જન્મદિનન્કી શુભકામનાઓમેં ઈતના આનંદ મિલતા તો કભિ નહિ કહેતાં કે….i hate tears..” .. ;) ;)

..અને અચાનક fedora forums/bsd dev. forum/ubunut/MSDN network/stackoverflow …આ બધાંએ પણ શુભેચ્છાઓ પાથવી ઈમેલ વડે..મજા પડી ગઈ..વર્શો પહેલાની મારી સક્રિયતા ઘરાવતી computer science ની ફોરમ્સ પણ મને ઈમેલ કરે અને હું ઘણાં (મોટાભાગના !) દોસ્તોના જન્મદિવસ ભુલી જઊં છું…..અને આજે બધાં અહિં વોલ ઉપર આવી ચડ્યાં..

“હું તો કદી વરસ્યો ના તે છતાં તે તો સદાય ..ઘાસ લીલિછમ્મ બની ઉગ્યા કર્યું વરસોવરસ….” :)

..જો કે આ વખતે મેં મારી બાઈક અને કોમ્પ્યુટર અને ઘડીયાળ અને ..એમને મારા વથી થી શુભેચ્છાઓ આપ્તી એક બ્લોગ પોસ્ટ લખી નાંખી રાત્ત્રે મોડા…આ ઓનલાઈનિયા દોસ્તો એ મને એટલો તો “વય્વહારુ/સામાજિક” બનાવ્યો એમ કહિ શકાય. આભાર છે એમનો.

..દરેક દોસ્ત્ને આથી જણાવવામાં આવે છે કે..તમારી બધાંની શુભેચ્છાઓ મેં મેળવી છે અને ગમ્યું છે..આવી નાની મોટી વાતોના કારણે જ કદાચ મારમાં વ્યવહારુંપણૂં અને સમાજિકપણું આવી જશે..અને એનો આભાર તો માનું એટલો ઓછો છે..તમે બધાંજ મહત્વના છો અને તમે મને યાદ કરો તો હું પણ મહત્વનો અને મારું મહત્વ આટલું કે…

“બના હૈ સાહિબ કા સાની ફિરે હૈ ઈતરાતા..વરના ઈસ શહેર મેં ગાલિબ કી આબરું ક્યા હૈ..”

આભાર. :)

Share.

About Author

મોડીરાત્રીઓ, ધુમાડો, કોફી, કોડિંગ, એક્સપ્લોઇટ્સ, ગઝલો, બાઇકિંગ, જંગલો, પથ્થરો, લોકો, પુસ્તકો, રખડપટ્ટી, લાઈફની મઝા છે. એની દરેક અનુકુળતાઓ અને વિષમતાઓમાં. અને એ બધું અંગત નોટના પાનાઓમાંથી અહીં સુધી ફેલાયું છે. આ લખાણો મારા છે અને એક જ ડ્રાફ્ટમાં લખાયેલા છે, તો કોઇ માહીતીદોષ દેખાય તો ધ્યાન દોરશો. __નિખિલ શુક્લ. ;) :)

Leave a Reply

Powered By Indic IME
%d bloggers like this: