Three-Idiots

0

….હું implementation, systems automation , security વગેરે સંભાળતો…ફોટામાં જમણી તરફનો દોસ્ત (નિશ્ચય કોઠારી) database ની integrity , correctness , checksums થી લઈને “હેમખેમ” રાખવાનું સંભાળી લેતો , અને ડાબી તરફના દોસ્ત એ આખી સિસ્ટ્મની legal / financial technicalities ને ઉજવી લેતાં. અને એમ _અમે_ દુનિયાનો કારોબાર ચલાવતાં. દુનિયાનો ??!! , હાં જી, દુનિયાના અમુક સૌથી મોટા-વિશાળ અને પોતાની complexity ના કારણે દુનિયામાં અદ્વિતિય બનતાં એક નેટવર્ક ને સંભાળતા/ચલાવતાં/મઠારતાં અને સરકારી માણસોને કારણ વગર દબડાવતાં, Yes, આયા ઉંટ પહાડ કે નિચે …. ;D ;D ,

ત્યાંથી અમે સમય અને અંતરના વિક્રમો તોડતાં અને સાથે સાથે કોઇ professional / formal સંબધોને અંગત બનાવતાં…અને જોડે ચાઈનિઝ/કોરિઅન હેકરો જોડે તો ક્યારેક પેલો ઈટાલિયન… Luciano જોડે બબ્બે હાથ કરી લેતાં.. ,

..તું તુ મેં મેં નો દૌર વટાવતાં અને આંખો લુછવી પડે એટલું હસતાં…અહિંથી અમે શોપિંગ કરવા નિકળી જતાં અને પેલા નેટવર્ક ને સાચવવા આખેઆખી દિવાળીઓ અને તહેવારો કામ પણ કરતાં રહેતાં…અહિંથી અમે લોકોને ખિજાવ્યા કોઇને જાણિ જોઇને છંછેડ્યા…તો કોઇને ચણાના ઝાડ પર ચડાવ્યા..ક્યારેક કોઇ સર્વરને જીવની જેમ સાચવ્યાં તો ક્યારેક એ’ય ને “init 0” ના કોમા માં મુકી આવ્યા , કોઇ સર્વરને kernel panic માંથી આઝાદ કરાવ્યું તો કોઇને ઠંડા કલેજે … ઠંડા કર દિયા.

…આજે એ દૌર પુરો થઈ ચુક્યો છે…અને પેલા સરકારી/બબુચકો પોતાની મેળે ચલાવવા મથે છે અને… મારો એક વિચાર હતો આસામ અને એની આસપાસના વિસ્તારોને સાંકળી લેવાનો ..અને corportian benefits માં એ ન થઈ શક્યો..એ એક માત્ર વસવસો છે..પણ દિલના ચારે ખુણાં અમે ભરી લીધાં. એનો જલ્સો છે.

અને એવામાં અમે અચાનક અહેમદ હુસૈન અને આબિદા અને ગુલામ અલી અને નવી પિક્ચરોના ગિતો સાંભળતાં ..કોઇને ખલેલ પડશે એ વાતને ઉડાવી દઈ પાછા ગાતાં પણ ખરાં…અમને કોઇ રોકે નહિ કોઇ તોકે નહિ…કેમ ? , કેમકે “હમારે પાસ Root Access હૈ…” , બધું ઠપ્પ કરી દઈશું !! , અરે તે એટલે સુધી કે અમારા સિવાય બીજા કોઇને નજીકમાં બેસવા પણ નહિ દેવાના..! કેમ ? બસ..આ અમારી જગ્યા છે.

…અમે…અમે three idiots દિલોના બાદશાહ છીએ..અને બાદશાહ તો પાછા અમે સર્વર ઉપર પગનો ટેકો મુકી ને બેસ્તાં અને એ સર્વરને કોઇ ઉંચનિચ થાય તો આખું સરકારી એક્મ પગ નીચે કચડી નાંખતાં.. … કેટલીયે હાર્ડડિસ્ક નોઅમે બેક અપ ના નામે ભોગ લીધો અને કેટલીયને જીવનદાન આપ્યું… અમે આન બાન શાન થી ફાટ ફાટ થતાં થ્રી ઈડીયટ્સ…

“..ખુશનસીબોનો શુમાર થશે ને એમાં મારું નામ હશે….” … :)

Snapshot_20120315 (2)

Share.

About Author

મોડીરાત્રીઓ, ધુમાડો, કોફી, કોડિંગ, એક્સપ્લોઇટ્સ, ગઝલો, બાઇકિંગ, જંગલો, પથ્થરો, લોકો, પુસ્તકો, રખડપટ્ટી, લાઈફની મઝા છે. એની દરેક અનુકુળતાઓ અને વિષમતાઓમાં. અને એ બધું અંગત નોટના પાનાઓમાંથી અહીં સુધી ફેલાયું છે. આ લખાણો મારા છે અને એક જ ડ્રાફ્ટમાં લખાયેલા છે, તો કોઇ માહીતીદોષ દેખાય તો ધ્યાન દોરશો. __નિખિલ શુક્લ. ;) :)

Leave a Reply

Powered By Indic IME
%d bloggers like this: