Fast Computer Language

1

which (programmnig) language runs faster ?? કે પછી કઈ વધારે ફાસ્ટ છે ? … નવા અને જુના લગભગ દરેક પ્રોગ્રામરને ક્યારેક ને ક્યારેક આ પ્રશ્ન મુંઝવે જ છે…અને જવાબો કોઇને સમજાતા નથી અથવા સ્વિકારવા(!) નથી અથવા આગળ કંઈજ વિચારી શકાતું નથી.

એક તરફ higher level language જ શિખવાની એક ધુન /શોખ/વિચાર અને દુનિયાદારીની સમજ હોય છે અને બીજી બાજુ એક programmer તરીકે ની “દંતકથા” જેવી આઝાદી પણ જોઇતી હોય છે. એક બાજુ exploit development માટે સૌથી સારી અનુકુળતા(!) ની તલાશ હોય અને બીજી બાજુ business application વડે સાલા રૂપિયા પણ કમાવાના હોય… એક તરફ કોડ પુરો કરીને જ છોડવાનો હોય (we never quits ;) ) અને બીજી બાજુ એ પછી deployment ને “જોઇ લેવાનું” હોય, એક બાજુ આપણે પોતાની અને બીજી બાજુ યુઝર્સ ની અનુકુળતા પણ સાચવી લેવાની હોય… એમાં આ ઉપરનો પ્રશ્ન મોટાભાગે તો જવાબ વગર જ રહિ જતો હોય છે અથવા મનમાં ઉંડે ઉંડે પરેશાન કરતો રહે અને વર્ષો સુધી કોઇ કામની અને છતાંય ન ગમતી language માં કોડ કર્યા કરવાનું હોય, અને પછી ઇચ્છાઓ અધુરી રહિ જવાની અને કામ ન ગમવાની તકલીફ થાય તો એમાં નવું શું છે ?! , ….ઠીક ઠીક સમય પછી પણ પોતાની જ ગમતી language માં કંઈક ખુટતું લાગયા કરે એના જેવી તકલીફ તો બે હરીફ programmers પણ એક બીજાને આપવા નહી ઇચ્છે.

જેટલું જલ્દી આવા મુંઝારામાંથી બહાર નિકળી જવાય એટલું સારું અને ખાસ નો computer science ના students અને freshers માટે. તો એમના આ _યક્ષપ્રશ્ન_ ને હું ટુંકામા જવાબ આપું તો એ કંઈક આવો હોય.

…જુઓ… આ higher / low level computer language ની મુળ બબાલ જ ખોટી છે…કોઇ language higher કે lower નથી હોતી. જે હોય છે એ મગજ હોય છે. ;) ,

..computer science માં તમે જેમ જેમ bare metal થી દુર થતાં જાવ એમ એમ તમને બધીજ  highre language મળતી જશે , અને એનાથી ઉલટું જેટલા તમે પેલા મેટલ થી નજીક હશો એટલી જ તમને low level language મળાતી જશે. પહેલી વાત માં શક્યતાઓ અને options ઘણાં જ છે અને બીજા માં એટલા નથી.

…અને હવે ચોખ્ખો જવાબ. કઈ વધારે ફાસ્ટ છે ? . વેલ….કોઇપણ computer language જેટલી વધારે higher હોય એના execution માં એટલો જ વધારે સમય લાગે અને જેટલું તમે bare metal ની નજીક રહિને કોડ કરો એટલું જ execution ફાસ્ટ હોય. ..અને આ વાત ને કોઇ language મા મુળ બંધારણ સાથે જેટલો સિધો સંબધ છે એનાથી ઘણો વધારે તમારા કોડીંગ અને dependent libraries થી હોય છે. મતલબ કે , હાં C/C++/Assembley માં થતું execution .Net/java/VB વગેરે કરતાં વધારે ફાસ્ટ હોય. પણ..પણ…એક તરફ જો તમે …c++ માં GUI interface ને જોતાં / રમાડતાં હોવ અને બીજી બાજુ .net ની console application માં paraller processing ને લગતાં benchmarks ચકાસતાં હોવ તો…… c++ કરતાં પણ પેલો .net નો પ્રોગ્રામ વધારે ફાસ્ટ હશે !! ,

….ઉપરની ભ્રમણકક્ષામાં આવેલી દરેક language સહેલી લાગે છે અને “સરસ” , કેમકે એની તકલીફોને છુપાવવામાં આવી હોય છે….અને એ છુપાવવાનો એનો પોતાનો એક overhead હોય છે.  જે નીચલી કક્ષામાં નથી કરવામાં આવતું.

..તો કઈ computer language પસંદ કરવી એ પ્રશ્ન જ તર્કવિહિન છે, irrelevant/absurd/inapplicable.  મહત્વનો પ્રશ્ન અથવા પસંદગી એ હોય કે “તમારે કઈ રીતે કોડ કરવું છે ?”.  :)

..તો., Mr. Anderrrrrrrrrrrson… સૌથી અગત્યની વાત એ કે , આપણે જ્યારે માત્ર કોડ જ કરી શકીએ /કરતાં રહિએ અને computer language નું નામ અને પ્રકારો અને એવું બધું અર્થહિન લાગવા માંડે તો સમજજો કે હવે તમને કોડિંગ આવડી ગયું છે. ;)

Share.

About Author

મોડીરાત્રીઓ, ધુમાડો, કોફી, કોડિંગ, એક્સપ્લોઇટ્સ, ગઝલો, બાઇકિંગ, જંગલો, પથ્થરો, લોકો, પુસ્તકો, રખડપટ્ટી, લાઈફની મઝા છે. એની દરેક અનુકુળતાઓ અને વિષમતાઓમાં. અને એ બધું અંગત નોટના પાનાઓમાંથી અહીં સુધી ફેલાયું છે. આ લખાણો મારા છે અને એક જ ડ્રાફ્ટમાં લખાયેલા છે, તો કોઇ માહીતીદોષ દેખાય તો ધ્યાન દોરશો. __નિખિલ શુક્લ. ;) :)

1 Comment

  1. Hitesh Joshi on

    Mr. Anderrrrrrrrrrrson… ..ફેલ્પ વાળા મોબાઈલ..ચશ્મા..મેટ્રીક્સ.. :D
    કોઇ language higher કે lower નથી હોતી. જે હોય છે એ મગજ હોય છે.! (Y)

Leave a Reply

Powered By Indic IME
%d bloggers like this: