ઇઝહાર-એ-ઇશ્ક !

3

..આજકાલ Facebook ઉપર ચોતરફ જાણૅ પ્રેમની વસંત આવી છે અથવા અમે અમુક જણાંએ લાવી દિધી છે, બીજી બાજુ વરસાદી વાછંટોમાં પલળું છું તો..જ્યારે બોલીને / કહીને પ્રેમ નો એકરાર ના કરી શકાય ત્યારે શું કરવું એ અંગે મેં એક સમયે orkut માં ૨૦૧૧ની આસપાસના સમયે એક કોમ્યુનિટી માં કંઈક કહ્યું હતું…તો..બસ..એને જ શોધીને ,કોપી કરીને અહિં પેસ્ટ કરું છું.. ;) ;)
—————————————————————————
..એમ એના કોઇ rules-regulations નથી હોતાં કે..કોને કેવી રીતે ક્યાં પ્રેમનો ઈઝહાર કરવો. એ બધું જે તે સંભવિત ઘટના સ્થળે-સમયે નક્કી થતું હોય છે અથવા કરવું પડે છે.

AMTS ની ધક્કામુક્કી માં કે નોકરી ના busy-day માં ધીમેથી i love you કહી દેવાથી , એક sms મોકલી દેવાથી , નાની મોટી ભેટ આપી દેવાથી પ્રેમ થઈ જ જતો હોત

કે “એના” મનમાં આપણા માટે ભીની-કુણી-ગુલાબી લાગણીઓ છલકાઈ જતી હોત તો….બધાંનો બેડો પાર થઈ જાત.લૈલા-મજનુ કે રોમિયો-જુલિયેટ ઉપર આપણે બધાં હસતાં હોત.

હાં, જો ખાલી એમજ, માત્ર girl friend- boy friend રમવું હોય તો, ચાલે ગમે તે જગ્યાએ ગમે તે રીતે (અને ગમે તેને !) , કહી શકાય. પણ, આપણે તો અત્યારે પ્રેમ ની વાત કરીએ છીએ. અને એમાં વાત જરા સંજિદગી સાથે કરવી પડે. ટેન્શનિયા થઈને નહી ;)

એ સિવાય એ પણ પ્રશ્ન છે કે “કઈ રીતે ઇઝહાર કરવો ??” , અથવા કયા medium through ઇઝહાર કરવો ?? sms, E-Mail, card, કે પછી સિધું ને સટ મોઢા-મોઢ ??!!

એ બધાંનાં પોતપોતાના merit-demerits છે જ. આપણે આપણી પરિસ્થિતિઓ ને ધ્યાનમાં લઈને નક્કી કરવાનું હોય. love-ડોક્ટરોના prescription વડે નક્કી ના થાય. થોડું-થોડું બધું’ય અજમાવવું પડે. થોડું મોઢે કહેવાનું ,થોડું બીજી કોઇ રીતે.

હું મારી વાત કરું તો, મને આ “મોઢા-મોઢ” વાત કરવાની વાત “એટલી બધી” effective નથી લાગતી. હાં, ખરેખર.
મોઢે વાત કરવાથી ઘણાં ફાયદા છે પણ અનુકુળ સંજોગો એમ ફટાક દઈને નથી મળતાં. બધાંને મળે છે ??

આસપાસ શાંત વાતાવરણ હોય, નકામી લપ ના હોય, આજુબાજુમાં દુરદુર સુધી કચરાના ઢગલામાં ફરતાં ગધેડાઓ-કુતરાઓ-ગાયો ના દેખાતાં હોય, નગર પાલિકાની કચરા ટોપલીઓ ના હોય, traffic નું ટેંટેં-પુંપું ના હોય, બીજા extra કલાકારો ના હોય અને આપણા અને એના સિવાયનું કોઇ નજીક માં ના હોય. બસ.

…આટલું હોય તો જ મોઢે વાત કરી શકાય.

હવે, આ બધું એમ “ગોઠવવા” જાઓ તો પ્રેમ નો ઈઝહાર કરવાનો ક્યારે મેળ પડે ?? ;)

અને એમ પણ નથી જ કે સામી છાતીએ વાત કરો તો જ પ્રેમમાં “હા” થાય…insurance policy નથી વેચવાની કે ચટર-પટર બોલ બોલ કરો તો જ “બોર” વેચાય.,

મને એમ લાગે છે કે, સાલું જુનું-જુનું પણ કામ લાગે એવું એકદમ અસરકારક અને positive જવાબ ની થોડીઘણી (વધારે નહી) આશા જગાડી શકે એવો એક જ ઉપાય છે.

કયો…કયો..?? well…લખાંણ. surprised ?!?!?!

ok then..જરા વિસ્તાર થી જણાવું. જરા વિચારો કે તમે એને તમારી આખેઆખી વાત-લાગણીઓ “એને” તમારા મનમાં છે એજ રીતે કહી શકશો ??,
(“…પ્રેમ તો unexplainable છે…” વગેરે…વગેરે . હાં, ખબર છે મને એટ્લે જ પુછું છું ;))

માનો કે તમે કહી પણ દીધું તો…તમે તો કહી દેશો..પણ એ સાંભળશે ?? માનો કે “એણે” (be positive !) સાંભળી પણ લીધું તો ??, તમે-આપણે જેટલી ટુંકી (કે લાંબી) રીતે પુછ્યું હશે એનાથી પણ ટુંકી રીતે એ કહી દેશે
“….પછી કહીશ”, “..કાલે કહું તો ??”, “નાઆઆઆ…”, “અરે…એમ…. કેમ….”… બોલો પછી શું કરવાનું ??

“તુને સુરત ના દિખાઈ કભી વાદા કરકે, મર ગયે હમ ઉસી વાદે પે ભરોસા કરકે”…..THE END

અરે બકાઓ (!!), એમ ના થાય. આ પ્રેમ છે, કંઈ sms નો જોક થોડો છે કે, open કર્યો, read કર્યો, 2.5 % જેટલું હસવાનું અને delete કર્યો.
relax buddy…આ કંઈ NSE,BSE,MCX નો index નથી કે…અડધો કોળીઓ મોં માં રાખીને decision લઈ લઈએ.

“એને” કોઇ રીતે, કંઈક “લખીને” આપો. ….પછી ભલે એ email નું લખાણ હોય કે કાગળ પરનું. (scrap, messages are also applicable ;) ) કેમ ??

“એને” તમારી વાત ધ્યાનથી “સાંભળવા” માટે તમે ક્યારે કંઈ નહી કરી શકો(“એ” નાટક કરે તો એ અલગ વાત છે.)
પણ, “એને” ધ્યાનથી “વિચારવા” માટેના સંજોગો આપી શકાય છે. અને એ માત્ર લખાણ કે એવી કોઇ રીતે જ શક્ય છે.

સાદી ભાષામાં લખો, કોઇ ચિકણી-ચિકણી વાતો વગર જે મનમાં આવે એ સાહજિક રીતે લખી નાંખો, ચાંદ-સિતારા નહી , વાસ્તવિક થઈને લખો, શેર-ગઝલ ની ગહેરાઈ કે ગંભિરતા તમે (અને “એ”) સમજતાં હો, તો વાપરી શકો છો, પણ પછી…”ખત લિખતા હું ખુનસે……” ને એવું બધું નહી લખવાનું.. ,

email, scrap….માં વધારે પડતું, આદીવાસીઓના લોક્નૃત્ય જેવું decoration નહી કરવાનું.
..અને last but not least, આપણે જેટલા સ્વાભાવિક થઈને કંઈ લખી શકીશું, એટલી સ્વાભાવિકતા “એની” આગળ-રૂબરુ માં શરૂઆતથી નથી હોતી, તો એવા સંજોગો માં લખાણ કામનું થશે.

“એને” તો બિચારીને 5 મિનિટ પછી એ પણ યાદ નહી રહે કે આપણે exactly કયા – કયા શબ્દો બોલ્યાં હતાં, કેવી રીતે બોલ્યાં હતાં…આપણો અવાજ, અવાજનો આરોહ-અવરોહ, ચહેરા પરના ભાવો,આંખો,……..એક સ્ત્રી-સહજ સ્વભાવે “એને” આ બધું જાણવું-વિચારવું જ હોય છે. તો “એને” એવી તક આપો.

“એને” વાંચવા દો…..”એના” તરફની આપણી લાગણીઓ, એ શબ્દો અને એમાંથી ઉકેલાતાં અર્થો “એને” એકલીને અનુભવવા દો, “એને” એકલાં-એકલાં માત્ર આપણાં વિશે વિચારવા માટે સમય આપો, “એ” અને આપણી “વાતો” એકલાં રહી શકે કંઈક એવું થવા દો, “એ” વાંચે પછી અટકે પછી ફરી-ફરી એક ના એક વાક્યો-શબ્દો વાંચે એવું થવા દો, “એના” મનમાં આપણી સાથેની પહેલાંની દરેક મુલાકાત-વાતો-યાદો ને વારંવાર ઝબકવા દો, એકાદ રાત “એને” પણ ઉજાગરો કરી લેવા દઈએ, “આવતીકાલે….??” – આ પ્રશ્ન “એના” મનમાં પણ થવા દો, આપણી લાગણીઓ સાથે “એને” એકલીને રહેવા દો, આપણી સાથેની “એ” અને આપણાં વગરની “એ” – આ બંને વચ્ચે નો તફાવત “એને” જાતે જ કરવા દો…થોડો “મેં ઔર મેરી તનહાઈ….” નો માહૌલ ઉભો થવા દો.

——————-
અરે યાર, એક દિવસે “એને” થોડા સ્થિર થોડાં અટકતાં અવાજે કહેવાનું કે, (મોઢે કહેવાનો શોખ પુરો થઈ ગયો ને !?)
“…લે..,આ (કાગળ) તારા માટે છે, મેં લખ્યો છે……થોડાં દિવસો પહેલાં આપવાનો……પણ…હવે તો કહેવું જ પડશે.. ”

“શું છે….??”

“….એમ બે-ચાર વાક્યો માં કહી શકાતું હોત તો હું કહી જ ના દેતો..!”

….
….
બસ.
(પ્રેમોત્સુક યુવકો-આડેધો script માં જરૂર મુજબ ફેરફાર કરી શકે છે )

;D ;D

Share.

About Author

મોડીરાત્રીઓ, ધુમાડો, કોફી, કોડિંગ, એક્સપ્લોઇટ્સ, ગઝલો, બાઇકિંગ, જંગલો, પથ્થરો, લોકો, પુસ્તકો, રખડપટ્ટી, લાઈફની મઝા છે. એની દરેક અનુકુળતાઓ અને વિષમતાઓમાં. અને એ બધું અંગત નોટના પાનાઓમાંથી અહીં સુધી ફેલાયું છે. આ લખાણો મારા છે અને એક જ ડ્રાફ્ટમાં લખાયેલા છે, તો કોઇ માહીતીદોષ દેખાય તો ધ્યાન દોરશો. __નિખિલ શુક્લ. ;) :)

3 Comments

  1. ..મને આ પોસ્ટ યાદ છે..હુ આ પોસ્ટનો બહુ મોટો ફેન છુ એટલો કે ટોપીક નુ નામ પણ યાદ છે, “ઈઝહારે ઈશ્ક- પ્રેમનો ઈઝહાર કેમ કરવો” એના ઉપર..જય વસાવડાની કોમ્યુનીટીમા..એ દિવસોમા હુ ખાલી વાંચતો જ..અને આ પોસ્ટ વાંચી ને જ આપને જ્યા સુધી મને યાદ છે ફ્રેન્ડ રીક્વેસ્ટ મોકલી હતી..ઓર્કુટમા..નોસ્ટેલીજીક..એવરગ્રીન..સુપરહિટ પોસ્ટ..આઈ રીમેમ્બર જય વસાવડા પ્રેસ્ડ યુ ફોર ઈટ એઝ વેલ..સાલુ ટાઈમ્સ ફ્લાઈઝ..લીટરલી..!

  2. …..હાં…એ દિવસો યાદ આવતાં રહે છે આપણને બધાંને , પણ….એક વાત છે જે “..તુમ્હે યાદ હો ન હો , મુઝે યાદ હૈ…” , ;) ….આપણે એકબીજાની friendlist માં તો આ પોસ્ટ ના ઘણાં સમય પહેલે થી આવી ચુક્યા હતાં….યાદ છે આપણૅ freelancing વિશે વાતો કરતાં હતાં . ?! , …અને એ મને બરાબર યાદ છે એની અમુક આડકતરી સાબિતિઓમાં એક એ પણ છે કે…..જ્યારે આપણૅ freelanc વિશે વાતો કરતાં હતાં એ દિવસો અને પછી “જય વસાવડા કોમ્યુ.” માં આ પોસ્ટ મુકી એ દિવ્સો…ની વચ્ચે મેં મારું ભાડાનું મકાન પણ બદલી નાંખ્યું હતું અને..એ બંને દિવસો અત્યારે પણ મગજમાં એકદમ સાફ યાદ છે… ઃ) , આપણે તો આ પોસ્ટ ના ઘણાં સમય પહેલાંથી એકબીજાનું માથું ખાતા થઈ ગયાં હતાં. ;)

Leave a Reply

Powered By Indic IME
%d bloggers like this: