Singular

2

…પણ એક એવું પણ કરી શકાય ને કે….અહિં કે તહિં આપણાં બધાં માંથી ઘણાં એવા હશે કે જે પોતાની આસપાસમાં , ફળીયામાં,કોમ્પ્લેક્ષમાં બજારમાં….ગણેશચતુર્થી કે તાજિયા કે નવરાત્રી કે રથયાત્રા … માં આગળ પડતો ભાગ લેતાં હશે..કોઇ મંડપ બાંધવા લાગતું હશે તો કોઇ સામાન લાવવા-મુકવા જતાં હશે કોઇ વળી એનો ખર્ચો આપતાં હશે..અને..ગણપતિને ડુબાડવા જવા કે માટીનો ગબ્બર બનાવવામાં કે રથયાત્રા અને એવા બધામાં જે તે રથ ઉપર શ્રિફળ અને આસોપાલવના તોરણ બનાવવામાં રચ્યા પચ્યા રહેતાં હશે…

…”…કોઇ ઐસા દિલવાલા જિગરવાલા નહી…” – કે જે પોતાના દોસ્તો ને પણ સમજાવી શકે કે “..ના દોસ્ત, આ વખતે હું નહિ/નથી..” કે “…આ વખતે મને એમાં ના ગણતાં…” ??? ,

“..કેમ ? ”

“..બસ ઇચ્છા નથી અને ખાસ તો મન જ નથી થતું…આટલો બધો જથ્થો બાઘાપણાંનો , હરામખોરીનો મારાથી સહન નથી થતો…..” અને વગેરે…

——–
..વ્યક્તિગત ક્રાંતિઓ ની પ્રસ્તુતતા ની expiry date આવી ગઈ છે ? બાકિ વાતો અને બળાપાઓ તો ઠીક છે….નિકળ્યા કરે રસ્તે રખડતાં મવાલીઓ અને નવરાઓ પણ સમાજ/સરકાર/દુનિયા સામે બળાપો કાઢતાં રહે છે…આપણાંમાં અને એમનામાં ફરક કેટલો ? , માત્ર વાતો નો , આપણે કેટલા વધારે “બોલ બચ્ચન” છીએ એટલો જ. અને એ કોઇ લાયકાત નથી.

કોઇ દેશમાં રહેવા કે જન્મવા માત્રથી એ દેશના નાગરિક બની જવું જરૂરી નથી હોતું. અને એમ બનાતું પણ નથી.
બધાંને સારો સમાજ જોઇએ છે,ચોખ્ખા રસ્તા જોઇએ છે, ટ્રાફિક નું નિયમન જોઇએ છે,ભ્રષ્ટાચાર રહિત તંત્ર જોઇએ છે…અને ખ્વાહિશે તો …હર ખ્વાહિશ પે દમ નિકલે જેવી છે બધાંની.

…આપણે પાંચ-પચ્ચિસ-પચાસ રૂપિયા માટે પણ કેવા કાવાદાવા કરીએ છીએ પ્રચંડ મનોબળથી આપણે કેવા  તત્પર થઈને કર્મયોગી બની જઈએ છીએ ?! , તો અમુક લોકો પાસે પાંચ-દશ હજાર કરોડ ની તક મળે તો , એ શું કામ છોડે ?  — પણ ફરક શું ? કંઈ નહી.  ફરક માત્ર amount નો બાકી પેલી દાનત,ચોરવૃતિ,ભિખારીપણું તો એનું એજ ને ! ,

વાતવાતમાં સૈનિકો ની કુરબાનિઓની વાતો કરનારા આપણે એક અઠવાડીયા સુધી પણ એમને યાદ નથી રાખી શ્કતાં ….તહેવારો-બહેવારોમાં પોતાના ટપોરી-આત્માને ઠેકડા મારતા કે બુમ-બરાડા કરતાં નથી રોકી શકતાં તો….બીજા કોઇ પણ શું કામ કરે ? …..ક્યારેક એ જ પેલા સૈનિકો પણ આપણાં જેવા જ મસ્તમૌલા બની જશે અને એ પણ કંઈ નહિ કરે… આ ઠેકડા મારવાની એવા સમયે કેવી મજા આવશે ?

..આ માનવિય સ્વભાવની , સમાજની લોકોની હલકી માનસિકતાનો માપદંડ છે કે જે પોતે નથી કરી શક્તાં એ બધું બીજાએ કરવું જોઇએ એવો આપણે દુરાગ્રહ રાખીએ છીએ. હદ હોય સાલી હરામખોર હોવાની પણ.

નેતાઓ માં દયા નથી એ લોકો લાલચું છે એમની દાનત આમ છે ને તેમ છે અને કંઈ કેટલુંય… પણ હરામખોરોના પ્રતિક જેવા આપણે કેટલું,ક્યાં સુધી યાદ રાખીએ છીએ ? નાના મોટાં શહેરોના સાલા મેયરો કે નગરપ્તિઓ કે નગરપાલિકા ના મહાનગરપાલિકાના લોકો ને કેમ કોઇ નવતર વિચાર નથી આવતો ?, અને એ તો ખૈર સમજાય પણ વાતવાત્માં ગમે તેને આવેદન પત્ર આપવા જતાં ધારાસભ્યો અને એમનાં ચમચાઓને કેમ એમ નથી લાગતું કે….. જેમ પધ્ધ્તિસર દારૂ મંગાવીને પાર્ટિઓ કરી શકાય છે એમજ સુનિયોજિત રીતે એક વાર પણ આ કુદાકુદ અને હો હલ્લાને _ના કરવા_ માટેની હાકલ પણ કરી હોય તો..?!

અને પેલા વારતહેવારે નગરપાલિકા માં માટલાં ફોડીને આવતાં લક્ષ્મિબાઈઓના અવતાર જેવા સાલા બૈરાંઓ શું કરે છે ?, દામિનિ આવી અને ગઈ , એના પહેલાં પેલી આરુષી પણ આવી અને ગઈ… પણ એવા વખતે થોડાં માટલાં ફોડાય…. ! “અને ..અલી..અમારે તો ઘરમોં માટલાં જ નહિ…બધ્ધોંને ફ્રીજનું જ જોઇએ…..”  –  આવા બૈરાંઓ અને એમના પક્ષધરો એવી સંસ્થાઓ અને લોકો પણ આવા જ છે…એમનામાં પણ પેલું વિવાદાસ્પદ mutation દેખાવા માંડ્યું છે જેમાં….”મગજની બુધ્ધિ પગની પાનીમાં અટકી જાય છે..” અને અસરગ્રસ્ત સજીવ બાઘાપણાંથી હરામખોરપણાં સુધીમાં કોઇ તફાવત સમજવાને અસમર્થ થઈ જાય છે.

કોણે શું કરવું જોઇએ ? એ બધી મગજમારી છોડો પોતે શું કરી શકીએ છીએ એ કરો ને. બાકી આવો ઘોંઘાટ તો આજકાલ વરસાદ પછી પેલાં જીવડાં પણ કરે જ છે અને સહેજ અવાજ થતાંજ ચુપ્પ–એકદમ ચુપ્પ થઈ જાય છે..જો કે હિંમતવાલા હોવાનો ભ્રમ લઈને જીવતાં થોડીવાર પછી ફરી અવાજ કરે અને ફરી જરાક અવાજ થતાં ચુપ્પ….. જીવડાઓ અને કિડાઓ જોડે રહિને માણસમાં પણ “અહેસાસ-એ-મગતરાં” આવી ગયો લાગે છે.

હું કોલેજમાં હતો અને બધાંને અચાનક “ચોકલેટ ડે” આવી ગયો….વિસ-પચ્ચિસ-પચાસ-સો રૂપિયાની ચોકલેટોના સંહાર થયા પછી ખાલી ખોખાંઓ નો કચરો થવાનો જ હતો. મને પસંદ નહોતું એટલે દરવખતની જેમ દોસ્તો આગળ મેં મારી અનિચ્છા જણાવી દીધી..મેં કોઇ ચોકલેટ નહિ લેવાનો અને નહિ આપવાનો નિર્ણાય જણાવ્યો…દરવખતની જેમ દલીલો અને વગેરે ચાલ્યું…..પણ…..”મેરું તો ડગે પણ જેના મન ના ડગે.. ” ;D ;D …તો મેં શું કર્યું ?? (શબ્દો યાદ કરીને લખું છું ;) )

“…મેં કંઈક આવું કહ્યું કે પચ્ચિસ-પચાસ-સો રૂપિયા- ચોકલેટો આપણે ખ’ઈ જઈશું અને આવ્તીકાલે સવારે એને છોડી દઈશું….કંઈક એવું કરોને કે આપણ્ને તો ઠીક છે..આ બિજી કોલેજો Bsc,Bcom વગેરેને પણ એક ઉદાહરણ મળે કે આવો પણ ચોકલેટ ડે હોઇ શકે અને બીજુ બધું બાજુ પર ..આપણે સારું કરીએ છિએ કે નહિ..એ જોવાનું…એક કામ કરીએ..પચ્ચિસ-પચાસ રૂપિયા માં આપણું પેટ પણ નથી ભરાવવાનું ચોકલેટો વડે પણ પેલી હોટલમાં એટલાની એક ગ્જરાતી થાળી પેલા ભિખારિઓને ના આપી શકિએ …બોલાવી લાવો બધાંને …આપણે જઈએ ..જમવાનું પેક કરાવીએ..બાઈકો લઈને નીકળી જવાનું અને રસ્તામાં જે કોઇ “આવું” મળે એમને આપી દેવાનું….ના લે તો સમજાવાનું….ચોકલેટ..ચોકલેટ શું વળી ..ક્યારે કોઇએ ખાધી ના હોય એમ મંડ્યા છો……. ”  (સ્થળ: BCA કોલેજ,કપડવંજ,ખેડા જિલ્લો,ગુજરાત) ,

ખૈર..બીજી કોઇ કોલેજો તો અમારી સાથે ના આવી પણ અમે અમુક દોસ્તઓએ 2004-2005 ના વર્ષમાં આવું કર્યું હતું…અને આજે પણ એમાં સહભાગી થયેલાં અમે ક્યારેય એ કામથી કોઇ મહાનતા નથી અનુભવતાં …એક કામ હતું..એક નિમિત હતું અને એક સારો વિચાર હતો —ગમ્યો તો અમલમાં મુકી દીધો….લોકો અમને જોતાં રહ્યા કોઇ ભિખારીને સમજાવતાં, પાનના ગલ્લા ઉપરથી લોકો તાકી રહેતાં….ડોસાઓ આમ્ખો ઝીણી કરીને જોતાં રહ્યાં..રિક્ષાવાળાઓ કોમેન્ટો કરતાં રહ્યાં…. અને અમે..? , એ બધાંને _જે તે_ જવાબ આપતાં રહ્યાં કોઇએ પુછ્યું તો જવાબ આપ્યો , કોઇએ કોમેન્ટ કરી તો સામે ચોપડાવી પણ દિધી….. કોઇ સારું કરવા માટે નખશિશ _સાત્વિક_ રહેવું ……કંઈ એવું પણ અનિવાર્ય નથી. ;) ;)

….થોડાં સમય પહેલાં એવું માનવા લાગ્યો હતો કે “હવે પછીની ક્રાંતિઓ સામુહિક હશે…” – પણ, ના હું ખોટો હતો. લોકો-લોકોનો સમુદાય  – ટોળૂં હંમેશા ડરપોક હોય છે. હિંમત એકલો માણસ જ કરી શકે કેમકે ભીડમાં તો તહેવારો થાય,પાર્ટિઓ થાય,મોજમજા થાય ,મસ્તિ પણ થાય અને બળાત્કાર થાય , ભ્રષ્ટાચાર થાય…. કોઇ શરૂઆત તો કોઇ એક જ માણસ કરે છે , બલ્કે એક જ માણસ કરી શકે. અને કેમકે ભારત માં બધાંને પોતપોતાના માનવ અને મુળભુત અધિકારો હોય છે અને એટલે પોતપોતાની ક્રાંતિઓ પણ પોતેજ કરી લેવાની.

ખૈર, મેં મારો રસ્તો શોધી લીધો છે જ્યારે સાવ પાંચમાં ધોરણ્માં સ્કાઊટમાં જતો ત્યાર થી જ..અને પછીના વર્ષોમાં એ અભિગમ મજબુત થઈ ગયો. અને દરેક માણસે પોતાનો રસ્તો શોધી જ લેવો પડતો હોય છે.

જે સાચું લાગે એ કરવાનું બીજા કોઇને ના સમજાય તો એ એમની તકલીફ છે. હું મારા કામ,શબ્દો,વર્તન માટે જવાબ્દાર રહિ શકું છું અને છું..લોકોના બંધ પડી ગયેલા સડી ગયેલા મગજ માટે હું જવાબદાર નથી.

હું કોઇ પત્રકાર નથી , કોઇ નેતા કે કાર્યકર નહિ,સમાજ સેવક કે સુધારક પણ નહિ,સમાજના બુધ્ધિજીવીઓમાં પણ….આ બધું અને આવું બધું મારા સ્વભાવને માફક પણ નથી આવતું. અને એટલે કોઇ લાંબી વાર્તા કે શિષ્ટ વાક્યરચનાઓ કે ભાષણો મને નથી ફાવતાં અને શિખવા પણ નથી. મારું અસ્તિત્વ માત્ર એટલું જ કે હું નિખિલ શુક્લ એક સ્વતંત્ર વ્યક્તિ છું. બસ. અને એટલે હું તો શું કહિ શકું કે કોણે શું કરવું કે કેમ કરવું ..હું માત્ર એજ કહુ શકું કે “મેં શું કર્યું હતું – છે”.

બીજા અને અત્યારનાં બનાવો અથવા મારા આડા ફંટાવાની વાત પછી ક્યારેક..અત્યારે તો એ પણ નથી કહેવું કે આ બધું કેમ લખ્યું છે..બાકી એક વાત તો છે જ કે..માણસને એની સમજશક્તિ અને બુધ્ધિ અને સભાનતા માણસ બનાવે છે, બાકી હાથપગ અને થોબડું તો જાનવરો અને કિડા-મંકોડાઓને પણ હોય છે.

…થોડો આત્મવિશ્વાસ વધી જાય છે..થોડી હિંમત વધી જાય છે…થોડો આત્મસંતોષ અને ઘણીબધી ખુમારી-ખુદ્દારી ટકી જાય છે. મજા છે એની પણ.

ભારત આઝાદ થયો અને બધાં દેશો થતાંજ હોય છે ક્યારેક ને ક્યારેક..પણ બંધિયાર-ગભરું-લાલચું માનસિકતાની ગુલામી નું શું ? , ખૈર…મેં તો મારી મેળે એ જેલ તોડિને ફરાર થવાનું પસંદ કરી લીધું છે અને આ jailbreaking ની મજાની તો શું વાત કરીએ !

..પણ/અને આમ હું કે આપણે શુ કરી શકીશું , શું મેળવી લઈશું ? ખબર નથી. ખબર છે તો એટલી જ કે…. “જાહિદ ને મેરા હૌસલા-એ-ઈમાન નહિ દેખા….” ;D

Share.

About Author

મોડીરાત્રીઓ, ધુમાડો, કોફી, કોડિંગ, એક્સપ્લોઇટ્સ, ગઝલો, બાઇકિંગ, જંગલો, પથ્થરો, લોકો, પુસ્તકો, રખડપટ્ટી, લાઈફની મઝા છે. એની દરેક અનુકુળતાઓ અને વિષમતાઓમાં. અને એ બધું અંગત નોટના પાનાઓમાંથી અહીં સુધી ફેલાયું છે. આ લખાણો મારા છે અને એક જ ડ્રાફ્ટમાં લખાયેલા છે, તો કોઇ માહીતીદોષ દેખાય તો ધ્યાન દોરશો. __નિખિલ શુક્લ. ;) :)

2 Comments

 1. Hitesh Joshi on

  નાઈસ આઉટરેજ..આઈ એમ્પેથાય વીથ ઈટ..

  ..બાકિ, હવેપછીની ક્રાંતી સામુહિક પણ હોઈ શકે..પણ ભારતમા તો વ્યક્તિગત જ હશે..અલબત્ત, if(જો હશે.!)

  ..ભારત એ ક્રાંતી નો દેશ નથી..૨૦૦૦ વર્ષોથી સત્તત્ત સબડતો દેશ..નકર વ્યક્તિગત તકવાદિ વીચારધારાના ભુંડા નાચ મા ન જ સબડે..અહિ આપણે સમુહમા રેહવુ છે, અને જીવવુ એકલુ છે..! ખૈર,…

  “ક્રાંતી”

  …લોહિ થી ખરડાયેલો..આ એના ફોર્મેશનથી જ જરા તુટેલો લાગતો શબ્દ..જ્યારે પેહલીવાર સમજ્યો હોઈશ..ખબર નહિ કેમ, સત્તત ગમ્યો છે..અને એની આજુબાજુ ફરતા ફકીરો..૧૭ વર્ષના ખુદિરામ બોઝ થી ફિડેલ કાસ્ટ્રો સુધી..સૌ કોઈની સફર જોઈએ તો બે વાત સ્પષ્ટ છે..એક “શૌખ એ દિદાર અગર હૈ, તો નઝર પૈદા કર” બીજુ..બધા એ નઝરથી પછી..જોવે તો જોવે..પણ ઈનીશીયલી તમે એકલા જ છો..બકૌલ ગુરુદેવ..”જોડે તોરે દાક કે શુન્કે ના અસે, તોબે એક્લા ચાલો રે” ;)

  રામમનોહર લોહિયા ની લાઈનો મારી ખોવાઈ ગયેલી ડાયરીમા મે ઉતારેલી..આ પોસ્ટ જોઈને યાદ આવી ગઈ..
  “सारा देश टूटा हुआ है. देश की आत्मा टूट गई है.
  मै जानना चाहता हूँ की क्या इतिहास में कोई और देश भी ऐसा रहा है, जो इतना टूटा है जितना हिन्दुस्तान ?”

  ..બાકિ આ દેશની “ગોલકાઈ” વીશે શુ કેહવુ દોસ્ત..બધુ કેહવાઈ ગયુ છે જ..બધા કહિ જ દે છે..ક્યા હૈ કિ, યહા સબ કી હોશીયારી કેહને તક કિ હૈ..;) ‘હર શખ્સ યહા દેખતા હૈ દુસર કો, શક કિ નઝર સે’ :D એના જેવુ છે..બધાને સીસ્ટમ ઉપર બીલ ફાંડિ નાખવુ છે..ખૈર, હુ મારી બીટ ઠીક થી નીભાવી શકુ તો ઘણુ..

  બશીર બદ્ર સાહેબની યાદ કરી પુરુ કરુ..
  “..આસમા ઘીર ગયા પંરીદો સે, પેડ કોઈ હરા ગીરા હોંગા..!!”

  :)

 2. અમુક..ભિખારીઓ જેવાઓને અચાનક ક્યાંક થી રૂપિયા હાથમાં આવી જાય અને બીજા જ દિવસથી એ ઝુંપડાંમાંથી પાકા મકાનમાં રહેવા ચાલ્યા જાય અને પછી ગાડીમાં ફરતાં થઈ જાય અને ખોટું ખોટૂં અંગરેજી-ફાડવા માંડે…અને બીજા બધાંને ગરીબ કહેવા માંડે એવા કોઇ __પચાવી ન જાણતાં__ બબુચક , લુચ્ચા લોકો જેવી હાલત લાગે છે ભારતની…

  ..અચાનક આશા છોડી દિધેલી આઝાદિ મળી ગઈ એને હજુ આપણો દેશ _પચાવી_ નથી શક્યો. ;)

  કદાચ આવા કોઇ પૂર્વાભાસ ને ધ્યાનમાં લઈને જ અમુક લોકો કહેતાં હતાં કે… “..જો ભારત ને એમ જ આઝાદ કરી દેવાશે તો ..બધું ભ્રષ્ટાચાર અને અરાજકતા માં હોમાઈ જશે….”

Leave a Reply

Powered By Indic IME
%d bloggers like this: