Open Source v/s Tomato Sauce

0

..અને એક આ open source પણ કંઈ ઓછું નથી એક બાજુ…એના ઉદાર અભિગમની બડાઈઓ હાંકવી અને બીજી બાજુ એનાથી ઉલટું બધુંજ કરવું એક બાજુ linux ને લોકોપયોગી બનાવવાની વાતો કરવી અને બીજી બાજુ એક ubuntu ને બાદ કરતાં બિજું કંઈપણ ના કરવું… એકબાજુ piracy ને દેશવટો આપવાની અને total cost ને ઓછી રાખવાની વાતો અને બીજી બાજુ એ સારી વાતો ને અમલમાં મુકવા માટે શક્ય એટલા અવળચંડા રસ્તાઓ બનાવતાં રહેવાનું…

notepad++ – મારે આ મજાના પ્રોગ્રામને linux માટે compile કરવો છે અને બધાંને શેર કરવો છે, શુ કરવું ?

સિમ્પલ. એને windows માં લાગતાં વળગતાં tools/compilers વગેરે વડે compile કરી નાંખો.

બબુચકો, સાલાઓ. એટલી ખબર ના હોત તો…..notepad++ સુધી હું પહોચ્યો જ કેવી રીતે હોત !!!

ખૈર,..મેં એ કાર્ય શરૂ કર્યું..દુનિયાના બીજા છેડે બેઠેલા અમુક _માયાળુ_ માનવિઓ એ મને મારા આ ભગીરથ કાર્ય માટે પ્રોત્સાહન આપવાના બદલે , રોક્યો….હાં. કેમ ?, કેમકે..it uscks.. ;) , છતાંય..નિખિલ જેનું નામ… ;-) ,

microsoft visual C++ compiler, visual studio,notepad++ ની required libraries,icon sets,xml/conf. files અને માનવિય DNA માં રહેલાં બધાંજ એમિનો એસિડ વડે શક્ય બનતાં હોય એટ્લાં genetic-statements ની સંખ્યા બરાબરના tools/compilers/libraries અને આ libraries ની પાછી dependent libraries અને એમની પણ libraries… અને આ બધું પણ જ્યારે વ્યર્થ થયું ત્યારે 32/64 bits ને પણ તક આપી અને એનું એક દુષ્ચક્ર…

..છોડો એ બધી વાતો ભક્તજનો..શ્રી નિખિલેશ્વર ની એક વાત જાણો .. (એ એમને પોતાને developer forum ના ચોર્યાસીલાખ ફેરા પછી ખબર પડી છે ) , કે …અમુક પ્રોગ્રામ ક્યારેક – ક્યારેય બીજી કોઇ OS ને ધ્યાનમાં રાખીને બનાવાતાં જ નથી. અસ્તુ.

બસ, આટલી જ વાત પેલા ગધેડીનાઓ એ સૌથી પહેલાં ના લખવી જોઇએ ?! , પોતાના અંગત બાથરૂમના કાચ ઉપર લગાવીને રાખે એને open source ના અભિગમથી શું લાગે વળગે ?!!,

, ખૈર…જો મારે NetBeans માં C/C++ ને કોડ કરવું હોય તો ? પહેલાં એના માટેનો support ઉભો કરવો પડે , plugins વડે.

…કરી નાંખ્યો, પછી ?

..પછિ..C/c++ ના compiler ને પણ લાવવાં પડે.

..તમારી તો…. . ભલે, પણ તો પછિ હમણાં જ જે support ઉભો કર્યો એ શું હતો ?!

ખૈર, તમે કોઇ એક વાત ચકાસવા માંગો છો એટલે..linux માં આવતાં compilers ના બદલે , cygwin/mingw ને વાપરવા ઇચ્છો છો , એટલે તમે એ ને લાવો છો..અને…ફરી પાછું એને કંઈક ખુટે..તમે એ આપો એટલે ફરી કંઈક ના ગમે , તમે એને સુધારો ત્યાં પાછું ફરી… (develper forums માં વાતવાતમાં લોકો ગાળો લખે છે એનું કારણ સમજાય છે હવે ? ;) )

…એમાં’ય netbeans નો response-ratio , આર્કટિક મહાસાગરની બ્લ્યુ-વ્હેલ જેવો હોય અને એના વિશે દાવાઓ તો એવા કરાય જાણે કે netbeansની ઝડપ African black mamba કરતાંય વધારે હોય…. ;D

…અને તમે છેવટે ફરી પાછા…vim માં આવી જાવ છો…એક તુ હી હે જો મેરા સાથ નહિ છોડતાં. “..કૈસે કહ દું કે તું મુજસે જુદા હૈ…” :)

..પછી..? પછી તમે ક્યારેક Arch Linux અથવા Gentoo અથવા BSD ચલાવવા જાવ..અને… આ શું છે ?, સાલું..એક OS installation માં મોટાભ્ગાની ફાઈલસ તમારે online લેવી પડે..!!!!, તો પછી શું કામ distro C/DVD બહાર પાડો છો, સિધું net install version જ મુકોને.

..ખૈર, જો તમે એને offline install કરવા ઇચ્છો તો ?, તો એક બીજા દુષ્ચક્ર ના તમે ભોગ બની જાઓ. ;)
…પણ, તમે’ય એમ ગાંજ્યા જાવ એમ નથી…તમે એ બધું એક જ વાર download કરો છો અને પછી એને cache માંથી ભેગું કરી લો છો..પછી…એ આખી પ્રકિર્યાને અંદર બહારથી નીચોવીને સમજીને..એના જેવોજ scenario ઉભો કરો છો..અને બધુંજ offline install કરો છો… અને એવી જ રીતે તમે કોઇ એક package થી લઈને આખી system update કરો છો વારે વારે….. એમને’ય..open sourceને’ય ખબર પડે કે કોણ છે નિખિલ શુક્લ. ;D ;D

complexity નો ઈજારો લઈને બેઠું છે ઓપન સોર્સ ?! અમને’ય બધું આવડે છે. ;)

..બધું online..સાલુ બધું જ …..ભારતમાં હજુ કંઈ દરેક ખુણો કંઈ 3G coverage માં નથી આવતો…અને એવામાં આટલી બધી bandwidth અને સમય કોણ આપશે ? , એના માટે કોઇ જોગવાઈ નથી GNU licence માં.

સાલું, વાત વાતમાં SVN,reositories,nightly build,sub version…અને sub-sub-sub-version…અરે પણ મારે જ્યારે એકદમ..એકદમ…એકદમ લેટેસ્ટ કોડ જોઇતો હશે ત્યારે હું મારી મેળે લઈ લઈશ અને કોઇપણ લઈ લેશે..એમાં આટલો દુરાગ્રહ શા માટે ? જે કોડ મેં લખ્યો છે, જેની દરેક બાબત મને ખબર છે, એમાં મેં બધું જોયુંજ હોય અને મને ખબર જ હોય કે કયા updates થી શું ફરક પડશે અને મેં મારે જોઇતાં version, updates ને સાથે રાખ્યાં જ હોય તો..તમે લોકો કોણ છો મને ફરજ પાડનારા ?,

“તમારે આમ કરવું હોય…કે તેમ કરવું હોય કે પેલી અને ફલાણી functionality જોઇતિ હોય એના માટે …. ”

..અરે પણ મારે કોઇ નવા ફિચર્સ નથી જોઈતા મારે તો enterprise grade ની infinite tier એવી એક application બનાવવી છે જે માત્ર Hello , World ! , print કર્યા કરે. અને એનાથી organization, deployment ના બિજા જ દિવસે fortune 500 માં લિસ્ટેડ થઈ જાય. બોલો. હવે ?, hello world પ્રિન્ટ કરવા કયા updates વગર મારે નહિ ચાલે. don’t teach the programmers. ;)

..એક બાજુ open source માં localization ના નામપર લાખો માનવ-કલાકો અને computer-કલાકો પણ વાપરવામાં આવે છે. મોટી કંપનીઓ એમાં જરૂરી ફંડ પણ આપે અને community ની પણ મદદ લેવાય અને છતાંય હજુ, કંઈક સંતોષકારક ચિત્ર બાકી જ છે. કારણ.. ? , આ ઉપરની બધી અને કહેવાની બાકી છે એવી બધીજ મગજમારિઓ.

હું આ OpenSource વિચારધારાનો બહુ જુનો સમર્થક છું અને મને બસ મનથી ગમે છે આ વિભાવના. જ્યાં તમે લાલચુ બનીને ઈજારો ન સ્થાપો અને ઘર બાળીને તિરથ પણ ન કરો. તમે અને સમષ્ટિ જાણે એકરૂપ થઈને કામ કરો. દુનિયા-સમય-અંતર બધું અર્થહિન થઈ જાય જ્યારે તમે કોઇ આવા પ્રોજેક્ટ માં જોડાયેલા હોવ. તમે એ કામ કરો જે કામ તમને ગમે છે. અને કોઇ corporate house ની જેમ લોકો ક્યારેય નક્કી નહિ કરે કે તમારી મર્યાદા શું છે?, આજે તમે kernel module ને કોડ કરો અને આવતી કાલે કોઇ graphic engine માં કંઈક યોગદાન આપો. ક્યારેક તમે DBA નો રોલ અદા કરો અને ક્યારેક implementation expert નો ભાગ પણ ભજવી જાણો. “અહિંથી જવાય રણ તરફ..અહિંથી નદી તરફ…”. માત્ર પ્રોજેક્ટ જ નહી તમારું યોગદાન પણ મહત્વનું છે. તમારો મનગમતો પ્રોજેક્ટ ન ચાલ્યો તો પણ…તમે તો તમારું સર્વોચ્ચ પ્રદાન કર્યું છે, જેના વડે તમે ફરી કોઇ નવા પ્રોજેક્ટ્ને જીવન આપી શકશો. અને હારેલા-મરેલા પ્રોજેક્ટ ની ઉપર પણ hatsoff ની કિકિયારીઓ થાય.
કોઇ કોઇને કહેતું નથી કે better luck next time કેમકે…it’s already in header files ;), રાતોના ઉજાગરા,હોલવાઈ ગયેલી સિગરેટ્સ અને ખાલી કોફીના ગ્લાસ અને IRC ની એ જુગલબંધી,તમને કોઇ અદભુત વિચાર આવ્યો છે ?, એને જણાવો community માં અને દુનિયાના ખુણેખુણેથી લોકો – અજાણ્યા લોકો નો એક નામ-વિહિન કાફલો તમારી સાથે હશે…તમારી જેમ જ એમને પણ બીજી જવાબદારીઓ તો છે જ અને છતાંય તમારી જેમ જ….
, અને બદલામાં કોનિ શું અપેક્ષા છે ?, કંઈ જ નહી. બસ એક જ વાત/શરત. upload it !!, એને જાહેર કરો તમારી-આપણી ભુલો અને ઉપલબ્ધિઓને પણ કે જેથી બીજુ કોઇ એને વધારે બહેતર બનાવે અને આપણાંથી પણ આગળ વધારે. તમે કોઇ ખોટું કામ કરો અને community તમને ફેંકી દેશે પછી ભલે ગમે એટલો ફાયદો કેમ નહોય , તમે કંઈ સારું કરો અને community તમને આવકારશે પછી ભલે દુનિયાનો વિરોધ કરવાનો થાય,don’t be noobs and there’s a plenty of geniuses ! – ની વિરોધિતા વચ્ચે જીવતો/આગળ વધતો/computer science નું હુકમનું પત્તું – એવો આ વિચાર-અભિગમ મને હંમેશા ગમ્યો છે, બલ્કે, જ્યારે હું આનાથી અજાણ હતો એ – કોલેજના સમયમાં પણ મારા નખરાં આને મળતાં આવતાં હતાં !!

…અને દોસ્ત , આજના ભારતમાં open source ના કોઇપણ તબક્કાના સમર્થક હોવું એટલે કે __દેશભક્ત__ હોવું. એની વાત ફરી ક્યારેક. કેટલો સર્વોચ્ચ અભિગમ. આ જુઓ ને હું શું લખવા બેઠો હતો અને શું લખવા માંડ્યો… ;) ;)

..પણ..પણ પેલા ગધેડીનાઓને માફ કરવાનો જરા પણ મુડ નથી. એમના જેવા લોકોના કારણે જ open source ને સહન કરવું પડે છે અને આ વિચાર પોતાને મળવું જોઇએ એટલું મહત્વ નથી મેળવી શકતો.

ખૈર, open source ને સમર્પિત કરું આ લાઈનો..

“હમ સરે રાહ લિયે બૈઠે હૈ ઈક ચિનગારી , જીસકા જી ચાહે ચરાગોં કો જલા લે જાયે,
કિસિકો કુછ દે સકે યે ઔકાત તો કહાં લેકિન…હાં કોઇ ચાહે તો જીને કી અદા લે જાયે….”

Share.

About Author

મોડીરાત્રીઓ, ધુમાડો, કોફી, કોડિંગ, એક્સપ્લોઇટ્સ, ગઝલો, બાઇકિંગ, જંગલો, પથ્થરો, લોકો, પુસ્તકો, રખડપટ્ટી, લાઈફની મઝા છે. એની દરેક અનુકુળતાઓ અને વિષમતાઓમાં. અને એ બધું અંગત નોટના પાનાઓમાંથી અહીં સુધી ફેલાયું છે. આ લખાણો મારા છે અને એક જ ડ્રાફ્ટમાં લખાયેલા છે, તો કોઇ માહીતીદોષ દેખાય તો ધ્યાન દોરશો. __નિખિલ શુક્લ. ;) :)

Leave a Reply

Powered By Indic IME
%d bloggers like this: