ફકીર, જેને કોઇ ફિક્ર નથી એ

0

…તમે ફરતાં હોવ જીવનની સદનસીબીના કેફમાં, સમાજની સુખ શાંતિની ઉત્ક્રુષ્ટ વ્યાખાઓને તમે પરીપુર્ણ પણ કરી લિધી હોય – કરી બતાવી હોય. કોઇ ખુશનુમા લેખક કે કવીઓની આદર્શ વ્યક્તિ/કુટુંબ/જીવનની તમે કાર્બન-કોપી જેવું જીવતાં હોવ.પોતાની મનગમતી મોંઘેરી કારમાંથી ઉતરો અને કોઇ પંચતારક હોટલમાં એવી જ સેવાઓ મેળવવા જઈ રહ્યા હોવ અને…રસ્તામાં પગથિયાં આગળ કોઇ નાનું બાળક પોતાનાથી પણ નાના બીજા બાળકને તેડીને આજીજી કરે કે તમારી સાથે રહેલી પરમપદ્યમિનિ જેવી તમારી પ્રેમિકા/પત્નિ/મિત્ર ની આગળ આજીજી કરે કે જેથી તમારી એ મિત્ર/પ્રેમિકા/પત્નિ તમને મનાવે અને તમે એની ઉપર (પેલા બાળક્ ને )… મહેરબાનીયાં-એ-કાયેનાત ની જેમ એકાદ નાની ભેળપુરૂ કે અડધી ચ્હા અપાવી દો…. તમે મુશ્તાક થઈ જાવ તમારી એ ભિખારી કરતાં વધારે _સબળ_ છો એ વાતે..તમારી મહેરબાની ને મેળવવા માટે કોઇ તલસે છે – એ ભાવ તમને થોડાં ટટ્ટાર ઉભા રહેતામ કરી દે અને તમારી એ સંગિનિ તમને મનાવવા પ્રયત્ન કરે એમાં તમારો કદાચ પુરૂષ-સહજ અભિમાન પણ સંતોષાય…અને “..પછી તો મનને એ ગ્મગિનિ ખુબ ગમે…” ની જેમ પેલા બાળકની લાચારી પણ રોમેન્ટિક લાગવા માંડે….અને/પણ ત્યાંજ…..તમને અચાનક..તમારી જ જીવનની કોઇ ક્ષણે ( જે કદાચ વર્ષો લાંબી હોય ) પોતાનું ભિખારીપણૂં યાદ આવી જાય તો ..? , કે પછી સાવ નાની રમત-રમતમાં પગથિયાં પરથી લપસીને માથામાં વાગીને તમારું નાનું બાળક ક્યારેક મરી ગયું હતું એ યાદ આવી જાય તો… ? કે પછી…તમે પોતાના ઘેર પોતાના નાના બાળક્ને કોઇ આયા કે પડોશીને ત્યાં મુકીને ફરવા અવ્યા હોવ અને પેલા બાળ-ભિખારીની આજીજી માં તમારા બાળકની પાણિ પિવાની ઇચ્છા દેખાઈ જાય તો….. ??
તમને ક્યાંય કંઈ લાગતું વળગતું ન હોય છતાં…રસ્તાની પેલે પાર કે સમાચારમાં દુનિયાના બીજા છેડે કોઇ વાત જાણીને મન અચાનક અવાચક થઈ જાય..ભુખ અચાનક અટકી જાય.. ત્યારે… ?

“दर्द-ए-दिल भि गम-ए-दोरां के बराबर से उठा
आग सहेरा में लगी और धुंआ घर से उठा,”

..અને કદાચ તમે એને પણ એક ક્ષણ ગણિને , લાગણીઓ દબાવી રાખીને એ ક્ષણોને પસાર થઈ જવા દો..અને પેલી સુખ ઉત્કૃષ્ટ વ્યાખાઓમાં ફરીથી ઠરીઠામ થઈ જવા પ્રયત્ન કરો અને સફળ પણ થઈ જાઓ…પણ એવું દરવખતે કરી શકો છો ?, મેં પણ એક્વાર દશમાં-બારમાં ધોરણની _બોર્ડ ની પરિક્ષાની તૈયારી_ નો તબક્કો પસાર કર્યો છે, જીવનના પહેલાં વહેલાં ઉજાગરા પણ ત્યારેજ કર્યાં છે, વાંચવાના કલાકો નક્કી કરીને કોઇ કમાન્ડો મિશનની જેમ પ્લાનિંગ કર્યું છે..અને પરિક્ષાના દિવસે જોયું…જે અત્યાર સુધી માત્ર ફિલ્મોમાં જોયું હતું…કોઇઆવે કોઇને લખાવવા કોઇ એકદમ “કડક સર” હોય બધાંને ધમકાવતાં ફરે કાપલિઓ માટે બધાંને ધમકાવી નાંખે અને…પછી કોઇ વિદ્યાર્થીના વગદાર અથવા પૈસાદાર વાલી ચાલુ પરિક્ષાએ ક્લાસમાં આવે પોતાના “દેવના દિધેલ” સંતાનને વહાલથી મળે..અને પેલાં કડક સાહેબો…સાવ કુરકુરિયાંની જેમ આ બ્ધું ચાલવા દે….પોતાનું નામ english માં લખી નશકનારા વહાલસોયાં સંતાનો ને ચોપડિઓ અને અપેક્ષિતો અને ગાઈડો આપે..લાગણિની સરવાણી ફૂટતી રહે..અને પેલા સાહેબો , પેલા વાલીઓના ગયાં પછી તરત જ ફરી “કડક” થઈ જાય….અને El-nilo, La-nino ના સામુદ્રિક પ્રવાહો જેમ યુરોપ સુધી પહોંચતા પોતાના વહેણમાં ફેરફાર લાવી દે એના કરતાંય ત્વરીતાથી એ કડક સાહેબો પેલા વહાલસોયા સંતાનોની બેંચ આગળ આવતાંજ ઢીલા થઈ જાય…અને, આવું બધું પાછું બારમાં ધોરણમાં પણ થયું…અને education system થી જે ભરોસો એ સમયએ ઉઠી ગયો એ આજ સુધી પાછો આવ્યો નથી. આનંદિઅબહેન પટેલ થી આજુબાજુના દરેક શિક્શક સાલા નકામા,કામચોર બિકણ હોય છે, લાલચું લુચ્ચા હોય છે..એવો એક ભાવ મગજ ઉપર હાવી ન થઈ જાય એનું કેટલું બધું ધ્યાન રાખવું પડે છે !

..અને છ્તાંય તમારે કોઇ ગેરસમજમાં દોરવાઈ જવાથી બચવાનું હોય છે. અને એવીજ રીતે જીવનની બીજી દરેક બાબતનું છે રડવું-હસવું,બોલવું-નબોલવું, માનવું-ન માનવું..પછી કાં તો માણસ એને જ દુનિયાનું સાચું સ્વરૂપ ગણિને પોતે પણ “વટલાઈ” જાય અથવા કોઇ બગાવાત વહોરી લે અને “હું કોઇની સાડાબારી રાખતો નથી..” નો ઠરાવ જાત આગળ જ પોતે જ મુકે અને પાસ પણ કરી દે..! ;)

..દરેક વખતે ક્યાંક ક્યારેક કોઇ ઉભું થઈ જાય છે. અને કાંતો મહેફિલ છોડીને આખા સમાજ થી કિટ્ટા કરી લે છે અથવા તો પોતાને સાવ જ અલગ કરી લે છે અથ્વા તો સુથી જોખમી ઉપાય અપનાવે છે – પોતાની વ્યાખાઓ પોતે બનાવી લેવાનો – અને એવા લોકો હોય છે “ફકીર….જેને કોઇ ફિક્ર નથી એ “. “..જે થવાનું હોય એ થાય હું મને સાચું લાગે એ કરીશ અને સાચું નહિ લાગે એ નહી કરું , જેને જેમ લાગવું એમ લાગે, એ એમની વાત છે….. ” – અને એ માણસ હસી શકે, ખુશ રહી શકે, લડી શકે..કોઇ મસ્તમૌલાની જેમ દરેક બાબતને મુલવે, સંબધો,પૈસા, મિલકત,કરિયર,પ્રતિશ્ઠા,સમાજ..બધુંજ. એવા માણસો એકલા પડે ત્યારે પોતેજ પોતાનેજ સંભળાવતામ હશે કદાચ…કે..

“किसि मौसम कि फकिरों जो जरूरत ना रही,
आग भी..अब्र भी…तुंफां भी सागर से उठा…..”

..લોકોનું શું હવે..? આપણે આપણને જે બરાબર લાગે એ કરવાનું – આવી એક સાદી સિધી સમજ કદાચ બધાંઝ ધર્મગ્રંથો નો અર્ક બની જાય. અને પછી કોઇ ખુશી , પ્રતિષ્ઠા કે એના approval ની કોઇ જરૂર જ ન પડે. પોતેજ પોતાના નિયમો બનાવવાના એની યથર્થતાની ચકાસણી કરવાની અને amendments પણ પોતેજ કરવાના !, કોઇ third-party નો અભિગમ નહી. કોઇની સાડાબારી નહિ અને કોઇ અપેક્શા નહિ. સુખ સહન કરવાનું અને દુખ ને માણવાનું અને બે’ય અંતિમો વચ્ચેના દરેક બિંદુએ પોતાની હાજરીને જાણે સ્થાપિત કરી રાખવાની. કોઇ એને ખુશી ના આપી શકે અને કોઇ એને દુખી ના કરી શકે…”…आग भी..अब्र भी…तुंफां भी सागर से उठा..” ….

..પણ એમ ઉભા થઈ જવું પણ ક્યાં શક્ય હોય છે ?, કોઇ આગ તપિશ જ ઘણીવાર તમને ભડકાવી શકે એમ હોય છે. કોઇ એક બનાવ /વ્યક્તિ/પ્રસંગ/મહેણું કે નાની અમથી વાત…અને દુનિયા/સમાજ/સારાસારની બધીજ વાતો ને તમે નવીજ રીતે મુલવવા માંડો…

અને એના માટે પણ તકો/ઉપલબ્ધિઓ હાજરાહ્જુર છે જ..કોઇ એશો આરામ માટે મહેનત કરતો હોય અને કોઇને ગુજરાન ચલાવવાનું હોય છે કોઇને ઘર ના હપ્તા ચુકવવાના હોય છે અને કોઇ એટલા માટે ઓવરટાઈમ કરે કેમકે સુખસાહ્યબી ને “પોસાતી” કરવાની હોય છે. કોઇને પુરૂષ-સમોવડી થઈ જવાની ખંજવાળ આવતી હોય અને કોઇ “ભણી લીધેલું” વસુલ કરવા કામ કર્તું હોય છે. કોઇ એટલે કાર્યનિશ્થ હોય છે કેમકે એક પ્રતિષ્ઠા બનાવવાની હોય છે કોઇને એને સાચવવાની હોય છે કોઇ એટલા માટે આદર્શોની પિપુડી વગાડે છે કેમકે..સારું લાગે છે તો કોઇ વળી અધુરા રહી ગયેલા અને પોતાના માટે બહુ મોટા સાબિત થયેલા સ્વપ્નાઓ નું દુખ સહન કરવા યૌગ્ય કરવાનું હોય છે..અને કોઇ બસ એમ જ કામ કરે અને કોઇ બસ એમ જ આદર્શો પુરા કર્યા કરે….

શું થાય ?, “..અહિં દરેકજણને જિજિવિષા પોતપોતાની…પોતાને ઝુરવા પર્યાપ્ત કારણ પોતપોતાના…” ની જેમ જ ક્યારેક આખું બ્રહ્માંડ ચાલતું હોય છે.

હવે જો એ એમ જ ઉપરની કોઇ વાતથી આવતું હોય તો ઠીક છે અને એ પાછી એક અલગ વાત છે..

પણ ક્યારેક માણસનું પોતાનું માણસપણું જાગી ઉઠે છે..ક્યાંક એની અંદરજ કોઇ વિરોધ શરૂ થઈ જાય છે…એક બળવો એનું મન/મગજ પોતેજ કરી દે છે…અને કોઇ જ અંગત સ્વાર્થ વગર એ બસ એમ જ નૈતિકતા કે પ્રામાણિકતા કે નિયમો કે આદર્શો ના નામ પર બ્યુગલ વગાડિ દે છે. અને ક્યારેક તો કોઇ નામ જ નથી હોતું અને હદ તો ત્યારે થાય કે જ્યારે કોઇ દેખિતું કારણ પણ ન હોય..!

જ્યારે વ્યક્તિ કોઇ બાબત માટે નહી પણ કોઇ અભિગમ માટે બળવો પોકારે છે ત્યારે એ સૌથી વધારે હિંસક થઈ જાય છે..એ વખતે જ એ કોઇપણ સમધાન થી ભોળવાતો નથી અને એ જ સમયએ એને ખરિદી લેવો કે કચડિ નાંખવો અશક્ય થઈ જાય છે.

“ताबिश-ए-हुश्न भी थी, आतिश-ए-दुनिया भि मगर,
शौला जिसने मुझे फुंका…मेरे अंदरसे उठा…..”

_Mustafa Zaidi

[સાતત્ય માં મહેફિલ-એ-ખાસ માંથી ]

Share.

About Author

મોડીરાત્રીઓ, ધુમાડો, કોફી, કોડિંગ, એક્સપ્લોઇટ્સ, ગઝલો, બાઇકિંગ, જંગલો, પથ્થરો, લોકો, પુસ્તકો, રખડપટ્ટી, લાઈફની મઝા છે. એની દરેક અનુકુળતાઓ અને વિષમતાઓમાં. અને એ બધું અંગત નોટના પાનાઓમાંથી અહીં સુધી ફેલાયું છે. આ લખાણો મારા છે અને એક જ ડ્રાફ્ટમાં લખાયેલા છે, તો કોઇ માહીતીદોષ દેખાય તો ધ્યાન દોરશો. __નિખિલ શુક્લ. ;) :)

Leave a Reply

Powered By Indic IME
%d bloggers like this: