જીવનનો ઉતાર

7

..જુઓ એમાં એવું છે કે…આમ તો આપણે બધાં સજ્જનતા કે માણસાઈ કે ભલમનસાઈ ના ગ્રાફ ઉપર ડાબી તરક વધારે છીએ કે જમણી તરફ , એ એક ચર્ચાનો વિષય છે. (અને ઉંઘ વેચી ને ઉજાગરા લેવાનો તો ખરો જ !) , પણ આ નાની અમથી જિંદગી ના અમુક વર્ષોમાં જે કંઈ અગડંબગડં વાતો શિખ્યો છું જીવનની,દુનિયાની,સારી ખરાબ…એ બધાંમાંથી એક વાત એ છે કે

“… In Given condition…આપેલ પરિસ્થિતિઓમાં જે સૌથી વધારે સાચું હોય એ કરવાનું ,અને એ વખતે _સાચું_ શબ્દ મહત્વનો છે, _સારું_ નહી. અને આ બે શબ્દો વચ્ચેનો ફરક હંમેશા જાળવી રાખવાનો ..”

..કેમકે ઘરમાંથી નિકળી ગયો હતો એટલે computer science માં master કરી શકવાનો પ્રયત્ન _અધુરો_ રાખવો પડ્યો…અને નિર્ણય કર્યો કે “ડિગ્રી નહી હું મારી લાયકાત સાબિત કરીશ…” , આજે આટલા વખતે મારે હવે ક્યારેય ખુલાસા નથી આપવા પડતા ન તો કોઇ પુછે છે કે , “મેં સ્નાતક પછી અનુસ્નાતક નો અભ્યાસક્રમ કેમ ન કર્યો , વારું …? ” ,

નાનપણમાં થોડિક અસ્થમાની અસર થઈ ગઈ હતી…અને મારે જવું હતું Nation Defence Academy માં, બસ મડી પડ્યો…મારી ઉંમર 2-3 મહિના વધારે થઈ ગઈ હતી NDA માં જોડાવવા માટે….પણ physical fitness test માં મને A+ grade મળ્યો હતો ;D

ઝગડા,મારામારી,ભઠ્ઠી જેવો મિજાજ, સધ્ધર કુટુંબ,પૈસાની છુટ,સારા ખરાબ બધાંજ લોકો સાથે ની સોબત…અને એક દિવસે મારા વાલીઓ,વડિલોએ ચુકાદો આપી દી્ધો હતો કે…

“..તું હવે anti-social થઈ જ ગયો છે, હવે લોકોનાં ઘરનાં તાળા તોડવાનું શીખી લો ભ’ઈ , એટલું જ બાકી રહ્યું છે….” …અને મેં કોલેજ શરું કરી…કોલેજમાં મારી હાજરી 99% હતી…!

એક વખત એવો પણ આવ્યો કે … “..પોતે બધું કરવાનું થશે ત્યારે બધી ખબર પડશે, ત્યારે બતાવજે આટલો મિજાજ…” , અને બીજી પણ એક વાત મનમાં , છાતી ઉપરના અલ્સર જેવી બળતરા કરતી હતી..અને , એવો મિજાજ અને પેલાં અલ્સર લઈને હું નિકળિ પડ્યો હતો…. ખિસામાં 150 રૂપિયા લઈને. અને…હું  મોહનદાસ ગાંધી નહોતો કે કહિ દઊં કે  “..કાગડા કુતરા ના મોતે મરીશ પણ…..” , પણ ,બકૌલ “અર્નેસ્ટો ચે ગુવેરા” (અલ્લાહ ઉન્હે જન્નત નસીબ કરે…) “I rather die standing than to live on my knees..” નો એક નાનો અમ્થો લલકાર મનમાં કોઇને સંભળાય નહી એમ કર્યો હતો. લલકાર પણ નહી….સાવ પાતળી પુંછળી વાળા , સાવ નાના કુરકુરિયા થોડીથોડી વારે કરતાં રહે એવાં અસ્પષ્ટ ઘુરકિયા… ;)

આજે 7-8 વર્ષો થઈ ગયાં…ના છોકરીઓના કોઇ ફંદા, ના તો હું દારૂડીયો થયો, ના ગુંડો થયો,ના શાહુકાર થયો, આમ જુઓ તો હું કંઇજ ના થયો..પણ હું નિખિલ શુક્લ નામના વ્યક્તિને , એ જેવો હતો એવો જાળવી શક્યો. ઘર છોડ્યું ત્યારે હું ચા પણ નહોતો પીતો.. આજે I do smoke. બસ એટલો ખરાબ થયો. અને એ સિવાય “..મુલ્લા ઓના મનમાં કયામત મુકતો ગયો…”, કોઇ add-on pack ની જેમ ;D

એકવાર ડાબા હાથનો અંગુડો ઈન્સાસ રાયફલ ને ઉમળકા ભેર reload કરવામાં છુંદાઈ ગયો હતો..અંદરની તરફ ચાર અને બહારની તરફ ત્રણ, કુલ સાત ટાંકા લેવા પડ્યાં હતાં… અમારા ટ્રેનર “રાઠોડ સર” (જે commando હતાં) , એ બિજા દિવસે સવારે પરેડ વખતે બોલ્યા “..અરે…તુ કહાં આ ગયા , વહાં બેઠ… તીન-ચાર દિન તો બેઠના પડેગા ભ’ઈ…” અને નિખિલ નામનું કુરકુરિયું અટકતાં અટકતાં બોલ્યું કે… “..નહિ..નહિ..કોઇ બાત નહિ સર, યે તો ચલતા હૈ…. .” નખત્રાણા ના એ training session માં સૌથી સારું perform કરનારા cadets માં એક નામ આ કુરકુરિયાનું પણ હતું. અને મને advance training માં જોડાવ્ની મંજુરી મળી ગઈ હતી. અને ત્યાં  base-camp માં ઇરાદાપુર્વક pofessinal soldier બનવા નિકળેલા cadets ને ડાબાં હાથના અંગુઠામાં ટાંકા લઈને ફરતો એક civilian હંફાવી રહ્યો હતો. ;D

સાલી એ જીવલેણ મજા, એ ઉભરો, એ હરામખોર ઉન્માદ superiority નો .. સાચે જ લા-બયાં છે. ;)

રખડતી,ભટક્તી,ફાટફાટ થતી,પગના બદલે મગજમાં ભમરો લઈને ફરતી આ જિંદગી અમુક અજાણ્યા ગાયકોના ગઝલના કાર્યક્રમો માં પણ પહોંચી હતી…મને બેસવા માટે મહેમાનોની અલાયદી જગ્યા (ખરેખર ?!) આપવામાં આવી હતી..અને દાહોદ-પંચમહાલ તરફના એક મુસલમાનોના ગઝલના કાર્યક્રમમાં એક ધારાસભ્ય પણ આવ્યાં હતાં…અને એમને વાત્વાતમાં ગાળો બોલવાની …અને એમના _નિચા_ વિચારો વડે સમજાયેલા _નિચા_ અલ્લાહની વાતો કરવાની ટેવ હતી..અને “ડો. ઝાકિર હુસેન” ના એ આશિક હતાં…. અને……પેલું કુરકુરિયું અચાનક ગાળો બોલીને સાવ સહજ રીતે વાત કરવાં માંડ્યું….અને પછી તો..એક ભયગ્રસ્ત ટોળુ અમારી વચ્ચેના સંવાદો સાંભળીને બહું અસ્વસ્થ થઈ ગયું..ખબર નહિ કેમ ..? ;D …પેલા ઝાકિર હુસેન અને શરિયત નામની શરારત અને ગૈરતમંદ-સુન્નિઓ અને “હમ ચિસ્તિયા વાલે હૈ.. ” ની અને અજમેર ના “મોયુદ્દિન ચિસ્તિયા” ની જાણી-જોઇને ફિરકી ઉડાવી દીધી અને એ માહોલમાં _પૃથ્વિરાજ ચૌહાણ_ ની પ્રશંશા કરવાની જે મજા આવી છે … ! , અને  એ વહેલી સવાર સુધી ચાલી, અને એનો નશો પેલી ગઝલો કરતાં વધારે હતો..અને જ્યારે એ કાફિરો ને એ ખબર પડી કે  “..ના નિખિલ નહી ,નિકિ’લ ભાઈ તો બ-રા-હ-મ-ણ હૈગેં …” ત્યારે એમની  અવાચક મુખમુદ્રા જોઇને આવેલી મજા તો લટકામાં. ;)

..અને પછી એકદિવસ ગુજરાત સરકારે “હેલમેટ” પહેરવાનો નિયમ બનાવી નાંખ્યો…. આસપાસની બીજી બધી વાતોની જેમ મેં એને પણ મુલવી…અને હું સંમત હતો કે આ નિયમ બરાબર છે. અને આમે’ય મારે ક્યાં કંઈ છે ?, હું તો પગપાળા સંઘનો પ્રવાસી છું. પણ એક દિવસે અચાનક પગ નિચેની ધરતી સરકી ગઈ…. છુટક નાનું મોટું કામ કરતો હું… ઉછીનું હેલમેટ અને ઉછીનું “હિરો હોન્ડા સ્પ્લેન્ડર” લઈને દિવસનાં છેલ્લે વધતાં 50-100 રુપિયાની રોજિરોટી માટે નિકળ્યો હતો. હેલમેટ અને બાઈક એક સજ્જનનું હતું.
(અને અહિં “સજ્જ્ન” શબ્દ એ કટાક્ષ _નથી_. એ એક ખરેખર સજ્જ્ન હતાં , અમદાવાદ-ગુરૂકુલ માં રહેતાં હતાં. અને હું એમના computer ના કામ માટે –“હાં,…આપણે એક છોકરો રાખ્યો છે” — હતો !.. )
ખૈર, નવરંગપુરા ની આસાપાસ એક પોલિસવાળાએ મને અટકાવ્યો…
“લાઈસન્સ…. ?”
“..નથી…”
“..કેમ..ઘે’ર રહિ ગ’યું છે…? કે કઢા’યું જ નથી..?”
“..ના , કઢાવ્યું જ નથી…બાઈક જ નથી લીધી તો…”
(વચ્ચે જ અટકાવીને ).”…પણ લાયસન્સ તો રાખવું પડે…100 રુપિય…”
(મેં પણ વચ્ચેથી અટકાવીને !) “..રિસિપ્ટ આપશો…? ..”
“.. એ..તો હોય જ ને..”

મેં એમને 100 રુપિયા આપ્યા , અને રિસિપ્ટ લીધી, અને આગળ મારે જવાના સરનામાં અંગે માહિતિ-રસ્તો પુછ્યો..જેનો એમણે શાલિનતાથી જવાબ આપ્યો. રોજ સાંજે-રાત્રે હું 20-25 રુપિયા માં મારું જમવાનું “પતાવતો” હતો…અને મેં મારાં પાંચ દિવસના જમવાના પૈસા દંડ પેટે આપી દીધાં…લડી શકાયું હતું..બબાલ કરી શકાઈ હોત….પણ…શા માટે ? જે નિયમ મને ખોટો નથી લાગતો..એ જ નિયમ હું તોડું અને પછી એમાંથી જ બચવા માટે હું મારી જ જાત આગળ સાવ હલકો સાબિત થઈ જાઊં એના માટે ??

કોઇ “નોબલ-પારિતોષીક” ની જેમ આજે પણ એ “રિસિપ્ટ” સાચવી રાખી છે. , “આદમિ કો અપની ઔકાત કભી નહી ભુલની ચાહિયે… ;D” કુરકુરિયાઓના પાછા વટ બહુ હોય !

હાં, દોસ્ત…એવો પણ એક “વર્ગ-સમય-સ્તર” હોય છે..જ્યારે AMTS ની બસોનાં ભાડાં પણ મોંઘા લાગવા માંડે છે. સો-પૈસા બરાબર એક રુપિયો નું જિવલેણ ગણિત સમજાઈ જાય છે. અને નોકરીના સ્થળ ઉપર જવા માટે તમે… ઇસવીસન 2004-2005 ના સમયમાં પણ છ-સાત કિલોમિટર ચાલીને જતા હોવ છો..! અને અફસોસ કે….. આવી પરિસ્થીતીને “ગરિબી રેખાની” ઉપર કે નીચે કોઇ તરફ સમાવેશ નથી કરવામાં આવતો.

હું freelancer થઈ ગયો..હતો..મારે થવું પડ્યું, કેમકે, એ એ એક જ રસ્તો હતો જેના વડે હું ઓછામાં ઓછાં પૈસા વડે મારું ગુજરાન ચલાવી શકું…..અને programming ની r&D ની જે મજા છે એતો…! મને સાવ અજાણ્યું એવું computer અનહદ ગમ્યું હતું..અને મારી એ વખતની અનુભવહિનતા ને ધ્યાનમાં રાખીએ તો થોડુંક જોખમી પણ હતું એવું freelancing પણ બેહદ ગમ્યું… રાત-દિવસ કામ કરો..રાત-દિવસ મજા કરો..રાત-દિવસ improve થવાનું….. ના થાક લાગે , ના કંટાળો આવે..ના તમે હારો..ના તમે જિતો…. હારવા-જીતવાનું પણ બે-માની થઈ જાય , અર્થહિન. બસ, કામ કરો…અને એને જ બોલવા દો, પોતાના કામ વડે જ ઇતિહાસ બનવા દો. ઇતિહાસ માનવ જગત માટેનો નહી…પોતાના પગમાં પડેલી અને ગળામાં છછુંદરની જેમ ફસાયેલી જિંદગી અને પરિસ્થિતિ ઓ માટે નો ઇતિહાસ.

… જ્યારે જમવા માટે ખીસામાં પૈસા નહોતા ત્યારે પણ હું હસ્યો છું , છાપાઓમાં આવતી “નાનકડી જોક” વાંચીને હસ્યો છું, ગળે ડુમો ભરાયો હોય અને હસ્યો છું, બુધ્ધિની વાતો કરી છે અને નાદાનીભરી હરકતો કરી છે. અને એ યાદ કરીને પણ હસ્યો છું. શરૂઆતની નૌકરી અચાનક છોડવી પડી ત્યારે પણ..રસ્તા ઉપર આવી પડેલા “હું” એ અટ્ટહાસ્ય કર્યું છે..અને “બિગ બઝાર” ની સામે “ફન રિપબ્લિક” ની સામે ઉભા રહીને એકલાં એકલાં પાણીપુરિ ખાધી છે.

AMTS માં દરરોજ આવતી અને આવતી-જતી માનુનિઓને જોયા કરી છે, કોઇ કોઇ સાથે વાત કરી છે…નવા લોકો મળ્યા છે , ઓળખાણ આગળ વધી છે..અને જ્યારે સંબધોનો આયામ “તમે” થી “તું” તરફ ગયો છે.. જ્યાં કોઇની સાથે કંઈક ઘરોબો કેળવાયો છે..ત્યાં અચાનકજ મારું સરનામું બદલાયું છે અને..મિઠી યાદગીરિઓ ની તકલીફ કેમ stockholm syndrome જેવી હોય છે ?!

_ઘર_ નામની વિભાવના મને પસંદ નથી કે ઘર નથી ગમતું એવું નથી, પણ…ઘર શું છે ? કુટુંબની વ્યાખ્યા કેમ કરવાની ?  એની અસરો ના વર્તુળ ને ક્યાં સુધી લંબાવવાનું ?

જંગલોમાં, પથ્થરોમાં ભટકું છું , અને આખો દિવસ , રજાઓમાં, શનિ-રવીની રજાઓમાં, દિવાળી,ઘનતેરસ, ભાઈબીજ, ધુળેટીમાં… …ઓફિસમાં બેઠો છું અને કામ કર્યા કર્યું છે…નવા નવા ઈલકાબો અને હોદ્દાઓ, વખાણો,appreciations મળ્યા-મેળવ્યા છે. egoistic થી લઈને geek લઈને ધુની થી લઈને arrogant થી લઈને scientist સુધી hacker સુધીના ઉપનામો ભેગા કર્યાં છે.

પણ…ભટકતા એવા _મને_ પણ ઘરની એક કલ્પના છે. હવે એ ખાનાબદૌશીનો હેન્ગ-ઓવર હોય કે બીજુ કંઈ પણ એ મારા એ મનગમતા ઘરના લક્ષણો છેવટે કોઇ “ઓફિસ”  જેવા કેમ છે?!?!

..જંગલોમાં અને “લો-ગાર્ડનમાં”, ભીડમાં અને સુનકાર ભરેલી ખાલી જગ્યાઓમાં , એકલા અને કોઇ પોતાના જેવા આવારા જેવા માણસ જોડે, ભટકવાનું , વાંચવાનું, લખવાનું ,processor અને બાઈકના speedometer ને overclock કરવાનાં, coding,implementations,r&d કર્યા કરવાનું… મજા છે. અને મજા ક્યાં નથી હોતી ?

..આજકાલ મારા માટે છોકરિઓ જોવાની ખાસ તો મને બતાવવાની કવાયત,મુહિમ,ચળવળ,આંદોલન શરૂ થયેલાં છે..સમાજની બીજી અમુક લુચ્ચાઇઓથી રૂબરુ થાઊ છું અને રાબેતા મુજબ હું એનાથી સંમત થતો નથી અથવા કહો કે આડો-ફંટાઊ છું !,

લગ્ન માટેના પાત્રની મારી વ્યાખ્યા સાવ સાદીસીધી છે. છોકરી કોઇપણ હોય , એનું કુટુંબ ગમે તે હોય , પણ પેલી છોકરી નો સ્વભાવ , એનો પોતાનો અભિગમ જીવન પ્રત્યેનો સાદો હોવો જોઇએ. એ અમદાવાદ ની કોઇ કોલેજમાં ભણાવતી કોઇ શિક્ષિકા હોય કે ખેડા-જિલ્લામાં આવેઆ કોઇ નાના ગામડાની સાતમું-આઠમું પાસ થયેલી હોય…એક માણ્સ તરીકે , એક વ્યક્તિ તરીકે એ કેટલી સામાન્ય છે , અથવા એ શું છે? , એ જ મહત્વનું છે. પણ..ના..સમાજ , લોકો ના parameters કંઈક અલગ છે. ભણતર, સધ્ધરતાનું પ્રમાણ, એના દુર….દુ…..ર…..ના સગાઓના DNA રિપોર્ટ પણ જોવાના ?! , બંધાની માસિક આવકથી લઈને બેંકમાં પડેલી fixed deposit પણ જોવાની ?, એના ઘરની આસપાસના ફળિયા/સોસાયટિ/ફ્લેટ નું પણ વાસ્તુશાસ્ત્ર મુજબ પરિક્ષણ કરવાનું ?? તો…….છોકરી ક્યારે જોવાની ?!?!? ;D ;D

જિવનનાં બનાવો તમારું એક ઘડતર કરે છે..અને એ તમારો સ્વભાવ , પ્રકૃતી બને છે..અને એ સિવાય નાનો અમથો ભાગ સમજણ નો હોય છે. હું કોને અને કેટલી વાર સમજાવી શકીશ કે મારું જીવન….વેલ…

“…મારી સચોટ જાણકારી મુજબ ઉપર જણાવ્યા અનુસાર છે. અને એની ઉપર હું કાયમ છું અને કાયમ રહેવાનો ઈરાદો ઘરાવું છું. મને પ્રભાવશાળી અને સાદી અને મજબુત બાબતોનું સંયોજન ગમે છે. અને એની તમામે તમામ જવાબદારી સ્વીકારું છું. ….”

બાકી તો…સમ્રાટ અશોકે શું કર્યું કે ગૌતમ બુધ્ધે શું તીર માર્યાં કે ગાંધી ની ઇચ્છાશક્તિ કે ચંદ્રકાંત બક્ષી ની તપિશ કે “ચે ગુવેરા” નો વિદ્રોહ કે “સફારી અને નગેન્દ્ર વિજય ” ને એ બધાંનો સંઘર્ષ કે wings of fire ના રામેસ્વરમના નાના છોકરાની ઉડાન કે પછી લક્ષ્મીબાઈને કોણે કિધું હતું કે પીઠ પાછ્ળ છોકરું બાંધીને લડવા જાય..કોઇ વિસ્વાસુ બહેનપણીને સોંપી દીધું હોત તો ! , અને જખ મારે કિરણ બેદી….અને પાર્થ ઉર્ફે અર્જુન તો બાઘો હતો..બેવકુફ સાલો.  ઘણીબધી પત્નિઓ રાખવામાં કોઇ નૈતિકતા નહોતી જોખમાતી અને ખોટાને થપ્પડ મારવામાં એને વાંધો પડતો હતો…દ્રોપદીએ સાચું જ કહ્યું હતું , પેલા “સુભદ્રા” ના issue વખતે કે… “તું જે નગર માં જાય છે ત્યાં ત્યાં એક નવી પત્નિ બનાવી લે છે….” એક મારા લેકીન સોલિડ મારા ! ;D

…વાત એટલી જ કે તમે તમારી __આપેલ__ પરિસ્થિતોમાં શું કર્યું ?!

પણ..  એક મિનિટ…શું છે આ બધું ? કંઈ નહી ! , ઉતાર છે જિંદગીનો, સમાજનો, લોકો અને એમની હલકી માનસિકતાનો.
અને લોકો,કુટુંબ સાથેની દરવખતની પરંપરાને માન આપીને, કુળદેવી નું નામ લઈને, મહાદેવની સોગંદ લઈને …દરવખતની જેમ હું “આરોપી” છું.  ;D
(મારા બ્લોગ ઉપર હું મારા પોતાના વિશે કંઈક વાત તો કરી શકું કે નહી !)
NikhilShuklAtKadanaDam
हवा से जंग मे हु, बेइमान हु,
शिकस्ता कश्तिओ पे बादबान हु.

मै सूरज की तरह हु धूप ओढे,
और अपने आप पर खुद साइबान हु.

खुद अपनी चाल उलटी चलना चाहु,
मै अपने वास्ते खुद आसमान हु. —परवीन शाकिर.

 

Share.

About Author

મોડીરાત્રીઓ, ધુમાડો, કોફી, કોડિંગ, એક્સપ્લોઇટ્સ, ગઝલો, બાઇકિંગ, જંગલો, પથ્થરો, લોકો, પુસ્તકો, રખડપટ્ટી, લાઈફની મઝા છે. એની દરેક અનુકુળતાઓ અને વિષમતાઓમાં. અને એ બધું અંગત નોટના પાનાઓમાંથી અહીં સુધી ફેલાયું છે. આ લખાણો મારા છે અને એક જ ડ્રાફ્ટમાં લખાયેલા છે, તો કોઇ માહીતીદોષ દેખાય તો ધ્યાન દોરશો. __નિખિલ શુક્લ. ;) :)

7 Comments

 1. supperlike.! u do not have faintest of idea..trust me brother..with bit of moist eyes how much i empathies with this post..each sentence of it..u have traveled almost, i have initiated..the diff is of time frame..right now would say only that fragility of crystal is it’s fineness and not weakness ! wann nu add a lot..time laine aavish..right now going back toCode() for would not be able to say it even though i feel it..i had put up an FB cover on my time-line few months back..though very briefly but it sums up my way of thinking..nd u will be amazed how alike we think..will say a lot when will be back with time..today, tomorrow k be varas pachi, this post will hang in zahen for long right now, would rephrase..
  hum anjuman mai sab ki taraf dekhte rahe,
  ek dost toh hamari tarah se akela mile !
  ..ane ha ur one of the most amazing person..i have met on virtual world !

 2. જીવન નો ઉતાર, ઉપ્તતાર કે ફક્ત તાર !!
  જિંદગી તો નદી છે – ક્યારેક અલ્લડ, ક્યારેક નમણી, ક્યારેક ખૂંખાર ને ક્યારેક માયાળુ.
  નદી કે પટ પર અપને તો પત્તે કી તરહ ફૈલા દો ઔર બહે ચલો ઉસકે સાથ કભી ઇસ પથ કભી ઉસ પથ, લથપથ અગ્નિપથ.
  એક અલગ જ મોજ આવી વાંચતા, ધારદાર ચપ્પા વડે ચામડી ઉરાર્ડાઈ રહી હોય એવું ફીલીંગ થયું.

  જીવન ને ચેસ ની જેમ ગોઠવી ગોઠવી ને, નિર્ધારિત રીતે જીવતા લોકો ને જોઉં છું ને જે ચીડ ચડે છે…….આના કરતા તો ટ્રેઈન સામે સુઈ જવું સારું ;)

Leave a Reply

Powered By Indic IME
%d bloggers like this: