Gentoo..!

2

..ચાલ્યું…ચાલ્યું….Gentoo ચાલ્યું મારા નવા Sony Vaio ના નવા લેપટોપ માં gentoo ચાલ્યું… ;D

..સા..લ્લ્લ્લ્લ્લ્લું ,  છેલ્લાં છ મહિનાથી આવારા , ફકીર, ખાનાબદોશ ની જેમ..હું લિનક્સનું એક કોઇ એવું Distro શોઅધતો હતો જે મારા આ નવા લેપતોપ માં ચાલી શકે. મુળ્વાત એવી થઈ ગઈ કે…..અમો શ્રી એ એક નવું લેપટોપ ખરીદવાનું કર્યું હતું..અમને પાછું બધીજ વસ્તુઓ bold and beautiful હોય તો જ ગમે એટલે.. સરસ લાગે એવું…Sony vaio લીધું 4GB RAM ને 6GB માં ત્યાં ને ત્યાંજ upgrade કરાવ્યું….અને ખુશી ખુશી પાછા આવ્યાં..અને…એક હેરતઅંગેજ ઘટનાની શરૂઆત થઈ….જેની શંકા હતી પણ…આટલી બધી નહી…. હું મોટાભાગે fedora,centos,BSD મુળિયાં ધરાવતાં linux ચાલવતો હોઊં છું..અને એ બધાંજ ….install તો થાય પણ પછી booting વખતે….ઠપ્પ !, graphics properties/drivers , resolutions, flags… બધુંજ બદલી જોયું….પણ ના..એટલે ના !  ;(  , કોઇને ચાલવું જ નહોતું.. પછી BSD ને મોકો આપ્યો ..તો એ install થાય ..બુટ પણ થાય…પણ ઘડિક માં wifi ના ચાલે તો, ક્યારેક screen બંધ થઈ જાય..કહિર..મારી મચેડિને… GNOME નાંખ્યું…ચાલ્યું..પણ ફંદા તો એના એ જ… છેવટે… PCBSD પણ ના ચાલ્યું…પેલા ટપોરી જેવું easy BSD પણ ના ચાલ્યું…. છેવટે કંટાળિને….હું ubuntu ચલાવવા ગયો…..( મને કોઇ અંગત વાંધો નથી , ubunut ની સરળતાથી , પણ હું મોટાભગે એ નથી ચલાવતો…હાં કોઇ નવા વ્યક્તિને સલાહ જરૂર આપું છું અને , બેશક ubuntu એ sexiest distro તો છે જ લિનક્સ ની દુનિયામાં ) , ડુબતાં ને તરણાં નો સહારો ;)

છેવટે , ઉસને ભી મેરા સાથ છોડ દિયા..સાલું…બુટ કર્યા પછી તો…..screen ઉપર એવું ફફડે…એવું ફફડે કે….જાણે હેલિકોપ્ટર થઈ ગયું હોય… ;D ;D ;D

..અને આ બધાંજ ઉધામાં પાછા હાથે કરીને લીધાં હતાં, ઊંઘ વેચીને ઉજાગરા લેવાની પ્રકૃતિ ના એક જીવલેણ રોગગ્રસ્ત માણસની વાત છે..
“નૈના તુમ હી બુરે હો, તુમસા બુરા ના કોઇ,
આપ હિ દિલ કી પ્રિત લગાયે , આપ હિ બેઠા રોય…” !!

…ખૈર પછી ઘરથી બેઘર થયેલો મારો આત્મા ભટકતો રહ્યો…. Distrowatch . com નો પણ સહારો લેવા પ્રયત્ન કર્યો …., forums ને પણ ખંખેરી જોઇ..OpenSUSE એ પણ નકારી  નાંખ્યો , અંતરિક્ષમાં ભુલા પડેલા astronaut જેવો હું મારી બળતણ રહિત અને artificial intelligence મરી પરવારી હોય  એવી capsule લઈને હું અનંત તરફ તાકી રહ્યો..કોઇ પ્રકાશ નહી.., કોઇ આશા નહી…

“આંધી ચલી તો નક્સે કફેપાં નહી મિલા,  જો દિલસે મિલ ગયા વો દોબારા નહિ મિલા,
હમ અંજુમન મેં સબકી તરફ દેખતે રહે, અપની તરહ સે કોઇ અકેલા નહી મિલા ”

જો મેં ઐસા જાનતી પ્રિત કિયે દુખ હોય, નકર ઢંઢેરા પિટતી પ્રિત ન કરિયો કોઇ,
આવાજ હો તો કૌન સમજતા કિ દુર દુર,ખામૌશીઓ કા દર્દ શનાશા નહિ મિલા”

જો દિલસે મિલ ગયા વો દોબારા નહિ મિલા…..

 

…ખૈર , linux ની દુનિયાને છેવટે લેપટોપ ઉપર અલવિદા કહિ દેવાનું હતું…અને ….એક દિવસ ખોવાયેલો અવકાશયાત્રી હવાતિયાં મારતાં મારતાં Sabayon નામના અવકાશી -વલયો તરફ આવી ચડ્યો..જે એક Gentoo નામના ગ્રહની આસપાસ ઘુમતાં હતાં.એ વલયો માં અચાનક જ capsule ખેંચાવા લાગી…અવકાશયાત્રી capsule ને reverse thrust આપવા પ્રયત્ન કરે છે..Gentoo ગ્રહ ના અસિમિત ગુરૂત્વાકર્ષણ બળ વડે વાતાવરણના ઉપલા layer માં જ Linux ની બધી આશાઓ સળગી જ્વાની હતી.. છેલ્લાં સ્વાસો માં  છેલ્લાં છેલ્લાં  status ટપકાવી લેવાનાં હતાં…સંદેશાઓ transmit કરી દેવાના હતાં , બીજા અવકાશયાત્રિઓ માટે ચેતવણી ના પાટિયાં ઠોકવાના હતાં, હવે…… Gentoo ગ્રહ ઉપર મુસાફરીનું  છેલ્લું. અને જિવલેણ..crash landing નક્કી હતું..જ.. …. લેપટોપ ને Windows નામના સ્વર્ગ અને નર્ક ના ભણકારા થવા લાગ્યાં… અને..અને….ઠપ્પ પડેલાં sensors તડતડ કરવાં લાગ્યાં…, ગ્રાફ ઉપર નીચે થવા માંડ્યા, બધાંજ indicator ની LED ચાલુ બંધ થવા માંડી.. નિશ્ચ્રેત પડેલું super computer આળસ મરડિને બેઠું થવા લાગ્યું, છેલ્લી વાર linux ના નામપર overclock થવાનું હતું.. …એન્જિનની ઘરઘરાટી વધવા લાગી, છેલ્લી વાર લેપટોપ ઉપર linux માટે HDD ના RPMs ના બધાં વિક્રમો તોડવાના હતાં…છેલ્લી જંગ હંમેશા ધુંઆધાર હોવી જોઇએ.   :cool:

પણ..જેમ જેમ Gentoo ગ્રહ વાતાવરણમાં ઉંચાઈ ઘટતી ગઈ…એમ એમ..એ વલયો નું વાતાવરણ મારા લેપટોપ ને અનુકુળ આવતું લાગ્યું કેમકે, dislplay screen ઉપરનાં status સાચાં હતાં… LED નો રઘવાટ નિયમિત થવા માંડ્યો હતો…એન્જિન ની ઘરઘરાટી એના સામાન્ય સ્તરે પહોંચવા લાગી…અને કોઇ બ્રહ્માંડીય ચમત્કારની જેમ ..અણી ના વખતે air-bags ખુલી ગઈ, guidance system activate થઈ ગઈ… એ દુશ્મન જેવા લાગતાં વાતાવરણ અને ગ્રહ ના ગુરૂત્વાકર્ષણ ની સામે એક જોરદાર ધડાકા સાથે એન્જિનને પોતાના વિજયની (Fedora) અને પોતાની સૌમ્યતાની (ununtu) ની કિલકારી (!) કરી નાંખી… ;)  , this is it..this it… ના radio signals વહેતાં મુકવામાં આવ્યાં, પેલાં ચેતવણીના પાટીયાં હટાવી લેવામાં આવ્યાં.. Not Applicable ના રિપોર્ટને ફાડી નાખવામાં આવ્યો… અને BSD સમકક્ષ ગર્વિતા લઈને અવખાશ યાત્રીએ તો…બે-ચાર પ્રદક્ષિણા કરી નાંખી આખા ગ્રહની..અને ગ્રહ પોતે ?!?! , વેલ…એણે નવા સાહસિકને આવકારવા માટે પોતાના વાતાવરણમાં કંઈકેટલાંય જાણ્યા-અજાણ્યાં features નું ઇન્દ્રધનુષ રચી દીધું.

..અને પછી તો.. ખૈર, Laptop નામના રાજાએ , Gentoo નામની Operating System ની રાણી સાથે .. સાધુ સંતોને દાન આપ્યું, ગરીબોને અન્ન આપ્યું…સામાજિક કાર્યો કર્યાં , facebook ઉપર status લખ્યાં અને બ્લોગ ઉપર પોસ્ટ લખી..ગઝલો સાંભળી અને……ખાધું પીધું ને રાજ કર્યું…  ;) ;)

Share.

About Author

મોડીરાત્રીઓ, ધુમાડો, કોફી, કોડિંગ, એક્સપ્લોઇટ્સ, ગઝલો, બાઇકિંગ, જંગલો, પથ્થરો, લોકો, પુસ્તકો, રખડપટ્ટી, લાઈફની મઝા છે. એની દરેક અનુકુળતાઓ અને વિષમતાઓમાં. અને એ બધું અંગત નોટના પાનાઓમાંથી અહીં સુધી ફેલાયું છે. આ લખાણો મારા છે અને એક જ ડ્રાફ્ટમાં લખાયેલા છે, તો કોઇ માહીતીદોષ દેખાય તો ધ્યાન દોરશો. __નિખિલ શુક્લ. ;) :)

2 Comments

  1. …hahahaha..i so bloody love the way u write it bhai..superb..(Y)..i dont know much about weather or not u should continue writing ur codes or what..but u should definitely write ur experience..expressions nd off course experiments.. ;)
    ..worth a read indeed..એક લાઈન બૌ ગમી મારુ સ્ટેટસ..મુકુ છુ હાલ જ..!!..and believe me bhai..give up ur self enforced exile..be back..write more..હુ તો વાંચીશ જ !! :D

  2. ..હાં પહેલાં બ્લોગ થ શરૂઆત કરું..પછી કોઇ જાણિતા સામાયિક માં…દિવસે કોડ કરવાનું રાત્રે લખવાનું..અને વચ્ચે વચ્ચે જંગલો માં ભટક્તાં રહેવાનું…. આવી દિનચર્યા તો એક સપનું છે…જોઇએ ક્યારે પુરૂ કરી શકીશ. આમિન. :)

Leave a Reply

Powered By Indic IME
%d bloggers like this: