સંગ હર શખ્શને હાથો મેં ઉઠા રખ્ખા હૈ

0

“સંગ હર શખ્શ ને હાથોં મેં ઉઠા રખ્ખા હૈ,
જબ સે તુને મુઝે દિવાના બના રખ્ખા હૈ,

પથ્થરો આજ મેરે સિર પર બરસતે  ક્યું હો,
મેંને તુમકો ભી કભી અપના ખુદા રખ્ખા હૈ,

આજ મેરિ દિદ કિ દુનિયા ભી તમાશાઈ હૈ,
તુને ક્યા મુઝકો મહોબ્બત મેં બના રખ્ખા હૈ,

પી જા અય્યામ કી તલખી કો ભી ’નાસિર’
દર્દ કો સહેને મેં ભી કુદરતને મઝા રખ્ખા હૈ”

_નસિર કાઝમિ – – અને એ પાછું સાંભળ્યું હોય “આબિદા પરવીન” ના કોઇ અજાણ્યા concert ના recording માંથી અને એ’ય રાત્રે બે-ત્રણ વાગ્યે , બારી અને બારણાં ખુલ્લાં રાખીને અને નજર આગળ screen ઉપર c++ માં હમણાં નવો નવો જ આવેલો અને સત્યતાની ખાતરી થયા વિનાનો હોય એવો કોઇ kernel 3.0 નો root escalation નો દાવો કરતો shellcode પથરાયેલો હોય અને ..immunity debugger માં એની memory leakage , foot printign અને core dump ,scroll થયા કરતા હોય… માણસ એકસાથે કેટલા અલગ અલગ “નશા” માં રહિ શકે ?! … બકૌલ બક્ષી …. “..અથવાડીયામાં એકાદ રાત પણ આવી મળે તો …જિંદગી થી કોઇ ગિલા શિકવા નથી… !!” … ખુશનસીબો નો શુમાર થશે ને એમાં મારું નામ હશે…. ”

….. આબિદાના મૌત ઉપર , જગજિત સિંહ જેવો જ આઘાત લાગશે…. પણ ત્યારે એનું ….” .. બુલ્લે નું સમજાવણ આઈયાં…..” સાંભળિને બહેલી જઈશું…. નાસ્તિકતા ને જાહોજહાલ કરી મુકે એવું.. “…ના મેં જોગી ના મેં જંગમ .ના મેં ચિલ્લા કમાયા હું….. ના તસબા ખડકયા હું…..  જો દમ કાફિર ..સો દમ કાફિર…. મુરશિદ એ’ય ફરમાયા હું….. રબને દી … સોહણી બાહુઉઉઉઉઉઉઉ …. સાનું પલ વિચ જા બખ્શ આયા હું……..” , “કોઇ કિનારે ચઢિયા હુંઉઉઉ..સહિસલામત પાર ગયા આહુઉઉઉઉઉઉઉ…જહે મુરશિદ દાં લડખડિયા હું……” 

..હજુય કાનમાં “સંગ હર શખ્શને હાથો મેં…..”” ;)

Share.

About Author

મોડીરાત્રીઓ, ધુમાડો, કોફી, કોડિંગ, એક્સપ્લોઇટ્સ, ગઝલો, બાઇકિંગ, જંગલો, પથ્થરો, લોકો, પુસ્તકો, રખડપટ્ટી, લાઈફની મઝા છે. એની દરેક અનુકુળતાઓ અને વિષમતાઓમાં. અને એ બધું અંગત નોટના પાનાઓમાંથી અહીં સુધી ફેલાયું છે. આ લખાણો મારા છે અને એક જ ડ્રાફ્ટમાં લખાયેલા છે, તો કોઇ માહીતીદોષ દેખાય તો ધ્યાન દોરશો. __નિખિલ શુક્લ. ;) :)

Leave a Reply

Powered By Indic IME
%d bloggers like this: