સંબંધો – Relations

0

નવું કંઈ નથી. એક સમયે GHL માં એક ટોપિકમાં આ મારા વિચારો હતાં. અમુક સમયથી આ બ્લોગ પણ update નહોતો થયો…તો માત્ર Copy-Paste કરું છું. ;)
——————————————————
..મામા, કાકા, બાપા, મમ્મી, મામી, માસી….કુટંબ-કબિલા……સંબંધો..સંબંધો..કેટલા બધાં અલગ અલગ વિશેષણો,

ઉપનામો, સંબોધનો, બધાંની અલગ અલગ મર્યાદાઓ, જવાબદારીઓ અને હકો !
નવાનવા સંબંધો બનતાં જાય છે , અને બીજા પહેલેથી હોય ચે. આપણે પોતે કેટલાં બધાં વ્યક્તિઓ માટે કાકા હોઇશું
અને કેટલાં બધાં વ્યક્તિઓ માટે ભત્રીજો !

માણસ ને માટે એ સાબિત કરવા માટે કે આશ્વાસન લેવા માટે કે –“હું એકલો નથી” — આવા-આટલાં બધાં સંબંધો એક સરસ કારણ, બહાનું, નિમિત છે.
..પણ તકલીફો તો અહીં પણ છે.ઘણાં સંબંધીઓ બહુ સારા મિત્ર બની શકે છે અને ઘણાં સગાંઓને ખોટું લગાડવાની
માનસિક બીમારી હોય છે. ઘણાંની પાસે બીજાને તરત અપ્રિય થઈ જવાની આવડત હોય છે.
જોકે, બધાં સગાંઓ છેવટે તો માણસ છે એટલે આવું બધું આવી જ જાય એ “સહજ” છે !

પણ, સંબંધો નો એક અનોખો ફાયદો છે કે દરેકે દરેક ગામ-શહેર પોતાનું લાગવા માંડે છે, અને જ કહેવાતું હશે –
“વદુધૈવ કુટુમ્બકમ” !!

જોકે, મને સગાંઓ કરતાં મિત્રોની સંસ્થા વધારે અનુકુળ આવે છે. સગાંઓ જો મિત્ર બનીને રહી શકે તો સંબંધો મહેકી
ઉઠે છે, નહીતો એ અ-કારણ વિખવાદો નું જન્મસ્થળ બની જાય છે. અને એટલે જ ઘણીઘણીવાર મને સગાંઓ ગમે છે,
પણ…એમની સાથેના સંબંધો નથી ગમતાં

અમુક સંબંધો ગુલાબ જેવા હોય છે, સુકાઈ ગયા પછી પણ ખુશ્બુ આપનારા અને અમુક સંબંધોમાંથી postmortem-
room જેવી વાસ આવતી હોય છે. જીવનનાં infinite dimension માંથી એક સંબંધો પણ છે.
બરાબર છે આ બધું.

સંબંધો ને ધર્મ ની આંખે જોવનું કોઇ કારણ નથી. સંબંધો ની પ્રાથમિક જરૂરિયાત “સમાજિક સલામતી” અને એ
સલામતી નો અહેસાસ છે. માણસને એકલાં જીવવાનું અઘરું ન લાગતું હોત અને એકલપંડે જીવવામાં કોઇ ખાસ અગવડ ના પડતી હોત તો સંબંધો નું અસ્તિત્વ જ ના હોત.

“હોમો ઈરેક્ટ્સ” આદિમાનવોના કોઇ ઝુંડ માં જ્યારે સૌથી પહેલાં સાથે રહેવાની શરૂઆત થઈ હશે ત્યારથી કદાચ
સંબંધોની શરૂઆત થઈ હશે. અને ત્યારથી અત્યાર સુધી સંબંધો ને કંઈ કેટલાય આયામોમાં જોવાતં હશે. નવાં નવાં
નામ-ઉપનામો અપાયા છે. પણ છેવટે તો દરેક વખતે એક જ બાબત કેન્દ્રસ્થાને રહી છે –સામાજિક સલામતી.

—–1—–
એક કરતાં બે જણાં વધારે સારાં છે અને give and take ની વિચારધારા-અભિગમ જ કાયમ રહ્યો છે. એ તો પછી
માણસ વધારે બુધ્ધિશાળી થતો ગયો, સમાજ નું ચોકઠુ-માળખું આકાર લેતું ગયું, જીવનની જરૂરીયાતો વધતી ગઈ એમ એમ માણસે એને નવી ભાષાના નવા શબ્દો અને નવી બુધ્ધિના નવા વિચારો આપ્યા. માયા, મમતા, મોહ, લાગણી, હુંફ, જવાબદારી, ફરજ, કર્તવ્ય…and so on !!

અને પછી એને-એ માન્યતાઓને મજબુત કે જડ કરવા માટે એમાં નૈતિકતા અને ચારિત્ર્ય વગેરેની બાબતો ઉમેરાઈ
અને કેટલાંક “દોઢ-ડહ્યાઓ” એ સંબંધો ને પણ ધર્મ માં ભેળવી દીધો. એ બધું સાચું હતું કે ખોટું એ વાત અલગ છે. પણ કેટલુંક સારું હતું અને કેટલુંક એમ નહોતું-નથી.

…અને હવે જરાક “તણખાં” !

માં-બાપ ને જો એ વાતની ખાતરી હોય કે એમનાં સંતાનો ઘડપણમાં પોતાની જવાબદારી નથી લેવાના તો …??
એ જ ખુશી , લગાવ થી ઉછેરશે પોતાનાં સંતાનોને સિવાય કે બાળપણમાં થોડું રમીલે પોતાનાં સંતાનો સાથે…?!

જરા, વિચારો કે કોઇ ૨૦-૨૧-૨૨ વર્ષનો છોકરો / રી એક દિવસે, નાહી-ધોઇને , અંતઃકરણ થી પવિત્ર થઈને, રાગ-દ્વેષ
રહિત થઈને, સાવ સામાન્ય અવાજમાં કહી દે કે….

“….તમે મને મોટો કર્યો/કરી કેમકે એમ કરવું તમને બરાબર-સાચું લાગ્યું, પણ, મને નથી લાગતું કે તમારે તમારા
ઘડપણમાં મારી એવી કોઇ ખાસ જરૂર પડે, ખાસ તો તમારી “નાણાંકીય” બાબતોમાં, અને માટે તમને મારી “આવક”
(income) માં થી કંઈપણ આપવું મને બરાબર નથી લાગતું, અને…..મારા ભાવિ સંતાનો પણ એમ કરવાને આઝાદ
છે…..” —– તો ?????, એ પછી માં-બાપ એક દિવસ પણ રાખશે એ સંતાનને પોતાના ઘરમાં, રાખી શકશે ?!?!
..ત્યારે નિસ્વાર્થ પ્રેમ, હુંફ…..ક્યાં જાય છે ?

જીવન આખું એકબીજાને નામ કરવાની વાતો કરનારા “પ્રેમાત્માઓ”, ભવો-ભવ અને સાત જનમ ના વાયદા કરનારા,
દંપતિઓ , divorce વખતે કેવા કેવાં આરોપો કરે છે ??, પુરૂષ ની નપુંસંકતા થી લઈને સ્ત્રીના બદચલન ચારિત્ર્ય
સુધી ?!!??!! સોળ સોમવાર, કડવા ચોથ….પેલા સુતરના દોરાઓ કરતાં પણ સહેલાઈથી બધું તુટી જાય છે.

——-2——

….વાતવાતમાં જેને ચુપ કરી દેતાં હતાં એ પત્નિ પર સહેલાઈથી આરોપ કરી દેવાય છે કે–“એનો પગ ઘરની બહાર
નીકળી ગયો હતો…”, અને જે પતિની આવક રૂ.૫૦૦૦ હોય એની પાસે ભરણપોષણ માટે ૬૦૦૦ ની માંગણીઓ પણ
થાય છે.

જેના માટે કંઈ કેટલાય દેવ પુજ્યા હતાં એ સંતાનો પોતાની મરજીથી ભણે કે લગ્ન કરે તો….જન્મતાંની સાથે જ મરી
કેમ ના ગયા ની બદદુઆઓ…..સામાજિક પ્રસંગો માં કેમ બધી જ જગ્યાએ કુથલી જ થતી રહે છે ?, કોઇના બેસણાં માં
લોકો એકબીજાના ઓળખીતાંઓના લગ્ન નક્કી કરી નાંખે છે , સ્મશાને થી હજુ હમણાં જ આવ્યા હોય અને તરત
જ…..”ના..ના..રોકાશે નહી, ઘેરે કોઇ નથી….”–પોતાના આત્મિયજન ના દુઃખમાં પણ આપણે સાથે નહી રહી
શકતાં…હાં દેખાડો કરવાની વાત અલગ છે….

….એ કદાચ માનવ-મનની ફળદ્રુપ પેદાશ છે કે, give and take ની વિચારધારાને આપણે લાગણી અને મમતા ની
ચાસણીમાં ડુબાડી દઈને એની કડવાશ ને છુપાવીએ છીએ. અને એ ચાસણીમાં જ આપણને મજા આવે છે. સારું છે,

છેવટે જન્મ લીધો છે તો દુઃખી થવું જ એવું કંઈ જરૂરી થોડું છે….દીલકો બહેલાને કો યે ખયાલ ભી અચ્છા હૈ….
અને છતાંય, માણસ એના સંબધોના કારણે જ કદાચ સુથી વધારે ઉંડા દુખો અનુભવતો હોય છે. સંબંધો, જીવન ટ્કાવી
રાખવાનું સૌથી મોટું પ્રેરકબળ બનતાં હોય છે અથવા તો જીવનનો અંત લાવવાનું સૌથી મજબુત નિમિત બનતાં…

સંબંધો માણસની કોઇ શ્રેષ્ઠ વિભાવના છે કે નહી, ખબર નથી. પણ માણસે એને એમ રહેવા દીધી નથી એતો છે જ.
જેમની સાથે લોહીના સંબંધો હોય એમની વચ્ચે પણ માણસ એકલવાયું અનુભવે એને સંબંધો નો કયો પ્રકાર ગણીશું ?
કેમ દરવખતે સૌથી નજીકના સગાંઓ જ સૌથી જોખમી હરીફ હોતાં હોય છે ?,
નિસ્વાર્થતા, અને લાગણીઓ જ જો સંબંધો હોય તો કેમ દરવખતે સાલું “મારું-તારું” આવી જાય છે ? “..પંખા હું
લાવ્યો હતો ને સ્ટિલના થાળી વાડકા તું ઉંચકી લાયો હતો/તી..”

સંબંધો જો ખરેખર કોઇ શ્રેષ્ઠ બાબત હોય તો કેમ એમાંથી “વળતર-બદલો-મતલબીપણાં” ની વરાળ નીકળતી રહે છે
?

—-3—–
તો..પછી ખરેખર લાગણીઓ ક્યાં જાય છે ?,
well…. પછી આવી તિરસ્કૃત થયેલી લાગણીઓ ધીમેધીમે ભેગી થતી જાય
છે…અને એ વખતે એનું બંધારણ બદલાઈને U-235 નું થઈ જાય છે…અને એમ critical mass તૈયાર થઈ જાય
એટલે…..નાનો અમથો બનાવ, આંખોના સહેજ અસામાન્ય ઈશારા, જરાક અસાહજિક વર્તન, સહેજ તરડાયેલો
અવાજ,૨-૪ શબ્દો…detonator નું કામ કરી નાંખે છે……અને માણસનો સૌથી મજબુત ગણાતો લાગણિનો કિલ્લો
પત્તાંના મહેલની જેમ…..

આપણે કદાચ સંબંધો ને જરાક વધારે જ કુદરતી-દૈવી ગણતાં હોઇએ છીએ અને એટલે રાખવા-ન રાખવા જેવી
અપેક્ષાઓ રાખતાં થઈ જઈએ છીએ. અને એટલે જ તકલીફો થાય છે. માણસ પ્રેમ કરે છે એમાં પણ, હંમેશ પોતાની
કોઇ કાળજી લેશે એવી એક છુપી ઇચ્છા હોય છે, માં-બાપ સંતાનોને હંમેશાં આંગ્નાંકિત થવાની સલાહ આપે છે કેમકે
પોતાના થી વિરુધ્ધ જવા દેવા નથી ઈચ્છતા, વારેઘડીએ પોતાના સંતાનોની હાજરીમાં “આજકાલ નાં
છોકરાઓ(છોકરીઓ) નું કંઈ….” – કેમ લવારો કરતાં રહે છે ?, લગ્ન કરતાં પહેલાં કેમ બંને બાજુના લોકો એકબીજાની સધ્ધરતાની બને એટલી તપાસ કરતાં હોય છે ?, જો મામા-કાકા-ફુઆ પૈસાદાર હોય અથવા foreign માં રહેતાં હોય તો કેમ એમની દરેક વાત ને માનવામાં આવે છે ??, સામાજિક પ્રસંગોમાં કેમ પૈસાદાર સગાંઓને વધારે “ભાવ” આપવામાં આવે છે ??, એવા વગદાર સંગાઓના સાલા, third-class જોક્સ ઉપર પણ આપણે બધાં કેવા પરાણે , હોઠ ખેંચી ને હસીએ છીએ ?, એમના અવિનયી-અસંસ્કારી છોકરાંઓનાં ગમેતેવાં તોફાનો ને કેમ ગણકારતાં નથી ?,
… …. … … . . …

આ બધું શું છે ? નિસ્વાર્થ પ્રેમ, માયા, મમતા, લાગણી, હુંફ, જવાબદારી, ફરજ, કર્તવ્ય !!, ખરેખર ?!?!
——4——-

આપણને કદાચ આપણાં જ “હલકાંપણાં” થી રૂબરુ થવાની બીક લાગે છે, કદાચ શરમ આવતી હશે.

અને એટલે, આંખ આડા કાન કરીએ છીએ. આપણી સંસ્કૃતિ કે માનસિકતામાં give and take ને આપણે પચાવી કે
ફીટ નથી કરી શકતાં, અને એટલે બીજા સુંવાળા-સુંવાળા શબ્દો વાપરીએ છીએ.

સંબંધઓની બીજી પણ એક લાક્ષણિકતા છે, એ આપણાં જન્મ થીપહેલાં શરૂ થાય છે અને મર્યા પછી પણ રહેતા હોય છે
!
સંબધો જીવતાં જ રહે છે પેઢી થી પેઢીઓ સુધી, સિમંત થી સાદડી સુધી, સહસ્ત્રાબદીઓ સુધી, ચહેરા અને નામથી
લઈને સુકાઈ ગયેલા લોહી સુધી, birth certificate થી DNA report સુધી, સુખ-દુખની ચરમસીમાઓ સુધી,
જીવતાં સુધી અને મરતાં સુધી અને……સંબધો જીવે છે માણસ એને માને ત્યાં સુધી !!

….અને આવી નિવારી ન શકાય એવી આ બાબતને આપણે આપણાં અંગત શબ્દો-વિચારોથી decorate કરી દેવાની
જેથી એની કાળી બાજુ આપણને દેખાય નહી. બાકી, તો…

“અહીં દરેક જણને જીજીવિષા પોતપોતાની,
પોતાને ઝુરવા પર્યાપ્ત કારણ પોતપોતાના….. “

Share.

About Author

મોડીરાત્રીઓ, ધુમાડો, કોફી, કોડિંગ, એક્સપ્લોઇટ્સ, ગઝલો, બાઇકિંગ, જંગલો, પથ્થરો, લોકો, પુસ્તકો, રખડપટ્ટી, લાઈફની મઝા છે. એની દરેક અનુકુળતાઓ અને વિષમતાઓમાં. અને એ બધું અંગત નોટના પાનાઓમાંથી અહીં સુધી ફેલાયું છે. આ લખાણો મારા છે અને એક જ ડ્રાફ્ટમાં લખાયેલા છે, તો કોઇ માહીતીદોષ દેખાય તો ધ્યાન દોરશો. __નિખિલ શુક્લ. ;) :)

Leave a Reply

Powered By Indic IME
%d bloggers like this: