Graphics Progm. & OpenGL Part–2

0

Graphics Progm. & OpenGL Part–2

…આમ તો અમુક દોસ્તો જોડે ઘણીવાતો-ચર્ચાઓ થતી હોય છે, ક્યારેક online, ક્યારેક offline, અને ઘણું જાણવા મળી જાય છે, બસ એમ જ. :)

આ OpenGL નું પણ એવું જ થયું. એમ જ અમુક સામાન્ય વાતોમાંથી આ પોસ્ટ નો પહેલો (Graphics Progm. & OpenGL Part–1) પહેલો ભાગ ભાગ લખાયો હતો અને હવે બીજો.

“થોડું પાણી ઘરમાંથી નીકળીને નદી થઈ જાય છે….” !!

પહેલા ભાગમાં અમુક વાતો-પ્રશ્નો રહી ગયાં હતાં, અમુક મારા ધ્યાનમાં જ નહોતાં, અને અમુક મેં જાણીજોઇને રહેવા દીધાં હતાં. પણ…પછી એ પ્રશ્નોની પણ ચર્ચા થઈ ગઈ તો…..હવે હું એ બીજા પ્રશ્નો ને _થોડાંક ગોઠવી_  ને અહિં મુકું છું.

અમારી વાતો કદાચ કોઇને કામ લાગે. :)

..પોસ્ટમા લ્ખ્યુ તેમ જો c અને c++ મા gu…i વાળી એપ્લીકેશ્ન્સ,graphics પણ બની શકેતો, પછી આ opengl કે sdl ની જરુર કેમ પડે છે, મારુ કેવાનુ એમ કે નવી લેન્ગવેજ કે પછી syntax શીખવાની જરુર જ શુ ?? does problem lies in pixel precision or what ?? why everyone prefers these technologies, ok platform indecency is a great adv, but then complex structures, new syntax and all, doesn’t it make them more messier ??

**..c,C++ માં Gui થઈ શકે એનો અર્થ એટલો (એવી રીતે) કે , આવા જ (OpenGL જેવા) framework નો ઉપયોગ કરીને.

મુળ્ભુત રીતે C,C++ માં તો graphics ને લાગતું વળગતું _લગભગ_ કંઈ નથી, સિવાય કે colorful fonts, and some curves, lines, polygons.. .. . પણ બીજી libraries , headers નો ઉપયોગ કરીને C,C++ માં આ બધું થઈ શકે છે.

એ સિવાય OpenGl, SDL ની જરૂર એટલા માટે પણ ખરી કેમકે, જો એકલા C,C++ વડે બધું કરવા જઈએ તો , એ દરેક અલગ OS,hardware… માટે અલગથી કરવું પડે !!! ઉપરથી દરેક વખતે એક્સરખું result પણ ના મળે, OpenGL જેવા framework વડે એક _સાતત્ય_ જાળવી શકય છે. માટે its worth to learn / implement :)

(openGL ને c-C++ ની STL (standard Template Library), અથવા અમુક બીજી Free Libraries સાથે સરખાવી શકાય, માત્ર સમજવા માટે. )**

..આ openGL ના IDE’s સાથે એના syntax પણ બદલાતા હશે ને ? ભાઈ, એને visual studio સાથે કઈ રીતે વાપરી શકાય ??

**
ના એમ નથી. OpenGL નું કોઇ IDE છે જ નહી. openGL તો માત્ર libraries (a set of pre-written classes, functions, routines only ). આપણે એને આપણને ગમતી-ફાવતી જે તે, computer language માં …”અટેચ” કરવું પડે છે.

બિલકુલ એવી રીતે જેવી રીતે , C,C++ માં header files (#include <stdio.h> , <math.h> …) , અથવા java માં જેમ પેકેજ લઈએ છીએ , import java.lang.*;

એ સિવાય syntax માત્ર જે તે language ની બદલાય IDE ની syntax તો હોતી જ નથી. માટે OpenGL ની syntax અંગે ચિંતા કરવા જેવું નથી.

એ પછી, OpenGL ને visual studio સાથે વાપરવાનો સવાલ પણ _બરાબર_ ગોઠવાયો નથી. :) , કેમકે, coding જે તે language માં થાય છે. માટે visual studio has nothing to do with this openGL syntax.

બલ્કે, vb.net, c++.net, c#.net ની સાથે OpenGL ને જોડવાનું છે. પછી એ જોડવાનું કામ visual stud. માં કરીએ કે પછી , commandline ઉપર , compiling કરતી વખતે કરીએ. બંને ચાલે.

છંતાં, આપણે જેમ visual studio માં library reference , અથવા, આપણા બનાવેલા “ક્લાસ” નો reference , add કરીએ છીએ એવી રીતે કરવાનું હોય છે. C,C++ માં એવી જ રીતે અમુક header files વાપરવાની હોય છે.

જેમકે #include <gl/gl.h> , અને પછી એમાં રહેલા functions ને call – use કરવાના હોય છે. જેમકે “PlaySound(“Sound_File.wav”, NULL, SND_ASYNC);” —
—————————————-
..તો , બીજું કંઈપણ ચિંતા કર્યા વગર માત્ર _બે_ કામ કરવાના રહે

(1)  OpenGL અને/અથવા જે જરૂરી હોય એ libraries/framework ને જે તે language  માં જોડવા કઈ રીતે તે જાણી લેવું …(adding references, OR including required header files, OR importing packages )

(2)..એ પછી એટલું જ યાદ રાખવાનું કે કયા function / class માં કયા function આપણને જોઇએ છે અથવા આપણને જરૂર છે. જેમકે , C , C++ માં abs(), fabs() , વગેરે function <math.h> માં હોય છે, અને <stdio.h> નામની header file માં , printf(); , scanf(); જેવા functions defined થયેલા છે.

——–ફરીવાર OpenGl ના એક version માં કરેલી મહેનત બગડશે નહી કેમકે, દરેક નવા version માં implementation કોઇ એવો ખાસ ફરક નથ ઈપડાતો, ફરક માત્ર એની ગુણવત્ત માં (વધે છે) પડે છે. એટલે કે એક વખત શીખેલી syntax નકામી નહી થઈ જાય. :) :) ——
**

આ GLUT શુ છે ??

**જો C,C++ માં માત્ર menus, toolbars, buttons વગેર બનાવવા હોય તો…OpenGL સુધી જવાની જરૂર નથી , એવા કામ GLUT, WxWidgets, વગેરે જેવા બીજા framework વડે થઈ જાય છે. પણ કેમકે, તમારે project , OpenGL માં છે, એટલે આ બીજા બધાં શબ્દો વડે ગુંચવણો ઉભીના થાય એટલે એનો ઉલ્લેખ ટાળ્યો છે.

(એક અલગ વાત DevCpp નામના C,C++ માટેના IDE માં, આ બધુંજ (બંને) છે , OpenGL પણ અને WxWidgets પણ !! , DevCpp ના install થવાની સાથે જ આ બીજાં framework પણ install થઈ જશે અને , C,c++ સાથે જોડાઈ પણ જશે ) :)**

——–

..અત્યારે આટ્લું જ છે. આશા રાખીએ કે ક્યારેક કોઇ search engine માં અથવા બીજી કોઇ રીતે કોઇ _Newcomer_ ને આ મારો અને દોસ્તોનો લવારો મળિ જાય અને એને એ કંઈક કામ લાગે. અમને બધાંને Info.Tech. માં ચાલવા માટે જે ખાડાઓ (કામની નકામી books, ખરાં ખોટાં codings, સાવ નજીવી પણ સાલી, હરામખોર time-consuming errors, ભળતા-સળતા concept પાછળ દોરવાઈ જવું, આખી રાત જાગીને સવારે એ જાણવું કે આ તો સાલું logic જ ખોટું હતું વગેરે…) માં પડીને ઉભા થવું પડ્યું હતું, અને જે _સમય, શક્તિ_ બગડ્યાં હતાં, એ અમારા જેવા બીજા કોઇને ના બગડે, અને બાકીની શક્તિઓ વડે એ અમારાથી (આ ચર્ચામાં ભાગ લેનારા) પણ આગળ નીકળે.  જો એવું થશે તો આ વાતો સાર્થક થશે.

બસ, technology ની દુનિયામાં બહું _વેવલાવેડા_ નહી કરવાના, કામ કરવાનું ! ;) ;) ;)

Share.

About Author

મોડીરાત્રીઓ, ધુમાડો, કોફી, કોડિંગ, એક્સપ્લોઇટ્સ, ગઝલો, બાઇકિંગ, જંગલો, પથ્થરો, લોકો, પુસ્તકો, રખડપટ્ટી, લાઈફની મઝા છે. એની દરેક અનુકુળતાઓ અને વિષમતાઓમાં. અને એ બધું અંગત નોટના પાનાઓમાંથી અહીં સુધી ફેલાયું છે. આ લખાણો મારા છે અને એક જ ડ્રાફ્ટમાં લખાયેલા છે, તો કોઇ માહીતીદોષ દેખાય તો ધ્યાન દોરશો. __નિખિલ શુક્લ. ;) :)

Leave a Reply

Powered By Indic IME
%d bloggers like this: