GHL બોલે તો…??!!

4

….આજે એ બાબત અંગે વાત કરવી છે..જેના વિશે મેં ભાગ્યે જ ક્યાંય કંઈ લખ્યું-કહ્યું છે. કોઇને અપવાદરૂપ સંજોગો માં જ એનું ઠેકાણું બતાવ્યું છે…અને આમંત્રણ તો માંડ ૨-૩ જણાને આપ્યું છે !!

…internet નો પરિચય લગભગ ૮ વર્ષ પહેલાં થયો અને ત્યારથી ચર્ચાઓ કરતો રહ્યો છું…દુનિયાભરના માણસો સાથે જેમના નામને બોલતાં પણ ન ફાવે એવા લોકો જોડે કલાકો ચર્ચાઓ કરી છે…પણ….પછી મોડે મોડે orkut આવ્યું…અને સાથે જ એક કોમ્યુ. થી ઓળખાણ થઈ….”ઝાકળ ભાઈ” નામના એક દોસ્તે એક કોમ્યુ. બનાવી હતી..“ગુજરાતી હાસ્ય લેખન” (GHL !!)અને મને આમંત્રણ આપ્યું…પછી લગભગ ૭-૮ દિવસ પછી મને મોડરેટર બનાવી નાંખ્યો !!!….અને………..પછીની વાતો કોઇ પુસ્તક તૈયાર થાય એટલી છે [;)] , પછી ક્યારેક..

પણ…હમણાં 9-7-2010 ના દિવસે એક દોસ્ત-સભ્ય –કુંજલ– ને ખબર નહી શું ચાનક ચઢી ;), કે એમણે તરત જ એક “ફતવો” બહાર પાડ્યો કે….”બધાં દોસ્તો અલગ અલગ સમયે આવે છે, online થાય છે..સાથે મળાતું નથી તો…આવતીકાલે કોઇ એક જ સમયે બધાં એ ભેગાં થવું….” અને…10-7-2010 ના દિવસે જ એટલે કે બીજા જ દિવસે
ટુંકી મુદતની નોટિસ છતાં….ઘણાં બધાં આવી ગયાં….. [:)]

..પણ…પછી થી મારા મનમાં એ પછીની આખી રાત અને અત્યાર સુધી GHL સાથેની ઓળખાણનો એક આખો સિલસિલો મગજમાં યાદ આવી ગયો….GHL માં મારી પહેલી પોસ્ટ થી અત્યાર સુધીની છેલ્લી પોસ્ટ સુધી.અને એક પછી એક નવાઈઓ ધ્યાનમાં આવ્તી ગઈ…!!

સાલું , ગુજરાતીમાં લખતાં વાર લાગે છે છતાંય કેટલું બધું લખી નાંખ્યું !!…બધાં અજાણ્યા હતાં ને તો’ય બધાંએ કેટલી અંગત વાતો કરી…અંગત વિચારો જાહેર કર્યાં….ક્યારેક અંગત બળાપો પણ કાઢ્યો હશે ;) !!!, ક્યારેક ચર્ચાઓ “ગરમ” પણ થઈ જતી…લગભગ બધીજ વાતો કરી છે….સચીન મહાન છે કે નહી થી લઈને પરણ્યા પછી સ્ત્રીઓએ જ કેમ સાસરે જવું ત્યાંસુધી…માં-બાપ ને સાચવા થી લઈને ભાગીને લગ્ન કરવા સુધી…ભારતીય પુરાણો
થી લઈને કાશ્મિર ની બબાલ સુધી…ગાંધી થી ગોડસે સુધી…ગીતા અને કુરાન અને બાઈબલની applicability સુધી…અને ક્યારેક ભગવાન ના અસ્તિત્વની સામે પણ પ્રશ્નો કર્યાં હતાં !!

હું સુધર્યો છું. નફ્ફટ હતો..બેફામ..આખાબોલો નહી પણ કડવાબોલો…GHL એ મને શબ્દો ઉપર કાબુ રાખતાં શિખવાડ્યું છે. ગુજરાતી લખવાની વર્ષો જુની ઇચ્છા પુરી કરી આપી છે. મુંઝવણોને એના બધાંજ પાસાં માં જોવાની રીત બતાવી છે. ગમે તેમ ભડકો થઈ જતાં પહેલાં વિરોધીઓની વાત ને પણ પુરી સાંભળવાની હિંમત આપી છે.
ચર્ચાઓ અને બકવાસ વચ્ચે નો ફરક વધારે સાફ કરી આપ્યો છે.

GHL એક વિરોધાભાસ નું નામ છે કદાચ..અહિંયા બધુંજ છે…અને ઘણું બધું સાવ “સામ સામેના ધ્રુવો” જેવું છે.અહિંયા એવા દોસ્તો મળ્યા છે જેમની સાથે ચર્ચાઓ કર્યાં પછી કેટલાય વખતે ખબર પડતી હતી કે અરે..અમે બંને એકબીજાની friend-list માં તો છીએ જ નહી !! GHL એક સાવ સામાન્ય કોમ્યુ. છે પણ એણે અસામાન્ય કહી શકાય
એટલા ગાઢ સંબધો આપ્યા છે.
આવો જ એક બીજો વિરોધાભાસ છે. GHL માંથી મને દોસ્તો મળ્યા છે…અને GHL ની “મોડરેટરશીપે” મને ઈનામમાં દુશ્મનો આપ્યા છે !!

ખરેખર, GHL એક વિરોધાભાસ છે..કોઇ over-lapping ફોટા જેવી….કોઇ mordern art જેવી…કોઇ વેરાઈને તુટિ ગયેલા કાચના ટુકડાઓ વડે કોઇ સરસ pattern તૈયાર થઈ જાય એવી…પાનખરમાં ખરી પડેલા પાનાઓ જ્યારે હવાના વહેણથી કોઇ સુંદર પણ આડકતરી- અવ્યવસ્થિત રીતે ઢગલો થઈ જાય એવી..!!

બીજી બાજુ…GHL માં હવે નવા નવા સંબોધનો વપરાતાં થયાં છે….ભાઈ..દીદી..ફોઈ..બેન..!!! , આવો કોઇ પડાવ-સમયGHL ની મુસાફરીમાં આવશે એવી ક્યારેય કલ્પના પણ નહોતી કરી !! … … .. ..

આવતીકાલે કદાચ મરી જઈશું અને ભુલાઈ જઈશું પણ બીજા બધાં હશે…જે ગુજરાતીમાં વાતો કરશે-લખશે..અને એમની પહેલાનાં સભ્યોએ જે લખ્યું છે એ જોશે – વાંચશે-મુંઝાશે-સમજશે-દલીલો-પ્રતિદલીલો-તર્ક-વિતર્ક માંથી કોઇ ઉકેલ મળી આવશે.
કદાચ કંઇ જ નહી થાય એમ પણ બને.

રોજે રોજ નવા સભ્યો આવે છે અને હું વિચારું છું કે હવે…”નવા મોડરેટરો” ક્યારે આવશે ??!!

..પણ શું – કેટલું લખું ?? શબ્દોની કોઇ તકલીફ નથી. તકલીફ GHL ના બંધારણની છે !! કેમકે….GHL એ કોઇ વ્યક્તિ વિશેષ ને લાગતી-વળગતી નથી…કોઇ એક મુદ્દા-બાબત ઉપર નથી…GHL સાવ, એકદમ ખુલ્લા માથાની છે. અને એવી વસ્તુઓને વ્યખ્યાયિત કરવા માટે કદાચ અઢળક શબ્દો જોઇશે.

ખૈર….એક ઉપાય છે મારી પાસે.

એક સમયે GHL માં અમે એક E-Magazine બહાર પાડવાનું નક્કી કર્યું હતું ..એનું નામ રાખ્યું હતું –સાતત્ય– એટલે કે Continuity !!, સળંગપણું. જો કે એ મેગેઝિન પોતે તો સળંગ ના રહી શક્યું..અને પછી ગણિને -૨- અંક બહાર પાડ્યાં. પછી એ નથી શક્યું જેના કારણો “બહુવચન” માં છે. પણ..સાતત્યના પહેલા અંકનો “તંત્રી લેખ” મેં લખ્યો હતો એમાં GHL વિશે વાત કરી હતી. જે કદાચ આજે પણ એટલીજ પ્રસ્તુત છે.

GHL એક સામાન્ય કોમ્યુ. છે. મને કોઇ જ અગમ્ય, ઉંડો, અઢળક લગાવ નથી..પણ જ્યાં સુધી એ છે ..ત્યાં સુધી એનું “હોવા પણું” છે. અને એની આનુષાંગિક બાબતો છે.

આવતીકાલે orkut બંધ થઈ જશે તો શું ?? કોઇ જ દુઃખ નહી થાય, કોઇ આનંદ પણ નહી.
હું બસ એમ જ જોઇ રહિશ..ત્રીજા પુરૂષ એકવચન માં રહીને. એકબીજાનું લખાણ-વાતો વિચારીશું યાદોમેં…ઉન બાતોં મેં… :)

Share.

About Author

મોડીરાત્રીઓ, ધુમાડો, કોફી, કોડિંગ, એક્સપ્લોઇટ્સ, ગઝલો, બાઇકિંગ, જંગલો, પથ્થરો, લોકો, પુસ્તકો, રખડપટ્ટી, લાઈફની મઝા છે. એની દરેક અનુકુળતાઓ અને વિષમતાઓમાં. અને એ બધું અંગત નોટના પાનાઓમાંથી અહીં સુધી ફેલાયું છે. આ લખાણો મારા છે અને એક જ ડ્રાફ્ટમાં લખાયેલા છે, તો કોઇ માહીતીદોષ દેખાય તો ધ્યાન દોરશો. __નિખિલ શુક્લ. ;) :)

4 Comments

  1. જૂની યાદોનો એક આખો ઇતિહાસ તમે ખુબ ટૂકમા સરસ રીતે લખી નાખ્યો… મજા આવી ગઇ.
    હમણા ત્રણ ચાર દિવસ પર જ ORKUT – GHL મા લટાર મારી હતી…વિવિધ અને અનોખી વિચાર ધરાવતા લોકો એક જ છ્ત્ર નીચે ભેગા હતા અને પછી અચાનક FB રૂપી વાવાઝોડાને કારણે કે પછી અત્યંત ઝડપથી બદલાતી ટેકનોલોજીની માયાજાળને કારણે એ બધુ ઇતિહાસ બની ગયુ…. પણ જે હોય તે, તે પણ એક મજાના દિવસો હતા… બદલાત પવનની દિશામા આપણે ભલે અલગ અલગ દિશાઓમા ખેચાયા પણ હજી ય એજ ઉમળકા સાથે આપણામાના સૌ કોઇ GHLને યાદ તો કરી જ લે છે… તે જ તો તેની વિશિષ્ટતા છે.

  2. uniqgirl10 on

    નિખીલ ભાઈ એકદમ સાચી વાત. હુ તો હજુ ય ક્યારેક ઓરકુટ ખોલી ને જી.એચ.એલ ની પોસ્ટ વાચુ છુ… એ ખુબ સરસ સમય હતો ઓર્કુટ નો… જ્યા આપણે કોઈ ના માટે નહી પણ આપણા માટે લખતા.. મને તો ખુબ આપ્યુ જી.એચ.એલ એ,,, ફોડ નહી પાડુ એ બાબતે પણ ઘણુ જ… સાચે આ વાચી ને જુની યાદો તાજી થઈ…

  3. nikhilshukl on

    હાં, Pain ભાઈ , આજે હવે લાગે છે કે, ખરેખર , _આટલાં વખત પછીનો_ માહૌલ પણ જોવો પડશે. અને કદાચ એની પણ એક મજા હશે… મજામાં હોવું એ GHL નો સ્વભાવ પણ રહ્યો છે. :)

Leave a Reply

Powered By Indic IME
%d bloggers like this: