કેમ અહીં લખું છું ??

12

…કેમ અહીં લખું છું – લખીશ ?, કોઇ જ “ખાસ” કારણ નથી.

પોતાને “જાહેર” માં અભિવ્યક્ત કરવાની ક્યારેય કોઇ ખોટ નથી પડી. હાં, અંગત જીવનમાં – મકાનમાં (પરિવાર – કુટુંબ) ઘણીવાર એનો દુકાળ પડ્યો છે, પણ પછી થી મને પણ “ત્યાં” અભિવ્યક્ત થવાનો કોઇ અભરખો નથી રહ્યો. જો કે, એ અલગ વાત છે અને અહીં અસ્થાને – beyond the scope છે.

હું “જાહેર” થતો રહ્યો છું, બહુ પહેલાંથી. સૌથી પહેલાં જ્યારે જાહેરમાં બોલવાનું થયું ત્યારે હું “બીજા ધોરણ” માં ભણતો હતો અને અચાનક ૧૦-૧૫ મિનિટ પહેલાં “આકસ્મિક” રીતે મારી ઉપર એ જવાબદારી આવી ગઈ અને મેં પેલાં “હરણ અને એના રૂપાળાં શિગંડા અને પાતળા પગ….” ની વાર્તા કહી હતી !!

…અને બસ છેક ત્યાંથી શરૂઆત થઈ ગઈ, કદાચ એટલે જ ક્યારેય મને stage fright નથી અનુભવાયો. પછી તો નિશાળ-કોલેજ માં ગમે તે સ્પર્ધા , નિબંધ-વકૃત્વ-સંગીત-વેશભુષા-એક પાત્રિય અભિનય-નાટક-પ્રશ્નોત્તરી …. …

પછી scout – NCC ના camp કરતા હતાં ત્યારે રાત્રે campfire માં બોલવાની-ગાવાની-કુદવાની-હસવાની એક અલગ જ વાત હતી, હવે એ દિવસો નથી એ યાદો, એ માસુમિયત, બેધ્યાનપણું, એ “ભાર હિનતા” નથી. હવે એવી ઉજાગરાની રાતો નથી, અને હવેના ઉજાગરામાં થાક પણ નથી લાગતો, આંખો લાલ નથી થતી.
ખૈર, વખત-વખત કી બાત હૈ પ્યારે, મેં લટકા યા તુ લટકા….. ;)

પછી કોલેજ and…..that’s a blast !!, મારી school-life માં હું ઘણી-ઘણીવાર વખણાયો છું, –હોંશિયાર, બુધ્ધિશાળી, ચપળતા વગેરે….પણ..પણ….બીજા પણ કેટલાંક ઈલકાબો મળ્યાં છે મને…–ઉધ્ધત, જોહુકમી વાળો, મોંફાટ, બેફામ, દોઢ-ડાહ્યો, મરચાંની ધુણી વગેરે… પણ / અને કોલેજ માં એ બધી જ માન્યતાઓ મારા વિશેની….ના ખોટી નથી પડી પણ “ઓછી” પડી ;) ;)

કોલેજમાં અત્યાર સુધીનું બધુંજ ગ્નાન(!), આવડત, વાંચેલું, સમજેલું, પચાવેલું એકદમ “વ્યવસ્થિત” રીતે ગોઠવાવા માંડ્યું હતું અને એ બધું જાહેર થાય એના માટેના સંજોગો પણ હતાં અને હવે હું “તૈયાર” પણ હતો.

કોલેજ માં માર-માર વાંચ્યું છે, લખ્યું છે, બેહિસાબ ભણ્યો છું, અને બેફામ “ભટક્યો” છું. text-books ને પુરી કરી નાંખી અને library માંથી માત્ર DHTML ની ચોપડીઓ સિવાય બધુંજ વાંચી-સમજી નાંખ્યું(આજે પણ એ ક્રમ ચાલુ જ છે).
જાતજાતની coding technics ને implement કરવાની શું મજા હતી યાર, ખાસ તો ત્યારે કે જ્યારે થોડુંક આવડતું હતું અને ઘણુંબધું ખબર નહોતું !, hardwiring, bit-byte, parallel processing, threading, clusters, virtualisation, kernel, UNIX – Linux case-studies, assembly routines, processors, instruction set, debugging,…….ઓહ, શું મજા હતી – છે. મને આ વસ્તુ- computer ગમી, અને એ પણ કલ્પના કરતાં વધારે ગમી.
અને છતાંય…mathematical exception, curve fitting, boolean algebra, interpolation .. .. ના ઘણાં lecture વખતે કોલેજની પાછળ ખુલ્લાં વગડામાં “ચણી બોર” ખાવાં જતા રહેતાં હતાં ;)

ઘણાં ઝગડાં, મારામારી-બોલાબોલી કરી છે, ખભા અથડાવ્યા છે, કોઇના મોઢા પર કચક્ચાવીને મારેલો મુક્કો, એની અંદર દબાતી ચામડી-ચહેરો, અને બોદો-નરમ-કઠણ ધક્કો……(કોઇને મારવાની પણ મજા પડે છે, નહી ?!?!) , ક્યારેક પોતાને પણ “પડતી” હતી, વાગતું હતું.
આજે એ યાદ આવે છે અને લોહી ગરમ થઈ જાય છે, એક રોમાંચ અનુભવાય છે. શું life હતી યાર !!

..પણ અગત્યની વાત એ કે કોલેજમાં હું “ભણ્યો” હતો, બધું જ limit-less હતું, ભણવાનું, ભટકવાનું, હસવાનું, ગુસ્સે થવાનું, અને…..”જાહેર” થવાનું.

અને કોલેજ માં “”દોસ્તો”” હતાં અને એમની વાત અહીં નહી કરું, વાર લાગશે, સમય જોઇશે.

..પણ, મુળ વાત એ કે મને express – expose થવાની કોઇ ખોટ નહોતી અને નવાનવા “મોરચા” ખુલતાં જતાં હતાં.

પણ કોલેજની શરૂઆતમાં એક દિવસ internet જોયું, જેના વિશે માત્ર સાંભળ્યું – વાંચ્યું હતું, અને યાદ આવ્યું કે “…આ તો દરિયો છે, ગ્નાન નો માહિતિનો….” વગેરે,અને પછી…વાંદરાને નિસરણી આપો તો શું કરે ?? મારે પણ એવું થયું કેમકે….મારી આસપાસમાં હવે માહિતિના , નવું જાણવાના, શિખવાના resources મને ઓછાં પડતાં હતાં. એટલે આ internet મને ગમ્યું. ઘણીબધી forums માં હું member થઈ ગયો, અલબત્ત, બધી એક જ પ્રકારની હતી…java,c-c++, linux kernel, networking વેગેરે…

..પછી એક દિવસ કોલેજ પુરી થઈ, અને વગેરે વગેરે વગેરે….એક દિવસ એમ જ અમસ્તાં ORKUT માં આવ્યો, કોઇ જ કારણ નહોતું માત્ર મારે જોવું હતું કે આ orkut છે શું. (હું કયારેય chat કરતો નથી, મને એ સમયનો બગાડ લાગે છે.) થોડુંક જોયું અને જોયું કે આ તો…..એ જ છે…”whts ur name ?” , “M or F ?”, –બકવાસ. પછી હું orkut પર ના ગયો, પણ એકવાર એક દોસ્ત જોડે વાત નીકળી અને મેં બીજી એક મુલાકાત લીધી, ત્યાં મને અમસ્તાં જ કોઇના signature-photo માં GNU / Linux નો logo (tux) દેખાયો..અને હું મારી જાત પર આવ્યો… ;)
મેં search કર્યું , -linux, unix, kernel, sockets…….અને યુરેકા…..યુરેકા……

…તો, forums સિવાય પણ એક નવું માધ્યમ આવ્યું, અભિવ્યક્તિ માટે. orkut. પણ..ફરી પાછૂં એક દિવસ કોઇની scrapbook માં મેં એક “નવાઈ” ની વસ્તુ જોઇ…“ગુજરાતી” !!!!!!!!!!!!!

..અને computer માં ગુજરાતીમાં નહી લખી શકવાની પેલી વર્ષો જુની ઇચ્છા ઉછાળા મારવા લાગી. થોડો ગુસ્સો પણ આવ્યો કે મેં આટલી બધી વાર કેમ કરી ગુજરાતી માટે ?, never mind….better late than never…. વગેરે…

અને એમ, હું “ગુજરાતી” માં લખતો થયો. અને એના માટે orkut friends નો આભાર માનવો રહ્યો. અને orkut…..એની વાત લાંબી ચાલશે , એટલે અત્યારે નથી કરતો.

….પણ, હવે તો તમને ખબર પડી જ ગઈ હશે કે આ wordpress માં હું અભિવ્યક્તિ માટે નથી આવ્યો, (blogspot ઉપર પણ લગભગ બે વર્ષથી બ્લોગ છે જ પણ એમાં અને અહીં પણ અત્યાર સુધી experiments જ કર્યાં છે.. ;-) ) , તો કેમ આવ્યો છું ??, મેં જાતે જ્યારે “પિષ્ટપિંજણ” કર્યું ત્યારે જે જવાબ આવ્યો એ કંઈક આવો છે.

—-
મેં છેલ્લાં ૮-૯ વર્ષમાં internet ઉપર ઘણું – ઘણું જ લખ્યું છે, forums, orkut માં જેને બચાવવાની કોઇ ઇચ્છા નથી અને કદાચ કોઇ અર્થ પણ નથી. પણ…પણ…..આ ગુજરાતી !!!, મારો એવો વિચાર છે કે મેં જે કંઈપણ ગુજરાતીમાં લખ્યું છે એ –જે અત્યારે સાવ -સાવ વેરણછેરણ, છુંટુંછવાયું છે- એને કોઇ “એક” જગ્યાએ ભેગું કરું. બસ.
—–

..એનાથી , એમ કરવાથી શું થશે ?, ખબર નથી.

કોણ વાંચશે ?, ખબર નથી, કોઈ વાંચશે કે નહી એ પણ ખબર નથી અને એની ફિકર પણ નથી. ગુજરાતીમાં લખવું -બોલવું મને ગમે છે, અને જો મારે જ નક્કી કરવાનું હોય તો હું બોલવા-લખવા માટે ગુજરાતી જ પસંદ કરું છું, હાં, વાંચવા માટે કે ગ્નાન માટે નહી. એ વખતે માત્ર બે જ ભાષાઓ મને યોગ્ય લાગે છે –સંસ્કૃત અને English.

શું લખીશ ?, જે મને ઠીક લાગે એ, મારા મગજનાં random thoughts.

ક્યારે લખીશ , કોઇ નિયમ ?, કોઇ નક્કર કારણો સિવાયના નિયમો મને પસંદ નથી પડતાં, અને અહીં લખવાનું કોઇ નક્કર કારણ નથી એટલે, જ્યારે ઇચ્છા થશે ત્યારે લખીશ.

…ok, then…..બહું લાંબો જ્વાબ થઈ ગયો. મળીશું ફરી, જો હું કંઈક લખીશ તો ,અને જો તમે મારા Random thoughts નો બકવાસ જોવા પાછા આવશો તો. ;)

Share.

About Author

મોડીરાત્રીઓ, ધુમાડો, કોફી, કોડિંગ, એક્સપ્લોઇટ્સ, ગઝલો, બાઇકિંગ, જંગલો, પથ્થરો, લોકો, પુસ્તકો, રખડપટ્ટી, લાઈફની મઝા છે. એની દરેક અનુકુળતાઓ અને વિષમતાઓમાં. અને એ બધું અંગત નોટના પાનાઓમાંથી અહીં સુધી ફેલાયું છે. આ લખાણો મારા છે અને એક જ ડ્રાફ્ટમાં લખાયેલા છે, તો કોઇ માહીતીદોષ દેખાય તો ધ્યાન દોરશો. __નિખિલ શુક્લ. ;) :)

12 Comments

 1. કરમન કી ગત ન્યારી ! એટલે તો જુવો ને અહિં પણ (તમારા કે મારા ) કમનસીબે હું જ પહેલો કોમેન્ટ ઠપકારવા વાળો છું પણ છેલ્લો નહી હોવ એની ગેરંટી…. નહી તો પૈસા પાછા – આપી દેજો એમ . ;)
  હવે મજાક મસ્તીની બાદબાકી અને શુભેચ્છાની રસમ નિભાવી લઉ? હવે યાર આપણે ગાળો બોલવાના સંબંધમાં આ શુભેચ્છા વગેરેમાં જામશે નહી એ રહેવા દો….એ તો હાર્ટ ટુ હાર્ટ દેવાઈ જશે… ને આપણને ખબર પણ નહી પડે!

 2. wah…bas have kaik saru saru amne pan madshe….

  aanij to rah jovati hati..blogs to ghana chhe pan je vanchva vare ghadie game eva ghanaj ochha chhe..ne have lagbhag ema tamara blog no shamavesh thashe..

  ne ha nikhil tame kharekhar khubaj umda lakho chho ne bhandar to tamari pase sachej ghano moto chhe…bas khobo khobo anhi amne dharta jav ame vanchta jashu…

 3. TAME KHOOB LAMBU J LAKHO EVA WISH CHHE…

  I AM RIGHT THAT I THINK U R NOT FROM BOOKS………U COME FROM REAL LIFE.

  MARA MATE NIKHIL ETLE ” AA DUNIYAMA KOI AJANYA NATHI,FAQK THODA MITRO CHHE JE HAJU SUDHI MALYA NATHI..

  HAVE A GOOD LIFE..

 4. Being a “tilted to science” fellow , તમારી પાસે થી શ્રેષ્ઠ scientific posts ની આશા રાખવી વધુ પડતુ નથી જ , એ મને પાક્કી ખબર છે..
  કવિતાઓ -સાહિત્ય નહિ વાંચુ (honestly) નજર પણ નહિ નાખુ..( એ આપડી ‘લેન’ નહિ ને , એટલે!!)..
  એ સિવાય ના વિષય-સંબંધે eagerly waiting !

  Bang on , Nikhilbhai!! :)

  • nikhilshukl on

   ….જરૂર થી, તમે આશા રાખી જ શકો છો. કેમકે, બીજૂં બધું તો મને’ય ક્યાં બહું માફક આવે છે !! :)
   અને orkut નહિતો અહીં ..પણ દેખાતાં રહેજો…

 5. Hitesh joshi on

  some writers are of that sort,that fatigue,and of that cult that even they don’t understand their potential,nihkil bhai you need to think really hard i think you can be better professional if u be writer,kadach evu pan hoy tamara words mane connect karta hoy pan hun tamari books kharidva paisa kharchish .

  • Nikhil Shukl on

   …..એ બ્લોગ માં “હવે” કંઈ રહ્યું નથી…મે કહ્યું’તુ એમ જ કે એમાં હું અખતરા કરતો હતો……scripts, code segments, વગેરે.

   પછી જ્યારે કંઈક વ્યવસ્થિત કરવાનું મન થયું ત્યારે મોટાભગનું delete કરી નાંખ્યું….હાં, ખુંએ-ખાંચરે કંઈક વધ્યું હોય તો વાત અલગ છે !!

   છતાં એ બ્લોગની લીંક આ રહી…..

   http://nikhilshukl.blogspot.com/

   ;)

  • Nikhil Shukl on

   જી આભાર, હમમિજાજ દોસ્તો હોય, એમની સાથે લખવા શેર કરવાની પણ એક મઝા છે. મંગળના ગ્રહ ઉપર પેલા સંતાબંતા મળી આવે એના જેવો જ ! ;) :)

Leave a Reply

Powered By Indic IME
%d bloggers like this: