વાંચવા જેવી ચર્ચાઓ !

ઇન્ટરનેટ એ હંમેશા મારા માટે દુનિયા, રસ્તાઓ, લોકો, પુસ્તકો અને લાઇબેરીનો એક વિકલ્પ રહ્યો છે. દુનિયા આખીના ભેજાગેપ કમ્પ્યુટર ગીક્સ થી લઈને વિદેશોમાં બેઠેલા ગુજરાતીઓ સુધી અને બાર્સેલોના-સ્પેન થી લઈને ઇટલીના વેનિસ સુધી, લોકો પોતપોતાના ગ્નાન અને વિચારોને વહેંચી રહ્યા છે, ચર્ચાઓ થઈ રહી છે. અને એમ જ મને ક્યાંક કોઇ જગ્યાએથી કંઈક એવું મળી જાય કે જેને આગળ વહેંચવું જોઇએ તો એવી વિગતોને અહીં રી-શેર અરવાનો વિચાર છે. અહીંના કોઇ લખાણો મારા નહી હોય, સિવાય કે કોઇ ચર્ચાઓના અંશો મુક્યા હોય અને એમાં મારો પક્ષ પણ અહીં સ્પષ્ટતા/એકસુત્રતા માટે મુકવો પડે. તમને કોઇ ત્રુટીઓ કે વિગતો કે હજુય આગળ કોઇ માહિતિ અંગે પુછપરછ કરવા જેવી લાગે તો, જે તે લખાણની સાથે મુકેલા જે તે મુળ લેખકને પુછવું રહ્યું. અને છેલ્લે, મુળ લેખક જો પોતાના અંગે કોઇ વિગતો કે સંપર્ક( બ્લોગ, સાઇટ કે પ્રોફાઇલની લીંક વગેરે) આપવા નહી ઇચ્છતા હોય તો, અહીં એ નહી મુકવામાં આવે.

—-

Powered By Indic IME