મહોબ્બતનામા !

…કિસ્સા..પાનાં..ફુલો..વાતો..યાદો..અધુરી..વેરવિખેર..ડિજીટાઇઝ્ડ..! – આ શબ્દો સ્વયં-સ્ફુરણાથી આવેલા હતાં અને મુખપૃષ્ઠ પર એમને છેલ્લે ઉમેરીને શરૂ કર્યું હતું અને બિજું એક જ હતું જે પહેલેથી નિશ્ચિત હતું, છેક શરૂઆતથી , મહોબ્બતનામા ને માતૃભાષા ગુજરાતી અને ઈન્ફોર્મેશન ટેકનોલોજીને..અર્પણ કરેલું હતું. અને છેક છેલ્લે બેકકવર પર ભાષાઓની ક્ષણભંગુરતા અને બદલાતી રહેતી પ્રકૃતી અંગે કંઈક શબ્દો મુક્યા હતાં અને એમ જ…

..આજનો જ દિવસ હતો એ ૨૦૧૪માં ! મિત્ર “હિતેષ જોષી” એ એક નામ બતાવ્યું અને તુટક તુટક એક ટોપિક બન્યો Saatatya – સાતત્ય ઉપર અને પછી ઘેરી ગઝલો/મોડી રાતો / બેબાક શબ્દો અને ક્યાંક ને ક્યાંક થોડીથોડી આપવીતીઓ વડે એ ટોપિક ઉભરાયો અને એમાંથી જ “મહોબ્બતનામા” નો આ ડીજીટલ ઇસ્યુ બન્યો હતો, જેમાં “સાતત્ય” પર નહી રહેલા લોકોએ પણ સહયોગ આપ્યો હતો.

મહદઅંશે સુખદ અનુભવો જ થયા એના બનવા દરમિયાન અને અપવાદરૂપ જેવા પેલા “ભાવિન તળેટીઓ” આવ્યા હોય એ અલગ, અને એમને પણ એમને લાયક “કંઈક” આપ્યું જ હતું, સાતત્ય તરફથી ! ;) અમુક એવા પણ મળ્યા જેમને “છપાવું” તો હતું પણ, જે પ્લેટફોર્મ દ્વારા એ છપાઈ શકતા એની ઉપર એમને આઇડી/લોગિન બનાવવાનો વાંધો હતો, બલ્કે, એક ઔપચારિકતા ખાતર પણ એમણે બનાવવું જોઇએ એ સમજતાં એમને બહુ અઘરું પડ્યું હતું. ઘણાં ઉઠાવગીર લેખકો/લેખિકાઓ કવિયો/કવયિત્રિઓને અને ઘણાંય હજુ હમણાં “અનડરવેર” પહેરતાં શિખ્યા હોય એવા બાબલા બેબલીઓને પણ, પોતાના લખાણ સાથે ચોરેલા ફોટો નહી લેવાનો “સાતત્ય” નો આગ્રહ બહુ અમાનવીય(!) લાગ્યો હતો ! તમારી ખુરશી અને બપોરે ખાઇપીને પરવારીને નવરા બેઠાબેઠા જે લવારો કરે એ કાવ્ય-ફાવ્ય અણમોલ સર્જન કહેવાય, સોફામાં ટાંટિયા ઘુસાડીને કરેલી શાબ્દિક-અય્યાશીઓ મોંઘેરું વળી કોપિરાઇટેડ સર્જન અને કોઇના ફોટોઝ ઉપરનો કોપિરાઇટ સાવ નગણ્ય ! એમ ?! આવા કવીઓ/લેખકો તરફથી સુગ/ચીડ/ચિતરી ચતરી ચઢવાના બિજા પણ કારણો મળ્યા હતાં. અને/પણ સામા પક્ષે એક જ વારમાં પોતાની એ કોઇપણ – કોપી-ફ્રી ફોટોઝ થી લઈને જેતે વિગતદોષની – બાબત સુધારી લેનાર પરિપક્વ/સમજુ લોકો પણ મળ્યા હતાં, અમુક સાવ અજાણ્યા મિત્રોએ કોઇપણ બાબતમાં સહાય કરવાની તૈયારી બતાવી હતી, અમુક મિત્રોએ નિઃસ્વાર્થ ભાવે એડીટીંગ અને પ્રુફરિડીંગનું કામ કરી આપવાની ઓફર કરી હતી, અમુક મિત્રોએ પોતાના અંગત/કોમર્શિયલ ફોટોઝનું આખુ કલેક્શન ખુલ્લુ મુકી આપ્યું હતું, જે જોઇએ એ ફોટોઝ લઈ લેવા માટે…પણ…, સાત સમંદર પાર પેલા અમુક લોકો પણ હતાં, જે મને “ફોરમ્સ/આઇ.આર.સી ચેનલસ / ઇન્ટરનેટ” પર મળી ગયા હતાં અને મેં એમની પાસેથી એમના ફોટોઝ માંગ્યા હતાં, અને એક સાવ અજાણી ભાષા – ગુજરાતી – માટે એમણે પોતાના કોમર્શિયલ આલ્બમમાં મને “પેઇડ ક્લાયંટ” ની જેમ ઉમેરીને જે જોઇએ એ લઈ લેવા દિધું હતું !! “સાતત્ય” તરફથી હું ફરી એમનો આભારી છું.

જોકે, મઝા આવી હતી. એક તરફ ગુજરાતીથી અજાણ લોકો હતાં જેમને આવા કોઇ પ્રયોગમાં સહકાર આપવામાં વાંધો નહોતો અને બિજી તરફ સ્વયં ગુજરાતી એવા ગેલસફ્ફાઓ ઇદિ “અમિનો” હતાં , જેમને પોતાની વસુકી ગયેલી રચનાઓ માટે કોઇ ઓસ્કાર લઈ લેવો હતો ! નૈતિકતાના છંદ નથી હોતા અને ચોરંટાવૃતીના મહેનતાણાં નથી હોતાં, વ્યાકરણમાં ક્યાંય ભીખમંગા-સંસ્કારોની વ્યાખ્યાઓ નથી હોતી..અને સડી ગયેલી/ખંધી માનસિકતા વડે કોઇ જ સર્જન નથી થઈ શકતું. ખૈર, લેવલ હોય છે પોતપોતાનું, “સાતત્ય” નું પણ હતું, જે જો હજુય ચાલ્યું હોત તો, સુર્યના કોરોનાની અડફેટે જેમ કચરો લાખો માઇલ દુર ફેંકાઈ જાય એમ આ ઉઠાવગીર સર્જકો ફેંકાઈ જવાના હતાં, અને કંઈક બહેતર સર્જકો મળી શકતાં.

જોકે, છોડો એ વાત, આ સાથે ફ્રન્ટ અને બેક કવર , લો શેર કરો ! સાથે ડ્રોપબોક્સની લીંક આપું છું.

મહોબ્બતનામા પી.ડી.એ – ડ્રોપબોક્સ પરથી

સાથે જ મહોબ્બતનામા વિશે અહીં જ એક બે જગ્યાએ કોઇ પોસ્ટમાં વાત કરી એની લીંક મુકી રહ્યો છું.
—-
મહોબ્બતનામા ના અનુભવો !

મહોબ્બતનામા !

mahob-final-only-cover

Powered By Indic IME